OYO પછી વૉલમાર્ટે કરી ટૉપ લેવલ પર છટણી, આટલા બધા લોકોને હાંકી કાઢ્યા

News18 Gujarati
Updated: January 13, 2020, 2:27 PM IST
OYO પછી વૉલમાર્ટે કરી ટૉપ લેવલ પર છટણી, આટલા બધા લોકોને હાંકી કાઢ્યા
વૉલમાર્ટ

વૉલમાર્ટને દેશમાં કેશ એન્ડ કેરી વેપારમાં કોઇ ભવિષ્ય નજરે નથી આવી રહ્યું.

  • Share this:
ઓયો રૂમ્સ (OYO Rooms) પર ખોટમાં ચાલી રહેલ વૉલમાર્ટ ઇન્ડિયા (Walmark India) એ પણ પોતાના સ્ટોર્સ બિઝનેસથી જોડાયેલા સીનિયર એક્ઝિક્યૂટિવ (Senior Executive Layoffs)ને નીકળવા જઇ રહ્યો છે. Reuters ની ખબર મુજબ સોમવારે કંપનીએ ભારતના 56 અધિકારીઓને નીકાળ્યા. જેમાં 8 વરિષ્ઠ પ્રબંધન, અધ્યક્ષ અને સીઇઓ હતા.

ઇકોનોમિક ટાઇમ્સની રિપોર્ટ મુજબ, કંપની ગુરુગ્રામ સ્થિત મુખ્યાલયમાં કામ કરતા સોર્સિંગ, એગ્રી બિઝનેસ અને FMCG ડિઝાઇનના વાઇસ પ્રેસિડેન્ટ્સ સહિત 100 થી વધુ સીનિયર એક્ઝિક્યૂટિવ્સની છટણી કરવાની છે. રિપોર્ટ મુજબ વૉલમાર્ટે એક ટાઉનહૉલમાં આ અંગે જાહેરાત કરી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૉલમાર્ટને દેશમાં કેશ એન્ડ કેરી વેપારમાં કોઇ ભવિષ્ય નજરે નથી આવી રહ્યું માટે આ વેપારને વેંચવા કે ફ્લિપકાર્ટને બેક એન્ડ સાથે પોતાના કામકાજને મેળવવાની શરૂઆત કરી શકે છે. કંપની મુંબઇમાં ફુલફિલમેન્ટ સેન્ટર બંધ કરવાની તૈયારીમાં છે. તે સાથે જ વૉલમાર્ટ ભારતમાં હવે વધુ સ્ટોર નહીં ખોલે.

ભારતમાં વૉલમાર્ટને પ્રોફિટ ના મળ્યા. ખબર છે કે કંપની આ વર્ષે અનેક લોકોને નોકરીમાંથી નીકાળી શકે છે. મીડિયા રિપોર્ટમાં કંપનીના સીનિયર અધિકારીઓના હવાલે જાણવા મળ્યું છે કે છટણી પહેલા તબક્કો પૂરો થઇ ગયો છે. એપ્રિલમાં બીજો તબક્કો શરૂ થવાની સંભાવના છે.

ટાટા ગ્રુપે વૉલમાર્ટના હોલસેલ વેપારને ખરીદવાની વાતચીત હતી. પણ તે પછી તેને આ સોદો ફાયદેમંદ ના લાગ્યો. વૉલમાર્ટે ઇન્ડિયાના બેસ્ટ પ્રાઇઝ સ્ટોર્સને માર્ચ 2019 સુધી 2,180.8 કરોડના રૂપિયાનો લૉસ થયો હતો. ઉલ્લેખનીય છે કે ગત નાણાંકીય વર્ષમાં વૉલમાર્ટ ઇન્ડિયાનો સેલ્સ 4,095 કરોડ રૂપિયા અને નેટ લૉસ 171,6 કરોડ રૂપિયા છે. કૈશ એન્ડ કેરી સેંગમેન્ટમાં તેમના પ્રતિદ્વંદી મેટ્રો ટૉપ પર રહ્યું. મેટ્રોના 27 સ્ટોર છે અને તેનું રેવન્યૂ 6,500 કરોડથી વધુ છે.
First published: January 13, 2020
વધુ વાંચો
अगली ख़बर