Home /News /business /

Aadhaar Card ને વધુ સુરક્ષિત કરવું છે? જાણો કઈ રીતે ડાઉનલોડ કરવું માસ્કડ આધાર કાર્ડ

Aadhaar Card ને વધુ સુરક્ષિત કરવું છે? જાણો કઈ રીતે ડાઉનલોડ કરવું માસ્કડ આધાર કાર્ડ

માસ્ક્ડ આધાર કાર્ડ શું છે

Aadhaar Card : તમે તમારા માસ્ક કરેલા આધાર (masked aadhaar card) ને ઍક્સેસ કરી શકશો, જે પીડીએફ ફોર્મેટ (UIDAI) માં ડાઉનલોડ કરી શકાશે. આ કાર્ડ તમારા પાસવર્ડથી સુરક્ષિત રહેશે

આજના ડિજિટલ ભારતમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા ઈશ્યુ થયેલ 12-અંકોનું યુનિક ID, આધાર સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક બની ગયું છે. બેંક ખાતું ખોલાવવા અથવા સરકારી યોજનામાં રોકાણ કરવા સહિતની સંખ્યાબંધ કામગીરી માટે આધાર જરૂરી અંગ બની ચૂક્યું છે. દરેક કામ માટે હવે આધાર (Aadhaar Card) આપણી પાસે હોવું જરૂરી છે. જોકે, વપરાશની સાથે આધારનો દુરૂપયોગ પણ વધી રહ્યો છે. આધારને આધારે છેતરપિંડીઓની ઘટનાઓ પણ વધી રહી છે.

આ જોખમને દૂર કરવા માટે UIDAIએ ‘માસ્ક્ડ આધાર ID' અથવા ‘વર્ચ્યુઅલ ID (VID)’નો વિકલ્પ આપ્યો છે. નામ પ્રમાણે જ આ માસ્ક્ડ આધાર માત્ર તમારો આ 12 આંકડાનો નંબર જ જે-તે જગ્યાએ શેર કરશે. તમારી વ્યક્તિગત માહિતી વિના જ હવે આધાર કાર્ડનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકશો, શેર કરી શકશો.

માસ્ક્ડ આધાર શું છે ?

UIDAIની વેબસાઈટ પર આપેલ માહિતી અનુસાર, માસ્ક આધારના વિકલ્પમાં તમને તમારા ડાઉનલોડ કરેલ ઈ-આધારમાં તમારો આધાર નંબર માસ્ક કરવાની મંજૂરી આપે છે. માસ્ક કરેલ આધારમાં આધાર નંબરના પ્રથમ આઠ અંકોને "xxxx-xxxx" જેવા કેટલાક અક્ષરો સાથે દર્શાવવામાં આવે છે, જ્યારે આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંક જ તેમાં દેખાય છે. આમ તે નંબર જોયા વગર તમારા આધારની નકલો ઈ-ડાઉનલોડ કરવાની લીગલ રીત છે.

UIDAIએ તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, માસ્ક્ડ આધારનો ઉપયોગ eKYC માટે કરી શકાય છે, જ્યાં આધાર નંબર શેર કરવો જરૂરી નથી. તે તમારા આધારના છેલ્લા 4 અંક જ બતાવે છે. તમારા આધારને https://eaadhaar.uidai.gov.in પરથી ડાઉનલોડ કરતી વખતે ‘માસ્ક્ડ આધાર’ વિકલ્પ પસંદ કરો.

માસ્કડ કરેલ આધાર કેવી રીતે ડાઉનલોડ કરવું

સ્ટેપ 1: લિંક ઓપન કરો- https://eaadhaar.uidai.gov.in/
સ્ટેપ 2: તમારો 12-અંકનો આધાર કાર્ડ નંબર દાખલ કરો.
સ્ટેપ 3:  I want a masked Aadhaar લખેલા વિકલ્પ પર ટિક કરો
સ્ટેપ 4: આગળ તમારે કેપ્ચા વેરિફિકેશન કોડ આવશે
સ્ટેપ 5:   Send OTP પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે, તમારે ઈ-આધાર કોપી ડાઉનલોડ કરવાનું બાકી છે.
સ્ટેપ 7: હવે, OTP દાખલ કરો અને Download Aadhaar પર ક્લિક કરો.

હવે, તમે તમારા માસ્ક કરેલા આધારને ઍક્સેસ કરી શકશો, જે પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાશે. આ કાર્ડ તમારા પાસવર્ડથી સુરક્ષિત રહેશે. આધાર પાસવર્ડ એ તમારા નામના પ્રથમ ચાર અક્ષરો કેપિટલ લેટરમાં અને ત્યારબાદ YYYY ફોર્મેટમાં તમારા જન્મના વર્ષનું મિશ્રણ હશે.

આ પણ વાંચોBusiness Idea : ગામ હોય કે શહેર, શરૂ કરો ગ્રાહકોની આ મનપસંદ વસ્તુનો બિઝનેસ, માંગ સાથે નફો પણ વધશે

ઉદાહરણ તરીકે, જો તમારું નામ શ્યામ કુમાર છે અને તમારું જન્મ વર્ષ 1987 છે, તો તમારા માસ્ક કરેલા આધારનો પાસવર્ડ SHYA1987 હશે. તમે માસ્ક કરેલા આધારનો ઉપયોગ સંપૂર્ણ આધાર નંબરની આવશ્યકતા ન હોય તેવા ઈ-કેવાયસી સહિતના કિસ્સામાં કરી શકો છો.
Published by:kiran mehta
First published:

Tags: Aadhaar, Aadhaar card, Aadhaar card update, Aadhaar Help Centre, Aadhaar service, UIDAI, આધારકાર્ડ

આગામી સમાચાર