Home /News /business /

કરોડપતિ બનાવનાર શેર: આ 10 શેરે પાંચ વર્ષમાં 10 લાખ રૂપિયાને બનાવી દીધા 1.7 કરોડ રૂપિયા

કરોડપતિ બનાવનાર શેર: આ 10 શેરે પાંચ વર્ષમાં 10 લાખ રૂપિયાને બનાવી દીધા 1.7 કરોડ રૂપિયા

શેર બજારમાં વળતર (પ્રતીકાત્મક તસવીર)

Wealth creator stocks: છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં રોકાણકારો અને આંતરપ્રિન્યોર્સે ઇક્વિટીના માધ્યમથી 71 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી છે, જે અત્યારસુધી સૌથી વધારે છે.

    મુંબઈ: શેર બજાર (Indian share market)માં જો ભાગ્ય સાથે આપે તો બહુ ઝડપથી કરોડપતિ બની જવાય છે. એવું પણ કહેવાય છે કે અહીં કરોડપતિને રોડપતિ બનતા પણ વાર નથી લાગતી. જોકે, સાવધાનીથી ટ્રેડિંગ (Trading) કરવામાં આવે તો અહીં અઢળક કમાણી (Earning in share market) કરી શકાય છે. આજે અમે તમને એવા 10 શેર વિશે જણાવી રહ્યા છીએ. આ શેરમાં જો તમે પાંચ વર્ષ પહેલા 1-1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તમારું રોકાણ વધીને 1.7 કરોડ રૂપિયા બની જતું. એટલે કે આ 10 શેરમાં રોકાણ કરીને તમે લાખોપતિમાંથી પાંચ જ વર્ષમાં કરોડપતિ (Multibagger return) બની જતા.

    10 શેરના નામ:

    1) અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission)
    2) દીપક નાઇટ્રેટ (Deepak Nitrite)
    3) અદાણી એન્ટરપ્રાઇઝ (Adani Enterprises)
    4) ટનાલા પ્લેટફોર્મ (Tanla Platforms)
    5) રૂચિ સોયા (Ruchi Soya)
    6) અલકાઇલ અમાઇન્સ (Alkyl Amines)
    7) વૈભવ ગ્લોબલ (Vaibhav Global)
    8) એપીએલ અપોલો ટ્યૂબ્સ (APL Apollo Tubes)
    9) પીએન્ડજી હેલ્થ (P&G Health)
    10 એસ્કોર્ટ્સ (Escorts)

    અદાણી ટ્રાન્સમિશન મોખરે

    એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં હેડક્વાર્ટર ધરાવતી અદાણી ટ્રાન્સમિશન છેલ્લા પાંચ વર્ષમાં (2016થી 2021) દરમિયાન સૌથી મોટી વેલ્થ ક્રિએટર બનીને ઉભરી છે. કંપનીએ પોતાના રોકાણકારોની સંપત્તિમાં વાર્ષિક 93%ના વધારા સાથે વધારો કર્યો છે. જે બાદમાં બીજા નંબર પર દીપક નાઇટ્રેડ આવે છે. દીપક નાઇટ્રેટે રોકાણકારોની સંપત્તિ વાર્ષિક 90%ના દરે વધારી છે.

    અન્ય શેરની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝે 86%, ટનાલા પ્લેટફોર્મે 85% અને રૂચિ સોયાએ 81%, અલકાઇઝ અમાઇન્સે 79%, વૈભવ ગ્લોબલે 64%, APL અપોલો ટ્યૂબ્સે 60%, P&G હેલ્થે 57% અને એસ્કોર્ટેસે 56%ના વાર્ષિક દરથી આ પાંચ વર્ષમાં રોકાણકારોની સંપત્તિ વધારી છે.

    ક્વૉલિટી શેર બનાવશે માલામાલ

    એ વાત પણ રસપ્રદ છે કે 5 વર્ષમાં આ 10 શેરમાંથી 7 શેર, 20 કે તેનાથી ઓછા P/E પર ટ્રેડ કરી રહ્યા હતા. આ વાત પરથી એવું સાબિત થાય છે કે જો તમે યોગ્ય ભાવે ક્વૉલિટી શેરની પસંદગી કરી લીધી હોય તો તે સંપત્તિ વધારવાનું સાધન બની શકે છે. આજે આ શેર અનેકગણા વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે.

    આ પણ વાંચો: Multibagger penny stock: આ પેની સ્ટૉકમાં એક વર્ષમાં 1 લાખ રૂપિયા બની ગયા રૂ. 20 લાખ, આપ્યું 2000% વળતર

    એકંદરે ભારતમાં વેલ્થ ક્રિએશનની ઝડપ આટલી વધારે ક્યારેય નથી રહી. છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં રોકાણકારો અને આંતરપ્રિન્યોર્સે ઇક્વિટીના માધ્યમથી 71 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી છે, જે અત્યારસુધી સૌથી વધારે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger stocks, Return, Share market, Stock tips, અદાણી

    આગામી સમાચાર