Jio અને Google સાથે મળીને ભારતને 2G મુક્ત બનાવશે : મુકેશ અંબાણી

News18 Gujarati
Updated: July 15, 2020, 3:18 PM IST
Jio અને Google સાથે મળીને ભારતને 2G મુક્ત બનાવશે : મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

હાલમાં દેશમાં 350 મિલિયન લોકો ફિચર કે બેઝિક ફોન વાપરે છે. અમે ઇચ્છીએ છીએ કે ભારત 2જી મુક્ત બને અને દરેક ભારતીયના હાથમાં સ્માર્ટફોન હોય : મુકેશ અંબાણી

  • Share this:
મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ (Reliance Industries)ની 43મી AGMમાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (RIL Mukesh Ambani)એ સર્ચ એન્જિન જાયન્ટ ગૂગલ (Google) સાથે પાર્ટનરશીપની જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે ગૂગલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ હેન્ડ Jio Platformsમાં 7.7 ટકા હિસ્સો ખરીદી અને 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ચેરમેન મુકેશ અંબાણીએ Jio અને ગૂગલની પાર્ટનરશીપથી થનારા ફાયદા ગણાવ્યા હતા. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે ભારતને 2G મુક્ત કરવા માંગીએ છીએ.

Jio-Google ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે

મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે ગૂગલ અને જિયો સાથે મળીને ભારતમાં સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ બેઝ્ડ નવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે. અમે દરેક ભારતીયના હાથમાં સ્માર્ટફોન ઇચ્છીએ છીએ. હાલમાં દેશમાં 350 મિલિયન લોકો ફિચર કે બેઝિક ફોન વાપરે છે. અમે ઇચ્છીએ છીએ કે ભારત 2જી મુક્ત બને અને દરેક ભારતીયના હાથમાં સ્માર્ટફોન હોય.

આ પણ વાંચો : Jio Platformsમાં ગૂગલ 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે અમે હાલની કિંમતમાં એન્ટ્રી લેવલના 4જી અને 5જી સ્માર્ટફોન બનાવી શકવા માટે સક્ષમ છીએ. આવા ફોન માટે અમને એક સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમની જરૂર છે. ગૂગલ અને જિયો ભારતમાં જ આવી સ્માટફોન ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે. ભારત હવે 5જી યુગના દરવાજા પર ઊભું છે ત્યારે અમે ઇચ્છીએ છીએ કે દેશમાં ફિચર ફોનનો ઉપયોગ કરતા 350 મિલિયન લોકો પણ હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરે. જિયો ભારતમાં 300 મિલિયન કરતા વધારે ફિચર ફોન વાપરતા લોકોને અફોર્ડેબલ 4G ફોન આપવા માટે કટિબદ્ધ છે.(ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
Published by: Vinod Zankhaliya
First published: July 15, 2020, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading