ભારતમાં થઇ સૌથી મોટી ઇ-કોમર્સ ડીલઃ Walmartએ લાખ કરોડમાં Flipkartને ખરીદી

News18 Gujarati
Updated: May 9, 2018, 6:17 PM IST
ભારતમાં થઇ સૌથી મોટી ઇ-કોમર્સ ડીલઃ Walmartએ લાખ કરોડમાં Flipkartને ખરીદી
અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટ (Walmart)એ ભારતીય ઇકોમર્સ કંપની ફ્લિપરાક્ટમાં મોટો હિસ્સો ખરીદ્યો છે.

અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટ (Walmart)એ ભારતીય ઇકોમર્સ કંપની ફ્લિપરાક્ટમાં મોટો હિસ્સો ખરીદ્યો છે.

  • Share this:
અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટ (Walmart)એ ભારતીય ઇકોમર્સ કંપની ફ્લિપરાક્ટમાં મોટો હિસ્સો ખરીદ્યો છે. 16 અરબ ડોલર (એક લાખ કરોડ રૂપિયા)માં ફ્લિપકાર્ટ અને વોલમાર્ટની ટીલ થઇ છે. વોલમાર્ટે ભારતીય કંપનીમાં 77 ટકા ભાગીદારી ખરીદી છે. વોલમાર્ટ તરફથી આ વાતની પુષ્ટી થઇ ગઇ છે. ફ્લિપકાર્ટમાં ભાગીદારી ખરીદનાર જાપાની ગ્રુપ સોફ્ટબેકના સીઈઓ માસાયોશી સોને પણ આ વાતની પુષ્ટી કરી છે. માર્કેટ રિસર્ચ કંપની ફોરેસ્ટર પ્રમાણે ભારતમાં ઇ-કોમર્સનું વિચાણ ગત વર્ષ 21 બિલિયન ડોલરમાં થઇ છે. આશા છે કે, 1.25 અરબ લોકોથી વધારે વસ્તી અને ઇન્ટરનેટ એક્સેસનો ઉપયોગ કરશે.

વોલમાર્ટે ફ્લિપકાર્ટને કેમ ખરીદી?

- એક્સપર્ટસ પ્રમાણે વોલમાર્ટ અમેરિકા અને બીજા દેશોમાં એમેઝોનને ટક્કર આપવાનો રસ્તો શોધી રહી છે

- ઓનલાઇન સેલ્સને વધારવા માટે વોલમાર્ટ અમેરિકામાં તાજેતરમાં થયેલી જેટ.કોમ ડીલ અને ચીનમાં જેડી.કોમ સાથે થયેલી ડીલથી આગળ નીકળવા ઇચ્છે છે.
-ભારતમાં વોલમાર્ટને રેગ્યુલેશનના કારણે મુશ્કેલિઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લિપકાર્ટમાં ઇન્વેસ્ટમેન્ટ તેમે ઓનલાઇન રિટેલ માર્કેટમાં મોટી જગ્યા આપશે.
- બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના રિપોર્ટમાં કહ્યું છે કે, 43 ટકાથી વધારે માર્કેટ શેરની સાથે ફ્લિપકાર્ટ માર્કેટ લીડર છે.- તેમણે અનુમાન લગાવ્યું છે કે 2019માં ફ્લિપકાર્ટ 44 ટકા શેર કાયમ રાખવા માટે સફળ રહેશે.
- બીજી તરફ એમેઝોનનો માર્કેટ શેર 37 ટકા અને સ્નેપડીલનો માર્કેટ શેર માત્ર 9 ટકા રહેશે

ફ્લિપકાર્ટની સ્થાપના વર્ષ 2007માં એમેઝોનના પૂર્વ કર્મચારીઓ સચિન બંસલ અને બિન્ની બંસલે કરી હતી. અમેઝોનની જેમ આ પમ ઓનલાઇન બૂકસ્ટોરના રૂપમાં શરૂ કર્યો હતો. ફ્લિપકાર્ટ હવે બુટ, સોફા અને સૌંદર્ય ઉત્પાદકો અને ચલાવવા માટે મોબાઇલ ફોન, ટેલિવિઝન સહિત અનેક વસ્તુઓ વેચે છે.

વોલમાર્ટ અને ફ્લિપકાર્ટમાં કરાર ઉપર ટેક્સનો પેચ ફસાઇ શકે છે. સીએનબીસી આવાઝના સુત્રો પ્રમામે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ઇમેલ મોકલીને કહ્યું છે કે, સંપત્તી ભારતમાં છે. ટેક્સની લેનદેન રહે છે. આના માટે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આઇટી એક્ટના સેક્શન 9 (1) (i)નો હવાલો આપ્યો છે. જે પ્રમાણે ભારતમાં સ્થિત સંપત્તિનો સોદો થાય એટલે ટેક્સ લાગે. વિદેશી ભારતમાં સ્થિત સંપત્તીનો સોદો કરે તો આ ટેક્સ લાગે. 10થી 20 ટકા સુધી આ ટેક્સ લાગી શકે છે.
First published: May 9, 2018, 6:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading