Home /News /business /Voter ID card update- મતદાન કાર્ડ પર આ રીતે અપડેટ કરો તમારું નવું સરનામું, ફોલો કરો આ સ્ટેપ્સ
Voter ID card update- મતદાન કાર્ડ પર આ રીતે અપડેટ કરો તમારું નવું સરનામું, ફોલો કરો આ સ્ટેપ્સ
વોટર આઈડી કાર્ડ (Voter ID card) એ સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજો (identity documents) માંનું એક છે (પ્રતિકાત્મક તસવીર)
Voter ID card update - પોતાનું રહેણાંક સ્થળ બદલ્યુ છે, તેઓએ મતદાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. જેથી કરીને મત આપવા માટે યોગ્ય મતદાર વોર્ડ નક્કી કરી શકાય છે
વોટર આઈડી કાર્ડ (Voter ID card) એ સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજો (identity documents) માંનું એક છે. જે તમને તમારા ચૂંટણી વોર્ડ અથવા વિધાનસભા (Assembly)મતવિસ્તારમાં મત આપવા માટે મદદ કરી શકે છે. અત્યારે આપણે દેશના પાંચ રાજ્યો પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુરમાં આગામી ચૂંટણીની (Election-2022) તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે મતદાર આઈડી કાર્ડ પર રહેઠાણનું સરનામું અપ ટુ ડેટ હોય તે વાતની ખાતરી કરી લેવી જોઈએ.
તમારા મતવિસ્તારમાં મતદાન કરવા માટે, તમારા વોટર આઈડી કાર્ડમાં તે મતદાર વિભાગની વિગતો અને સરનામું હોવું આવશ્યક છે. જેમણે તાજેતરના સમયમાં પોતાનું રહેણાંક સ્થળ બદલ્યુ છે, તેઓએ મતદાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે. જેથી કરીને મત આપવા માટે યોગ્ય મતદાર વોર્ડ નક્કી કરી શકાય છે.
જો તમે તમારા નવા સરનામા સાથે ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિફિકેશન કાર્ડ મેળવવા માંગતા હો, તો તમારે બદલાયેલા સરનામા અંગે વિગતો સબમિટ કરાવવાની રહેશે. ફોર્મ ભરવા માંગતા તમામ વપરાશકર્તાઓએ મતદારના અધિકૃત પોર્ટલ એટલે કે, https://voterportal.eci.gov.in પર નોંધણી કરાવવી જરૂરી છે.
તમારા વોટરર ID કાર્ડ પરનું સરનામું અપડેટ કરવા માટે નીચેના પગલાં અનુસરો –
- “Shifted to other Place” નામનું ફોર્મ સિલેક્ટ કરો - મતદાર ID કાર્ડનો નંબર સબમિટ કરો. - સ્ક્રિન પર જોવા મળતી તમામ વિગતો ચકાસો. - તમે વિધાનસભા મતવિસ્તારની બહાર અથવા વિધાનસભા મતવિસ્તારની અંદર શિફ્ટ થયા હોવ તો યોગ્ય વિકલ્પ પસંદ કરો. - તે પછી તમારું નવું સરનામું, ફોટો અને સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો. - અંતમાં બધી વિગતો ચકાસો અને ફોર્મ સબમિટ કરો. - તમને સ્ટેટસ ટ્રેકિંગ માટે એક 'રેફરન્સ ID' મળશે.
ECI વેબસાઈટ ઉલ્લેખ કરે છે કે જો તમે એ જ મતવિસ્તારમાં રહેઠાણના અન્ય સ્થળે રહેઠાણ શિફ્ટ કરો છો, તો તમારે ફોર્મ 8A ભરવું પડશે. નામ, ફોટો, ઉંમર, EPIC નંબર, સરનામું, જન્મ તારીખ, ઉંમર, સંબંધીનું નામ, સંબંધનો પ્રકાર, જાતિમાં કોઈપણ ફેરફાર કરવા માટે તમારે ફોર્મ 8 ભરવું આવશ્યક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર