Home /News /business /

વોરન બફેટે વિશ્વના યુવાઓને આપ્યો અમીર બનવાનો મંત્ર, માત્ર કરો આ બે કામ

વોરન બફેટે વિશ્વના યુવાઓને આપ્યો અમીર બનવાનો મંત્ર, માત્ર કરો આ બે કામ

વોરન બફેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન પર એક પોસ્ટ શેર કરી છે

વોરન બફેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં અમીર બનવાનો સરળ મંત્ર આપ્યો છે.

દિલ્હી: દિગ્ગજ રોકાણકાર અને દુનિયાના સૌથી વધુ અમીર વ્યક્તિઓમાંથી એક વોરન બફેટ (Warren Buffet)ને ચેરિટી માટે ઓળખવામાં આવે છે. ચેરિટીના કામને આગળ વધારવા માટે દર વર્ષે પાવર લંચ (Buffet Power Lunch) નું આયોજન કરવામાં આવે છે. આ પાવર લંચની ખૂબ જ ચર્ચા થાય છે. તેમણે પોતાના મૃત્યુ પહેલા લગભગ તમામ સંપત્તિનું દાન કરવાનું એલાન કર્યું છે. હાલમાં તેમણે વિશ્વના તમામ યુવાઓને અમીર બનવાનો મંત્ર આપ્યો છે.

આ પ્રકારે વધારો પોતાની વેલ્યૂ

વોરન બફેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઈન પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં અમીર બનવાનો સરળ મંત્ર આપ્યો છે. તેમણે જણાવ્યું કે, પોતાની વેલ્યૂ વધારવા માટે યુવાઓએ બે બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. સ્પષ્ટ રીતે લખતા અને બોલતા શીખીને કોઈપણ વ્યક્તિ પોતાની 50 ટકા વેલ્યૂ વધારી શકે છે. વોરન બફેટે સોશિયલ મીડિયા પર શેર કરેલ વિડીયોમાં જણાવ્યું છે કે, ‘પોતાની 50 ટકા સુધીની વેલ્યૂ સરળતાથી વધારી શકાય છે. તમે તમારા વાત કરવાના કૌશલ્યને સુધારો. તમારી પાસે જ્ઞાન છે, પરંતુ તે તમે લોકો સુધી યોગ્ય રીતે પહોંચાડી ન શકો તો તેની કોઈ વેલ્યૂ રહેતી નથી.’

આ બે કામથી વધારો પોતાની વેલ્યૂ

કેનેડાની એક સ્ટાર્ટઅપ કંપની વોઈસફ્લોના કો-ફાઉન્ડર માઈકલ હૂડે લિંક્ડઈન પર વોરન બફેટનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં વોરન બફેટ જણાવે છે કે, ‘કમ્યુનિકેશનની સ્કિલને યોગ્ય બનાવવી જરૂરી છે, જેમાં લખવાની અને બોલવાની કળા શામેલ છે. તમે યોગ્ય રીતે સંવાદ ના કરી શકો તો તે અંધારામાં યુવતીને આંખથી ઈશારો કરવા બરાબર છે. જેનો કોઈ ફાયદો થતો નથી. તમારી પાસે ખૂબ જ નોલેજ છે, પરંતુ તે લોકો સુધી પહોંચાડી ના શકાય તો તેનો કોઈ અર્થ રહેતો નથી.’

વોરન બફેટની કુલ સંપત્તિ

વોરન બફેટને શેર માર્કેટના બિગ બુલ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે શેર માર્કેટમાં રોકાણ કરીને અરબોની સંપત્તિની કમાણી કરી છે. તે દુનિયાના સાતમા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. 91 વર્ષીય વોરન બફેટની ટોટલ નેટવર્થ 99.8 બિલિયન ડોલર છે. તેઓ બર્કશાયર હેથવે કંપનીના CEO છે, જે દુનિયાની તમામ દિગ્ગજ કંપનીઓમાં રોકાણ કરે છે. ઉપરાંત બર્કશાયર હેથવેના પોર્ટફોલિયોમાં કન્ઝ્યૂમર બિઝનેસથી લઈને ઈન્શ્યોરન્સ જેવા સેક્ટર પણ શામેલ છે.

ચેરિટી માટે ફેમસ છે આ રોકાણકાર

વોરન બફેટને ચેરિટી માટે પણ ઓળખવામાં આવે છે. તે દુનિયાના સૌથી મોટા દાનવીર અરબપતિમાંથી એક છે. ચેરિટીના કામને આગળ વધારવા માટે દર વર્ષે પાવર લંચ (Buffet Power Lunch)નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વોરન બફેટ છેલ્લી વાર પાવર લંચમાં શામેલ થઈ રહ્યા છે અને આ છેલ્લી વાર આયોજિત થયેલા આ લંચે અનોખો રેકોર્ડ બનાવ્યો છે. એક અજાણ્યા બિડરે વોરન બફેટ સાથે લંચ કરવા માટે રૂ. 150 કરોડની બોલી લગાવી છે. ઈબે (EBay) અને ગ્લાઈડ ફાઉન્ડેશને (Glide Foundation) મળીને બફેટ પાવર લંચ માટે હરાજીનું આયોજન કર્યું હતું. આ હરાજીની શરૂઆતની બોલી 25 હજાર ડોલર (રૂ.19 લાખ) હતી. 12 જૂનથી શરૂ થયેલ આ હરાજીમાં એક અજાણ્યા વ્યક્તિએ 1,90,00,100 ડોલર (રૂ.148.34 કરોડ)ની બોલી લગાવી છે.
First published:

Tags: Business news, Investment tips, Warren buffett

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन