Flipkartની USમાં આવી રીતે થશે એન્ટ્રી, વોલમાર્ટે જણાવ્યો પ્લાન

News18 Gujarati
Updated: May 13, 2018, 8:20 AM IST
Flipkartની USમાં આવી રીતે થશે એન્ટ્રી, વોલમાર્ટે જણાવ્યો પ્લાન
ફિલ્પકાર્ટને ખરીદનારી વોલમાર્ટએ આગળના પ્લાન ઉપર કામ કરી રહી છે. વોલમાર્ટે શનિવારે અમેરિકામાં ફ્લિપકાર્ટને લઇને મોટી ઘોષણા કરી છે.

ફિલ્પકાર્ટને ખરીદનારી વોલમાર્ટએ આગળના પ્લાન ઉપર કામ કરી રહી છે. વોલમાર્ટે શનિવારે અમેરિકામાં ફ્લિપકાર્ટને લઇને મોટી ઘોષણા કરી છે.

  • Share this:
ફિલ્પકાર્ટને ખરીદનારી વોલમાર્ટએ આગળના પ્લાન ઉપર કામ કરી રહી છે. વોલમાર્ટે શનિવારે અમેરિકામાં ફ્લિપકાર્ટને લઇને મોટી ઘોષણા કરી છે. જણાવી દઇએ કે ગત સપ્તાહ વોલમાર્ટે ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપનીમાં 77 ટકા ભાગીદારી 1.07 લાખ કરોડ રૂપિયામાં ખરીદી હતી.

ભારતની ફ્લિપકાર્ટે વોલમાર્ટ હવે અમેરિકામાં લિસ્ટ કરાવવાનું આયોજન કરી રહી છે. કંપની આ પ્લેન ઘોષણા અમેરિકામાં કરી. અમેરિકી રેગ્યુલેટર પાસે ફાઇલ કરેલા ડોક્યુમેન્ટમાં કંપનીએ જણાવ્યું હતું કે, ચાર વર્ષની અંદર ફ્લિપકાર્ટનો આઇપીઓ લાવવાની તૈયારી છે. એવું પહેલીવખત છે કે જ્યારે ફ્લિપકાર્ટની સંભવિત લિસ્ટિંગની ટાઇમલાઇન રજૂ કરવામાં આવી છે.

દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટે યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશનમાં કરવામાં આવેલી ફાઇલિંગમાં કહ્યું છે કે, વોલમાર્ટ-ફ્લિપકાર્ટ પુરી થયા બાદ ચાર વર્ષની અંદર ફ્લિપકાર્ટનો આઈપીઓ લાવવાની જરૂરિયાત થઇ શકે છે. ફાઇલિંગમાં કહ્યું છે કે, વોલમાર્ટ દ્વારા ભારતીય ઇ-કોમર્સ કંપનીમાં કરવામાં આવેલા રોકાણની તુલનામાં ઓછા વેલ્યુએશન પર આઈપીઓ ન લાવવો જોઇએ.

વોલમાર્ટે પોતાની અત્યાર સુધીની સૌથી મોટી ડીલથી ભારત જેવા મહત્વના માર્કેટ એમેઝોને ટક્કર આપવામાં મદદ મળશે. આ ઇન્વેસ્ટમેન્ટની સાથે બેગાલુરુ હેડક્વાર્ટરવાળી કંપનીની વેલ્યુએશન લગભગ 21 અરબ ડોલર માપમાં આવી છે.
First published: May 12, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading