Home /News /business /

શું લોકો LIC IPO માટે બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે? જાણો બજાર નિષ્ણાતનો જવાબ

શું લોકો LIC IPO માટે બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે? જાણો બજાર નિષ્ણાતનો જવાબ

શેર બજારમાં સતત ઘટાડો

એમ્બિટ કેપિટલ (Ambit Capital)ના ધીરજ અગ્રવાલનું કહેવું છે કે મારા મતે ઘરેલૂ બજારમાં 8-10 ટકાનો ઘટાડો એ કોઈ પ્રલય જેવી સ્થિતિ નથી. આ ઘટાડાને હેલ્થી કરેક્શનના સ્વરૂપમાં જોવો જોઈએ.

    મુંબઈ. ભારતી શેર-બજાર (Indian stock market)માં ખૂબ જ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન Ambit Capital ના ધીરજ અગ્રવાલ (Dhiraj Agrawal)નું કહેવું છે કે ઘરેલૂ બજારમાં વર્તમાન સ્તરથી આઠ-10 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. યૂએસના વ્યાજદરોમાં આક્રમક રીતે વધારો, ક્રૂડ ઓઇલની કિંમત (Crude oil price)માં વધારો, વધી રહેલી મોંઘવારી તેમજ પૂર્વ યૂરોપમાં જિયોપૉલિટિકલ તણાવને પગલે ઓક્ટોબર 2021ના હાઈથી ઘરેલૂ શેર બજારમાં આઠ ટકા જેટલો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.

    ધીરજ અગ્રવાલે વાતચીત દરમિયાન જણાવ્યું કે, મારા મતે બજારમાં 8-10 ટકા જેટલો ઘટાડો પ્રલયની સ્થિતિ નથી. વર્તમાન સ્થિતિને જોતા બજારમાં તેને સ્વસ્થ કરેક્શનના રૂપમાં જોવો જોઈએ. તેમણે એ વાતનો પણ ઇન્કાર કર્યો કે રોકાણકારો આગામી મહિને આવી રહેલા એલઆઈસીના આઈપીઓ માટે બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે. તેમણે કહ્યુ કે, બજારમાં ઘટાડા માટેનું આ કોઈ કારણ નથી. ધીરજ અગ્રવાલે CNBC-TV18 સાથે કરેલી વાતચીતમાં આ વાત કહી હતી.

    સતર્ક રહેવાની સલાહ

    આ વાતચીત દરમિયાન અગ્રવાલે કેપિટલ એક્સપેન્સ સાથે જોડાયેલા આશાવાદને લઈને પણ વધારે સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ કે, તમામ સરકારી ખર્ચનો 60 ટકા હિસ્સો રાજ્ય સરકારો તરફથી આવે છે, જેમની નાણાકીય સ્થિતિ બહુ સારી નથી. આ વાતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.

    ઉલ્લેખનીય છે કે રોકાણકારો સરકારની કેપેક્સ યોજનાને લઈને ખૂબ જ બુલિશ છે. સરકાર એક પછી એક બજેટમાં ઇન્ફ્રા પર ખર્ચ વધારી રહી છે. આ વાતને લઈને બજાર ખૂબ જ આશાવાદી છે. આ વાતચીત દરમિયાન ધીરજ અગ્રવાલે કહ્યુ કે, ઘણા લોકોને 2003-2007 દરમિયાનના કેપેક્સ બૂમની આશા નજરે પડી રહી છે. મારી દ્રષ્ટીએ આપણે નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

    આ પણ વાંચો: આ અઠવાડિયે Stocks ખરીદવા માંગો છો તો આ 10 વાતો પર રાખો નજર

    આઈટી શેરની ખરીદી

    વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે આઈટી કંપનીઓના શેરમાં આવેલો ઘટાડો હજુ સુધી તેમાં ખરીદી માટે પૂરતો નથી. હાલના ઘટાડા દરમિયાન આઈટી સ્ટૉક પોતાના લૉંગ ટર્મ વેલ્યૂએશન તરફ જતા નજરે પડે છે. આ સ્તરે તેમાં ભવિષ્યમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળવાની આશા નથી.

    આ પણ વાંચો: આ સ્ટોક પર ICICI સિક્યુરિટી Bullish

    ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યારસુધી ઘરેલૂ આઈટી સ્ટૉક્સમાં 5-20 ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકન વ્યાજદરોમાં ખૂબ ઝડપે વધારે થવાની આશંકા વચ્ચે ગ્લોબલ સ્તરે આઈટીના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વાતની અસર ભારતીય બજાર પર પણ પડી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन