Home /News /business /

Wedding Insurance: શું તમને વેડિંગ ઇન્શ્યોરન્સ વિશે જાણ છે? આ રીતે નુકસાન સામે મળશે રક્ષણ, જાણો તમામ વિગત

Wedding Insurance: શું તમને વેડિંગ ઇન્શ્યોરન્સ વિશે જાણ છે? આ રીતે નુકસાન સામે મળશે રક્ષણ, જાણો તમામ વિગત

લગ્ન માટેનો વીમો (Shutterstock તસવીર)

All about wedding insurance: ક્યારેક એવી સ્થિતિ ઊભી થાય છે કે, લગ્ન રદ કરવા પડે છે કે લગ્નની તારીખ બદલવી પડે છે. આવા કિસ્સાઓમાં લગ્નનો વીમો લેવો તમારા પૈસાનું નુકસાન અટકાવી શકે છે.

મુંબઈ: કોરોના મહામારીના કારણે 2020માં લગ્નો (marriage) પર રોક લાગી ગઈ હતી. મોટાભાગના લગ્નો સાદગીથી થયા હતા. સરકારના નિયમો (government restrictions)ને કારણે નિશ્ચિત સંખ્યામાં જ મહેમાનોની હાજરી રહી હતી. જોકે, હાલ લગ્ન સમારંભો (marriage ceremony) બાબતે ઘણી છૂટછાટ છે. આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નની સિઝન (Marriage season) બાદ આગામી લગ્નની સિઝન જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મળશે. અલબત્ત અત્યારે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસોમાં વધારો ધ્યાનમાં લેતાં લગ્નો ફરી રદ કરવા પડી શકે છે. આવા કિસ્સાઓમાં આર્થિક નુકસાન ટાળવા માટે તમે લગ્નનો વીમો (wedding insurance) લેવાનું પસંદ કરી શકો છો.

નુકસાન અટકી શકે

ઉલ્લેખનીય છે કે, છેલ્લી ઘડીએ લગ્ન પ્રસંગ રદ કરવામાં આવે અથવા સમય બદલવામાં આવે તેવું કોઈ ઇચ્છતું નથી. જોકે, ક્યારેક એવી સ્થિતિ ઊભી થાય છે કે, લગ્ન રદ કરવા પડે છે કે લગ્નની તારીખ બદલવી પડે છે. આવા કિસ્સાઓમાં લગ્નનો વીમો લેવો તમારા પૈસાનું નુકસાન અટકાવી શકે છે.

કેટલી કિંમતનો વીમો લેવો પડે?

લગ્ન વીમાની વીમા રકમ તમારા બજેટ પર આધાર રાખે છે. વીમા પર વસૂલવામાં આવતું પ્રીમિયમ કુલ વીમાની રકમના 0.7-2 ટકા વચ્ચે જ રહે છે. જો તમારે 10 લાખ રૂપિયાનો લગ્ન વીમો લેવો હોય તો તમારે 7,500 થી 15,000 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. લગ્ન વીમામાં લગ્ન રદ થવા અથવા અન્ય કોઈ નુકસાનને કારણે મોટા ખર્ચને આવરી લેવામાં આવે છે. વીમા પોલિસીઓ સામાન્ય રીતે ચાર કેટેગરીમાં હોય છે.

લાયબિલીટી કવરેજ: આ કેટેગરીમાં અકસ્માત કે ઇજાને કારણે લગ્ન સમારોહ દરમિયાન થર્ડ પાર્ટીને થતા કોઈપણ નુકસાનને આવરી લેવામાં આવે છે

કેન્સલેશન કવરેજ: આ કેટેગરીમાં લગ્ન અચાનક અથવા અણધારી રીતે રદ થવાને કારણે થતા નુકસાનને આવરી લેવામાં આવે છે.

ડેમેજ ઑફ પ્રોપર્ટી: લગ્ન વીમાનો આ પ્રકાર લગ્નના કાર્યક્રમો દરમિયાન સંપત્તિને થતા નુકસાન સામે રક્ષણ આપે છે.

અકસ્માત: આ કેટેગરીમાં અકસ્માતને કારણે વર અને કન્યાને હોસ્પિટલમાં દાખલ કરવાનો ખર્ચ સામેલ હોય છે

આ પણ વાંચો: Life Insurance Policy: મૃત્યુ કે મેચ્યોરિટીના કિસ્સામાં વીમાના ક્લેમ કેવી રીતે ફાઇલ કરવા?

લગ્ન વીમો નીચેના ખર્ચને કવરેજ આપે છે:

- કેટરિંગ માટે આપવામાં આવતું એડવાન્સ

- લગ્ન સ્થળ માટે આપવામાં આવતું એડવાન્સ

- મુસાફરી એજન્સીઓને આપવામાં આવતું એડવાન્સ

- હોટલના રૂમ બુક કરવા માટે આપવામાં આવતું એડવાન્સ

- લગ્નની કંકોત્રી છાપવાની કિંમત

- સંગીત અને ડેકોરેશન માટે આપવામાં આવતું એડવાન્સ

- ડેકોરેશન અને મેરેજ સેટની કિંમત

આ કિસ્સામાં વીમા કંપનીને કરો જાણ

જો લગ્ન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને છે તો તમારે તરત જ વીમા કંપનીને તેના વિશે જાણ કરવી જરૂરી છે. ત્યારબાદ વીમા કંપની દ્વારા હકીકતો જાણવા તપાસ કરવામાં આવશે અને જો તમને યોગ્ય કારણોસર નુકસાન થયું હોય તો તમને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, લગ્નના વીમામાં આતંકવાદી હુમલો, હડતાળ,વરરાજા કે દુલ્હનનું અપહરણ, લગ્નના મહેમાનોની કપડાં અને વ્યક્તિગત સંપત્તિની ગુમ થઈ જવું, લગ્ન સ્થળ અચાનક ઉપલબ્ધ ન થવું, પોલીસીધારકના કહેવાથી લગ્નસ્થળને નુકસાન, બેદરકારી અથવા દેખરેખના અભાવને કારણે સંપત્તિને નુકસાન જેવી પરિસ્થિતિઓમાં ક્લેમને ધ્યાનમાં લેવાતો નથી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Insurance, Life Insurance, Marriage

આગામી સમાચાર