સારા સમાચાર! નવા વર્ષે TV જોવાનું સસ્તુ થશે, 130 રૂપિયામાં મળશે 200 ચેનલ

130 રૂપિયામાં મળશે 200 ચેનલ

હવે ગ્રાહકો નેટવર્ક કેરિઝ ફી તરીકે માત્ર 130 રૂપિયા ચુકવવાના રહેશે. આ ફીમાં ગ્રાહકોને 200 ફ્રી ચેનલ મળશે

 • Share this:
  નવા વર્ષમાં TV જોતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષે ટીવી જોવાનું સસ્તુ થશે. નવા વર્ષે તમને કેબલ ટીવી અને ડીટીએચનું બિલ ઓછુ આવશે. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ (TRAI)એ નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે. હવે ગ્રાહકો નેટવર્ક કેરિઝ ફી તરીકે માત્ર 130 રૂપિયા ચુકવવાના રહેશે. આ ફીમાં ગ્રાહકોને 200 ફ્રી ચેનલ મળશે. સાથે બ્રોડકાસ્ટર 19 રૂપિયાવાળી ચેનલ બુકેમાં નહી આપી શકે.

  ગ્રાહકોને 33 ટકા ફીનું મળશે ડિસ્કાઉન્ટ
  ટ્રાઈએ નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો છે. નેટવર્ક કેપેસિટી ફી 130 રૂપિયા કરી હશે. 130 રૂપિયામાં 200 ફ્રી ટૂ-એયર ચેનલ મળશે. 160 રૂપિયામાં 500 ફ્રી ટૂ-એયર ચેનલ્સ મળશે. બીજા ટીવી કનેક્શન માટે ફી ઓછી હશે. બીજા ટીવી માટે 52 રૂપિયા ફી ચુકવવી પડશે.

  બ્રોડકાસ્ટર 19 રૂપિયાવાળા ચેનલ બુકેમાં નહી આપી શકે. 12 રૂપિયાથી ઓછી કિંમતના ચેનલ જ બુકેમાં આપી શકાશે. ગ્રાહકો માટે લગભગ 33 ટકા ડિસ્કાઉન્ટ હશે.

  1 માર્ચ 2020થી નવા દર લાગુ થશે
  બ્રોડકાસ્ટર 15 જાન્યુઆરી સુધી પોતાના ચેનલના દરોમાં ફેરફાર કરશે. 30 જાન્યુઆરી સુધીમાં ફરીથી તમામ ચેનલ્સની રેટ લિસ્ટ પબ્લિશ થશે. 1 માર્ચ 2020થી નવા દર લાગુ થશે. ટ્રાઈએ ચેનલ્સ માટે કેરિઝ ફી 4 લાખ રૂપિયા નક્કી કરી છે.
  Published by:kiran mehta
  First published: