Home /News /business /

#IndiaWantsCrypto: નિશ્ચલ શેટ્ટી છેલ્લા 1000 દિવસથી ચલાવી રહ્યા છે કેમ્પેન, વાંચો અત્યાર સુધીની કહાણી

#IndiaWantsCrypto: નિશ્ચલ શેટ્ટી છેલ્લા 1000 દિવસથી ચલાવી રહ્યા છે કેમ્પેન, વાંચો અત્યાર સુધીની કહાણી

1 નવેમ્બર 2018ના રોજ, WazirXના સીઇઓ નિશ્ચલ શેટ્ટીએ ટ્વીટર પર #IndiaWantsCrypto નામનું એક અભિયાન શરૂ કર્યું હતું, જાણો શું હતો ઉદ્દેશ્ય

1 નવેમ્બર 2018ના રોજ, WazirXના સીઇઓ નિશ્ચલ શેટ્ટીએ ટ્વીટર પર #IndiaWantsCrypto નામનું એક અભિયાન શરૂ કર્યું હતું, જાણો શું હતો ઉદ્દેશ્ય

  નવી દિલ્હી. ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)ને લઈને દેશભરમાં ચર્ચા ગરમ છે. રોકાણકારો (Investors)માં ખાસ કરીને યુવાઓમાં તેને લઈને ઉત્સાહ છે. ઉત્સાહ કેમ ન હોય કારણ કે ડિજિટલ કરન્સીએ છેલ્લા એક વર્ષમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત રોકાણકારોને તે એટલા માટે પણ પસંદ આવી રહી છે કારણ કે ક્રિપ્ટોકરન્સી રાતોરાત લોકોને અમીર બનાવી રહી છે. જોકે, તેમાં ઘણા જોખમ છે. તેમ છતાં ભારત સહિત દુનિયાભરના રોકાણકારોમાં ક્રેઝ છે. ભારતીય રોકાણકારો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ માટે ક્રિપ્ટો એક્સચેન્જ વઝીર એક્સ (WazirX)નો સૌથી વધુ ઉપયોગ કરે છે.

  ત્રણ યુવાઓએ સાથે મળી બનાવ્યું હતું WazirX

  WazirXને માર્ચ 2018માં ત્રણ યુવા ટેક્નીકલ ઉદ્યમીઓ નિશ્ચલ શેટ્ટી (Nischal Shetty), સમીર મ્હાત્રે અને સિદ્ધાર્થ મેનન દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું. તેની સ્થાપનાના ત્રણ સપ્તાહની અંદર જ અહેવાલ આવ્યા કે ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાગી શકે છે, જે રોકાણકારો માટે આંચકો હતો ઉપરાંત ક્રિપ્ટો એક્સચેન્જના ઉદ્યમીઓ માટે પણ મોટો આંચકો હતો. મૂળે, 2018માં RBIએ ક્રિપ્ટોકરન્સીને લઈને એક સર્ક્યુલર જાહેર કર્યું હતું. તેમાં RBIએ તમામ નાણાકીય સંસ્થાઓ સાથે ક્રિપ્ટોકરન્સ સાથે જોડાયેલી સેવા પ્રદાન કરવા પર રોક લગાવી દીધી હતી. RBI તરફથી રોક લગાવ્યા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટે પહોંચ્યો હતો. તેમ છતાંય પીછેહટ કરવાને બદલે નિશ્ચલ શેટ્ટી પોતાના પાર્ટનરો સાથે તેની પર ઇનોવેશન કરવાનું શરૂ કરી દીધું. WazirX પોતાના ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ પર ખરીદ-વેચાણને સરળ બનાવવા માટે ઇનોવેશન સમયાંતરે કરતું રહે છે. જેના કારણે ટ્રેડિંગ સરળ બને છે ઉપરાંત પારદર્શિતાને પણ કાયમ રાખી શકાય છે. આ જ કારણ છે કે આજના સમયમાં WazirX ભારતનું સોથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ માં સામેલ છે. WazirXએ હાલમાં જ નવા પીયર-ટૂ-પીયર ક્રિપ્ટોકરન્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે.

  ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય

  1 નવેમ્બર 2018ના રોજ, WazirXના સીઇઓ નિશ્ચલ શેટ્ટી (WazirX CEO Nischal Shetty)એ ટ્વીટર પર #IndiaWantsCrypto નામનું એક અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ, નિશ્ચલે દરરોજ એક ટ્વીટ પોસ્ટ કરવાનું શરૂ કર્યું, જેમાં રસપ્રદ તથ્યોથી લઈને ક્રિપ્ટોકરન્સી વિશે યૂનિક માહિતી પણ સામેલ હોય છે. તેમનો ઉદ્દેશ્ય ક્રિપ્ટોની દુનિયામાં લોકોની વચ્ચે જાગૃતતા ઊભી કરવાની છે. સાથોસાથ સરકાર સુધી આ વાતને પહોંચાડવાની છે કે ક્રિપ્ટોકરન્સી કેવી રીતે ભારતીય અર્થવ્યવસ્થા માટે પણ લાભદાયક છે. આ ઇન્ડસ્ટ્રીથી હજારો નોકરીઓ ઊભી થશે.

  આ પણ વાંચો, 5 રૂપિયાના શૅરે કર્યો કમાલ, રોકાણકારો થયા માલામાલ! એક વર્ષમાં લાખ બની ગયા 35.30 લાખ

  નિશ્ચલ શેટ્ટી સતત ચલાવી રહ્યા છે કેમ્પેન

  નિશ્ચલ શેટ્ટીએ પોતાના પહેલા ટ્વીટમાં તત્કાલીન નાણા મંત્રી અરુણ જેટલી અને વડાપ્રધાન કાર્યાલય (Prime Minister’s Office)ને ટેગ કરીને સરકારને ક્રિપ્ટોકરન્સી માટે સકારાત્મક રેગ્યૂલેશન લાવવાનો આગ્રહ કર્યો હતો. શેટ્ટીનું કહેવું છે કે આ ભારતના યુવાઓ માટે નાણા કમાવવાની નવી પદ્ધતિ છે અને તે અગત્યની પણ છે કે તેનાથી હજારો નોકરીઓનું નિર્માણ થશે, કારણ કે તમામ લોકો માટે પર્યાપ્ત નોકરીઓ નથી. શેટ્ટીએ પોતાના ફોલોઅર્સથી મંત્રીઓ, મીડિયાકર્મીઓ, ક્રિપ્ટો રોકાણકારો સહિત અન્ય વ્યક્તિને Tag કરવાનો પણ આગ્રહ રાખ્યો હતો.

  આ પણ વાંચો, Gold Price Today: સોનામાં ભાવમાં સામાન્ય ઉછાળો, ફટાફટ ચેક કરો આજના ભાવ

  લગભગ 365 દિવસ બાદ 1 નવેમ્બર 2019 સુધી શેટ્ટીના આ અભિયાનને એક લાખથી વધુ રીટ્વીટ અને લાઇક મળી ચૂક્યા હતા. 489 દિવસ બાદ વર્ષ 2020માં સુપ્રીમ કોર્ટે 2018ના RBIના સર્યુવેલરને રદ કરી દીધો. કોર્ટે RBI તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધને ફગાવી દેતાં ક્રિપ્ટોકરન્સીમાં લેવડ-દેવડને મંજૂરી આપી હતી. ત્યારબાદ ભારતના વધુ એક ક્રિપ્ટો રોકાણકાર, શ્રીકર પરાશરે RBI કાર્યાલયની સામે એક પોસ્ટર સાથે ઊભા રહ્યા જેમાં #IndiaWantsCrypto અને ‘We Won’ લખ્યું હતું. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો કારોબાર થઈ રહ્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Cryptocurrency, India Wants Crypto, Nischal Shetty, WazirX

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन