CCD કેસ : આવકવેરા વિભાગે કહ્યુ- સિદ્ધાર્થે કાળું નાણું રાખવાની વાત સ્વીકારી હતી

News18 Gujarati
Updated: July 31, 2019, 8:51 AM IST
CCD કેસ : આવકવેરા વિભાગે કહ્યુ- સિદ્ધાર્થે કાળું નાણું રાખવાની વાત સ્વીકારી હતી
વી.જી. સિદ્ધાર્થ (વાયરલ થયેલા લેટર સાથેની તસવીર)

આવકવેરા વિભાગે કહ્યું કે તેમની પાસે જે હસ્તાક્ષર છે તે પત્રના હસ્તાક્ષરથી અલગ છે. આ પત્ર સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.

  • Share this:
આવકવેરા વિભાગે કાફી કોફી ડેના સંસ્થાપક વી.જી. સિદ્ધાર્થ વિરુદ્ધ પોતાની તપાસ દરમિયાન તેમને પ્રતાડિત કરવાના આરોપ અંગે મંગળવારે ઇન્કાર કરી દીધો છે. આવકવેરા વિભાગે કહ્યું કે તેમની પાસે જે હસ્તાક્ષર છે તે પત્રના હસ્તાક્ષરથી અલગ છે. આ પત્ર સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. આવકવેરા વિભાગે જણાવ્યું કે ઉદ્યોગપતિએ પોતાના ઘરે અને ઓફિસો પર કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન આવક છૂપાવવાની વાતનો સ્વીકાર કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધાર્થ સોમવારે બપોરે બેંગલુરુથી હાસન જિલ્લામાં સક્લેશપુર માટે રવાના થયા હતા. જોકે, અડધે રસ્તે તેણે પોતાના ડ્રાઇવરને મેંગલુરુ તરફ જવાનું કહ્યું હતું. તેઓ અંતે સોમવારે રાત્રે દક્ષિણ કન્નડ જિલ્લાની નેત્રાવતી નદીના પુલ પર જોવા મળ્યા હતા. વી.જી.સિદ્ધાર્થે લખેલા એક કથિત પત્રમાં તેમણે આવકવેરા વિભાગના પૂર્વ ડીજીએ તેમને ખૂબ પરેશાન કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : નેત્રાવતી નદીના કાંઠેથી CCDના માલિક વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો

આવકવેરા વિભાગે આરોપ ફગાવ્યા

આ આરોપોને નકારતા આવકવેરા વિભાગે એક નિવેદનમાં કહ્યુ છે કે વિભાગ તરફથી સીસીડીના શેર અસ્થાયી રીતે જપ્ત કરવાની કાર્યવાહી રાજસ્વ હિતોના સંરક્ષણ માટે કરવામાં આવી હતી. વિભાગે કહ્યુ કે એ વખતે કરેલી કાર્યવાહી દરોડાં દરમિયાન મેળવવામાં આવેલી વિશ્વસનીય માહિતી અને દસ્તાવેજોના આધારે કરવામાં આવી હતી. આ કાર્યવાહી બેંગલુરુ સ્થિત જૂથ પર 2017માં કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, વિભાગે આવકવેરાના કાયદા પ્રમાણે જ કાર્યવાહી કરી હતી. વિભાગે વધુમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પત્રની સત્યતાની પુષ્ટિ ન કરી શકાય, કારણ કે તે પત્ર પર રહેલા સિદ્ધાર્થના હસ્તાક્ષર અમારી પાસે રહેલા તેમના હસ્તાક્ષર કરતા અલગ છે.સિદ્ધાર્થે ગરબડનો સ્વીકાર કર્યો હતો.

આવકવેરા વિભાગે કહ્યું કે કર્ણાટકમાં એક રાજકારણી પર કરવામાં આવેલી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને સિદ્ધાર્થના જૂથ પર કાર્યવાહી કરવામાં આવી હતી. વિભાગને કહેવું છે કે સિદ્ધાર્થે એક સોગંદનામામાં પોતાના હાથમાં અને કાફે કોફી ડે એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં ક્રમશ: રૂ. 362.11 કરોડ અને રૂ. 118.02 કરોડની હિસાબ વગરની રકમ હોવાનું સ્વીકાર્યું હતું.

વિભાગે દાવો કર્યો હતો કે સિંગાપુરમાં એક નાગરિકની તપાસ કરવામાં આવી હતી, તેની પાસેથી રૂ. 1.2 કરોડની રોકડ મળી આવી હતી. આ વ્યક્તિએ પૂછપરછમાં સ્વીકાર કર્યું હતું કે આ રકમ સિદ્ધાર્થની છે. વિભાગે આક્ષેપ લગાવ્યો કે સીસીડીના પ્રમોટરે પોતાનું આઈટી રિટર્ન દાખલ કર્યું હતું, પરંતુ વ્યક્તિગત કેસમાં આશરે રૂ. 35 કરોડની રાશિને છોડીને બંને મામલામાં અઘોષિત આવકનો ઉલ્લેખ ન કર્યો. જ્યારે સોગંદનામામાં તેમણે આનો સ્વીકાર કર્યો હતો.
First published: July 31, 2019, 8:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading