Home /News /business /8 લાખ ફ્રી Dish TV વહેંચશે સરકાર, હવે 161 ટીવી ચેનલ મફતમાં જોઈ શકાશે
8 લાખ ફ્રી Dish TV વહેંચશે સરકાર, હવે 161 ટીવી ચેનલ મફતમાં જોઈ શકાશે
હવે સરકાર આપશે ફ્રી Dish TV
હાલમાં જ કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ અને નેટવર્ક ડેવલપમેન્ટને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ સરકાર તરફથી ફ્રી ડિશ આપવામાં આવશે. 8 લાખ ફ્રી ડિશ વહેંચવાની સરકારની યોજના છે. તેના દ્વારા તમે કોઈ પણ ખર્ચા વિના ટીવી જોઈ શકશો.
નવી દિલ્હીઃ જો તમે ડીટીએચ રિચાર્જ કરાવતા-કરાવતા પરેશાન થઈ ગયા હોવ, તો તમારા માટે રાહતના સામાચાર છે. તમને દેશમાં ટીવી ચેનલ જોવા માટે કોઈ રિચાર્જ કરાવવું નહિ અને સેટ ટોપ બોક્સ ખરીદવાની પણ જરૂર નથી. મોદી સરકારે ફ્રી રાશન સ્કીન પછી તમને ફ્રી ટીવી જોવાની પણ તક આપશે.
હાલમાં જ કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ અને નેટવર્ક ડેવલપમેન્ટને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ સરકાર તરફથી ફ્રી ડિશ આપવામાં આવશે. 8 લાખ ફ્રી ડિશ વહેંચવાની સરકારની યોજના છે. તેના દ્વારા તમે કોઈ પણ ખર્ચા વિના ટીવી જોઈ શકશો.
આ યોજના હેઠળ સરકાર 2,539 કરોડ રૂપિયા ખર્ચ કરીને દૂરદર્શન અને રેડિયોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોર્ડન બનાવવા માંગે છે. સરકારે આ યોજનાને વર્ષ 2025-26 સુધી જારી કરી છે. આ યોજનાની મદદથી 80 ટકાથી વધારે જનસંખ્યા સુધી રેડિયોની અવાજ અને ડીડી ચેનલ પહોંચી શકશે.
ડીડી ફ્રી ડિશ એક ડીટીએચ સર્વિસ છે. તેની માલિકી અને સંચાલન પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર પ્રસાર ભારતી દ્વારા કરવામાં આવે છે. તેને ડિસેમ્બર 2004,માં લોન્ચ કરવામાં આવી હતી. પ્રસાર ભારતીની વેબસાઈટ પ્રમાણે, ડીડી ફ્રી ડિશ એકમાત્ર ફ્રી-ટૂ-એયર ડાયરેક્ટ-ટૂ-હોમ સર્વિસ છે. જ્યાં દર્શકો પાસેથી માસિક સબસ્ક્રિપ્શન ફી વસૂલવામાં આવતી નથી. આ બધા માટે બહુ જ સસ્તી છે. આમાં માત્ર એક વાર સેટ-ટૂ-બોકસ અને એસેસરીઝની સાથે નાના આકારના ડિશ એન્ટિનાની ખરીદી માટે લગભગ 2 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. અનોખા ફ્રી ટૂ એયર મોડલે ડીડી ફ્રી ડીશને સૌથી મોટું ડીટીએચ પ્લેટફોર્મ બનાવી દીધું છે. તેના દ્વારા તમે 167 ટીવી ચેનલ જોઈ શકો છો અને 48 રેડિયો ચેનલ સાંભળી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર