Home /News /business /Loan against property: પ્રોપર્ટી સામે લોન લેતા સમયે ફિક્સ કે ફ્લોટિંગ કયો વ્યાજ દર લાભકારક?

Loan against property: પ્રોપર્ટી સામે લોન લેતા સમયે ફિક્સ કે ફ્લોટિંગ કયો વ્યાજ દર લાભકારક?

લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટીએ પ્રકારની સિક્યોર્ડ લોન છે

Loan against property: બેન્ક પ્રોપર્ટી પર લોન આપવા માટે ગ્રાહકની આવક, ક્રેડિટ હિસ્ટ્રી અને પ્રોપર્ટીનું મૂલ્ય જુએ છે. આવી સ્થિતિમાં તમે પ્રોપર્ટી પર લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારે કેટલીક બાબતો વિશે જાણવું જરૂરી છે.

    નવી દિલ્હીઃ કેટલીકવાર આપણને અચાનક પૈસાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં પ્રોપર્ટી પર લોન (Loan against property) લેવી સારો વિકલ્પ લાગે છે. આ તમને અન્ય વિકલ્પ કરતા વધુ રકમની લોન આપે છે. તેનો વ્યાજ દર (Interest Rate) પણ પર્સનલ લોન (Personal Loan) કરતા ઓછો હોય છે.

    આ એક સિક્યોર્ડ લોન છે


    લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટીએ પ્રકારની સિક્યોર્ડ લોન (Secured Loan) છે. આમાં તમે તમારા ઘર, ઇન્ડસ્ટ્રીયલ કે કોમર્શિયલ પ્રોપર્ટીને ગિરવે મૂકીને લોન લઇ શકો છો. સામાન્ય રીતે મિલકત સામે લોનનો ઉપયોગ વ્યવસાયના વિસ્તરણ, તબીબી કટોકટી, લગ્ન, બાળકોના ઉચ્ચ શિક્ષણ વગેરે માટે કરવામાં આવે છે. આ લોન લેવાથી અન્ય લોન લેવી પડતી નથી.

    બેન્ક પ્રોપર્ટી પર લોન આપવા માટે ગ્રાહકની આવક, ક્રેડિટ હિસ્ટ્રી અને પ્રોપર્ટીનું મૂલ્ય જુએ છે. આવી સ્થિતિમાં તમે પ્રોપર્ટી પર લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારે કેટલીક બાબતો વિશે જાણવું જરૂરી છે.

    આ પણ વાંચોઃહોમ લાન પર ટેક્સ બેનિફિટ માટે ક્યારે દાવો કરી શકાય? મળી શકે છે 2 લાખ રૂપિયા સુધીની છૂટ

    લોન ચૂકવવાની ક્ષમતા કેટલી છે?


    સંપત્તિ ગીરવે મૂકવામાં અમુક જોખમો છે, આ વાત તમારે સમજાવી જરૂરી છે. તમે દર મહિને સમયસર હપ્તા ન ચૂકવો તો પ્રોપર્ટી તમારા હાથમાંથી જઈ શકે છે. તેથી તમારે તમારી ક્ષમતા મુજબ લોન લેવી જોઈએ. તમે જેટલો હપ્તો ચૂકવી શકો તેટલી જ લોન લેવી જોઈએ. ડિફોલ્ટને કારણે તમારા ક્રેડિટસ્કોર પર પણ ખરાબ અસર થઈ શકે છે.

    વ્યાજના દરોની સરખામણી કરો


    પ્રોપર્ટી પર લોનનો વ્યાજ દર 9થી 18 ટકા વચ્ચે હોય છે. તેનો આધાર ઘણી ચીજો ઉપર છે. ગ્રાહકની ક્રેડિટ સ્કૉર, તેની આવક, લોનની મુદ્દત વગેરેનો સમાવેશ થાય છે. લોન લેતા પહેલા કઈ બેન્ક કયા વ્યાજે લોન આપે તેની સરખામણી કરવી જરૂરી છે.

    પ્રોસેસિંગ ફીની તપાસ કરો


    મોટાભાગની બેંકો લોનની રકમના લગભગ 1 ટકા પ્રોસેસિંગ ફી લે છે. કેટલીક બેંકો લોનની રકમ અનુસાર પ્રોસેસિંગ ફી લે છે. આ ફી 50,000થી 1.5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. પ્રોસેસિંગ ફી ચેક કર્યા પછી તમારે બેંકની પસંદગી કરવી જોઈએ.

    આ પણ વાંચોઃ તૈયાર ઘર કે બાંધકામ હેઠળનું મકાન, શું ખરીદવું છે વધુ ફાયદાકારક?

    લોનની મુદ્દતને પણ ધ્યાનમાં રાખો


    મોટાભાગની બેંકો મિલકત પર 15 વર્ષ માટે લોન આપે છે. લોનનો સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે મુદ્દત તમારા હપ્તાને અસર કરે છે. મુદ્દત લાંબી હોય ત્યારે હપ્તા ઓછા હોય છે. પરંતુ વ્યાજ વધુ ચૂકવવું પડે છે.


    ફિક્સ અને ફ્લોટિંગ દરોમાં કયો લાભકારક?


    વ્યાજના દરમાં થોડો ફેરફાર થવાથી ખાસ અસર થતી નથી. જો કે, વ્યાજના દરમાં ઊંચા ફેરફારની મોટી અસર પડે છે, કારણ કે લોનની ચુકવણીની મુદ્દત લાંબી હોય છે. તેથી તમારે વ્યાજ દરની પરિસ્થિતિને જોતા ફિક્સ અને ફ્લોટિંગ રેટમાંથી યોગ્ય પસંદગી કરવી જોઈએ.
    First published:

    Tags: Business news, Home loan EMI, Interest Rate

    विज्ञापन
    विज्ञापन