ભારતની ઇ-કોમર્સ કંપની, ફ્લિપકાર્ટને ખરીદ્યા બાદ વોલ્માર્ટ Walmart દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની બની શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વોલમાર્ટ કંપનીએ 51 ટકાથી વધારે હિસ્સો આપીને હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે. આ ડીલ છેલ્લા તબક્કમાં પહોંચી છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી સપ્તાહમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે અમેરિકાની રિટેલ ચેન કંપની વોલમાર્ટ લાંબા સમયથી ફ્લિપકાર્ટને ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારબાદ આ કંપની એમેઝોનને ભારે ટક્કર આપશે.
ફ્લિપકાર્ટ પોતાનો હિસ્સો વોલમાર્ટને 1200 કરોડ ડોલરમાં વેચી શકે છે. જો ભારતીય રૂપિયામાં વાત કરીએ તો આશરે 78,000 કરોડ રૂપિયા થાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વોલમાર્ટ અને સોફ્ટબેંક વચ્ચે વાતચીતનો તબક્કો પૂર્ણ થઇ ગયો છે. પહેલા એ નક્કી ન્હોતું કરવામાં આવ્યું કે. સોફ્ટબેંક પણ પોતાનો હિસ્સો વોલમાર્ટને વેચશે. ફ્લિપકાર્ટની કિંમત 18 બિલિયન ડોલર (1.19 લાખ કરોડ રૂપિયા) આંકવામાં આવે છે.
આ પહેલા સમાચાર હતા કે વોલમાર્ટ આ ઇ-કોમર્સ કંપનીના 51 ટકાની ભાગીદારી કરશે. જેની કિંમત 1000 કરોડ ડોલરથી 1200 કરોડ ડોલર વચ્ચે આંકવામાં આવશે. વોલમાર્ટ દ્વારા હિસ્સો ખરીદ્યા પચી ફ્લિપકાર્ટના મુખ્ય રોકાણકારોમાં યુએસ હેડ ફંડ ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ, સાઉથ આફ્રિકાની ટેક રાકાણકાર નાસ્પર્સ અને વેંચર કેપિટલ ફર્મ એક્સેલ સંપૂર્ણ પણે બાકાત થઇ જશે. એમેઝોનના પૂર્વ આઈઆઈટી વિદ્યાર્થી રહેલા વર્ષ 2007માં ફ્લિપકાર્ટની શરૂઆ કરી હતી.
તમને જણાવી દઇએ કે આગામી 10 વર્ષમાં ભારતીય ઇ-કોમર્સ બજાર આશરે 200 બિલિયન ડોલર (13.20 લાખ કરોડ રૂપિયા)નું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સોફ્ટબેકની પાસે તેના વિઝન ફંડ થકી ફ્લિપકાર્ટમાં 20 ટકા સુધીની ભાગીદારી છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર