Home /News /business /

હવે મોબાઇલ અને વાહનો બહાર પણ રીપેર કરાવી શકાશે, નહીં પૂરી થાય વોરંટી, વાંચો વિગત

હવે મોબાઇલ અને વાહનો બહાર પણ રીપેર કરાવી શકાશે, નહીં પૂરી થાય વોરંટી, વાંચો વિગત

સરકારે રીપેરના અધિકાર માટે એક વ્યાપક માળખું વિકસાવવા માટે એક સમિતિની પણ રચના કરી છે. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેરના સચિવ નિધિ ખરેની આગેવાની હેઠળની સમિતિએ 13 જુલાઈએ તેની પ્રથમ બેઠક યોજી હતી.

સરકારે રીપેરના અધિકાર માટે એક વ્યાપક માળખું વિકસાવવા માટે એક સમિતિની પણ રચના કરી છે. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેરના સચિવ નિધિ ખરેની આગેવાની હેઠળની સમિતિએ 13 જુલાઈએ તેની પ્રથમ બેઠક યોજી હતી.

  જો તમે તમારો મોબાઇલ, ટેબ્લેટ અથવા લેપટોપ જાતે કે બહાર અન્ય જગ્યાએ રીપેર કરાવશો, તો તમારી વોરંટી રદ્દ થશે નહીં. સરકાર કૃષિ સાધનો, મોબાઈલ, ટેબ્લેટ, કન્ઝ્યુમર ગુડ્સ અને ઓટોમોબાઈલ ઉત્પાદનોની લાંબાગાળાના વપરાશ માટે રિપેરિંગ ફ્રેમવર્કનો આધિકાર ઘડી રહી છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક બજારમાં ગ્રાહકોને સશક્ત કરવાનો અને ઉત્પાદકો, વિક્રેતાઓ અને અન્ય પક્ષના ખરીદદારો વચ્ચે વેપારનો સુમેળ સાચવવાનો અને સ્થાનિક બજારોમાં ઈ-વેસ્ટ ઘટાડવાનો છે.

  સરકારે રીપેરના અધિકાર માટે એક વ્યાપક માળખું વિકસાવવા માટે એક સમિતિની પણ રચના કરી છે. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેરના સચિવ નિધિ ખરેની આગેવાની હેઠળની સમિતિએ 13 જુલાઈએ તેની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં સમિતિએ રીપેરીંગના અધિકાર માટે ઘણા પાસાં અંગે વાતચીત કરી હતી. આમાં ખેતીના સાધનો, મોબાઈલ ફોન, ટેબ્લેટ, કન્ઝ્યુમર ગુડ્સ અને મોટર વાહન જેવા સાધનોની મરામત કરવાનો અધિકાર શામેલ છે. સમિતિનું માનવું છે કે ગ્રાહક કંપનીઓ ઉત્પાદનોની માહિતી આપતી પુસ્તિકાઓ પ્રકાશિત કરતી નથી. જ્યારે આ માર્ગદર્શિકાઓ દ્વારા ગ્રાહકો સરળતાથી તેના સાધનો રીપેર કરી શકે છે.

  આ સાથે ઉત્પાદકોનો રિટેલ પાર્ટ્સ પર પણ નિયંત્રણ છે. આ પાર્ટ્સની ડિઝાઇન પણ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. ડિજિટલ વોરંટી કાર્ડ જણાવે છે કે જો કોઈ અજાણ્યા રિપેરમેન દ્વારા સાધનનું રીપેરીંગ કરવામાં આવે તો ગ્રાહકની વોરંટીનો હક ગુમાવી દે છે. આ સાથે ટેક-કંપનીઓએ પ્રોડક્ટ મેન્યુઅલ, મેન્યુઅલ અને સૉફ્ટવેર અપડેટ્સ વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરવાની જરૂરિયાત જણાય છે.

  ડાયગ્નોસ્ટિક ટૂલ્સ સહિતના અન્ય સાધનો થર્ડ પાર્ટી અને લોકો માટે ઉપલબ્ધ કરાવવા જોઈએ, જેથી નાની ખામીઓને ઉકેલી શકાય. હકીકતમાં યુ.એસ, યુકે અને યુરોપમાં ગ્રાહકને રીપેરીંગ કરાવાનો અધિકાર છે. યુ.એસમાં ઉત્પાદકોને ખાતરી આપવા સૂચના આપવામાં આવી છે કે ગ્રાહકો કાં તો રીપેરીંગનું કામ જાતે કરી શકે અથવા કોઈ એજન્સી દ્વારા કામ કરાવી શકે. યુકેએ તમામ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકોને આવરી લેતો કાયદો પસાર કર્યો છે કે જેથી ગ્રાહકો સાધનના પાર્ટ્સ મેળવી શકે અને રીપેરીંગ કાં તો તેમની જાતે અથવા સ્થાનિક રિપેર શોપમાંથી કરી શકે. ઑસ્ટ્રેલિયામાં રિપેર કાફેની ખાસ વ્યવસ્થા છે. વોલ્યુન્ટીઅર રિપેરમેન આ કાફેમાં ભેગા થાય છે અને તેમની રિપેર સ્કિલ્સ બતાવે છે.

  આ પણ વાંચો -કદાચ તમને નહીં ખબર હોય, આ ટોચની 20 કંપનીઓના માલિક છે જાણીતા સેલિબ્રિટીઝ

  76% લોકો કંપની દ્વારા રીપેરીંગ કરાવતા નથી


  સ્થાનિક વર્તુળ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે એર કંડિશનરના 76% યુઝર દ્વારા ઉંચી કિંમત, મુશ્કેલ સંપર્ક પ્રક્રિયા અને રીપેર માટે વધુ સમય લેતા હોવાને કારણે ઉત્પાદક કંપની પાસે રીપેરિંગ કરાવતા નથી. આ દરમિયાન 42,000થી વધુ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. સર્વે મુજબ, 65% લોકો ઊંચી કિંમતને કારણે ઉત્પાદક કંપની પાસેથી એર કંડિશનરની સેવા લેતા નથી. જ્યારેકે સરળતાથી સંપર્ક પ્રક્રિયા ન થતી હોવાથી 36% લોકો તેનાથી દૂર રહે છે. જ્યારે 32% લોકો વધુ સમય માંગી લેવાના કારણે બહારથી રીપેરીંગ કરાવે છે.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन