Home /News /business /

XC90: વોલ્વો કાર ઇન્ડિયાએ લૉંચ કરી એસયૂવી એક્સસી90, જાણો કિંમત અને ફીચર્સ

XC90: વોલ્વો કાર ઇન્ડિયાએ લૉંચ કરી એસયૂવી એક્સસી90, જાણો કિંમત અને ફીચર્સ

વોલ્વો એક્સસી90

Volvo XC90: આ કારમાં 'એર ક્લીનર' ટેક્નોલોજી પણ છે. કેબિનની અંદર પીએમ 2.5નું સ્તર માપવા માટે એક સેન્સર પણ આપવામાં આવ્યું છે.

    નવી દિલ્હી: સ્વીડનની વાહન ઉત્પાદક કંપની વોલ્વો કાર ઇન્ડિયા (Volvo Car India)એ ગુરુવારે પોતાની એસયૂવી એક્સસી90 (XC90)ની નવી આવૃત્તિ રજૂ કરી છે. આ કારની કિંમત 89.9 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. નવી એક્સસી90 સંપૂર્ણ રીતે નવા પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ 1,969 સીસી એન્જિન સાથે આવે છે. સાત બેઠકવાળી આ કાર ટચ સ્ક્રીન ઇન્ટરફેસ જેવી સુવિધા સાથે આવે છે. કંપનીએ કહ્યુ છે કે કારમાં 'એર ક્લીનર' ટેક્નોલોજી પણ છે. કેબિનની અંદર પીએમ 2.5નું સ્તર માપવા માટે એક સેન્સર પણ આપવામાં આવ્યું છે.

    વોલ્વો કાર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપની ડીઝલથી પેટ્રોલ (Diesel to Petrol car) કાર્સ તરફ આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. કંપની વૈશ્વિક સ્તરે કાર્બન ફુટપ્રિન્ટને ઓછું કરવાની દિશામાં છે. કંપનીએ કહ્યુ છે કે કારમાં 'એર ક્લીનર' ટેક્નોલોજી પણ છે. કેબિનની અંદર પીએમ 2.5નું સ્તર માપવા માટે એક સેન્સર પણ આપવામાં આવ્યું છે.

    આઈપીઓ લાવવાની જાહેરાત

    તાજેતરમાં જ વોલ્વો કાર્સે આઈપીઓ લાવવાની જાહેરાત કરી છે. વોલ્વો કારના માલિક ચીનના ઝેજિયાંગ જેલીએ કહ્યુ હતુ કે, આઈપીઓ માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આઈપીઓ સ્વીડનની રાજધાની સ્ટૉકહોમમાં લૉંચ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આઈપીઓ મારફતે કંપની 25 મિલિયન ડૉલર (આશરે અઢી કરોડ ડૉલર) એકઠા કરવાનું લક્ષ્ય ધરાવે છે. આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની પોતાના સંપૂર્ણ ઢાંચાને ઇલેક્ટ્રિકમાં બદલવા માટે કરશે. સાથે જ કંપની યૂરોપ, બ્રિટન, અને ચીનમાં બેટરીની સપ્લાય અને ઇલેક્ટ્રિક મોટર્સના ઉત્પાદનમાં કરશે.

    આ પણ વાંચો: Tata મોટર્સે Bank of India સાથે કર્યો કરાર, ગ્રાહકોને મળશે ખાસ સુવિધા

    XC90 કારમાં 9 ઇંચની એન્ટ્રોઇડ બેઝ્ડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. આ ઉપરાંત વૉઇસ કમાન્ડ, પાવર ટેઇલગેટ, રિયરવ્યૂ કેમેરા જેવી ફીચર્સ સામેલ છે.

    મારુતિ સુઝુકીએ લૉંચ કરી સેલેરિયો 2021

    આખરે આતુરતાનો અંત આવ્યો છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) ભારતની સૌથી કુશળ પેટ્રોલ કાર સેલેરિયો 2021 (Celerio 2021)ને 4.99 લાખ રૂપિયાની કિંમત (એક્સ શોરૂમ) સાથે લૉંચ કરી છે. કારની કિંમત 6.94 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી જાય છે. યુવા ગ્રાહકોને આકર્ષવા માટે સેલેરિયો 2021માં 7 ઇંચનું ટચસ્ક્રીન કન્સોલ, સ્ટાર્ટ અને સ્ટૉપ પુશ બટન, ઑટો એન્જીન સ્ટાર્ટ/સ્ટોપ, મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ જેવા ખાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Automobile, Volvo, કાર, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन