જિયો-એરટેલને ટક્કર આપવા વોડાફોનનો મોટો નિર્ણય, ગ્રાહકો ફાવી જશે

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 28, 2017, 12:51 AM IST
જિયો-એરટેલને ટક્કર આપવા વોડાફોનનો મોટો નિર્ણય, ગ્રાહકો ફાવી જશે
વોડાફોન

  • Share this:
વોડાફોન તેના ગ્રાહકોને નવા વર્ષની એક ખાસ ભેટ આપવા જઈ રહ્યું છે. કંપની યૂઝર્સ માટે VoLTE સેવા લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ જાણકારી આપી છે કે, આવતા મહિનાથી VoLTE સેવાની શરૂઆત કરવામાં આવશે મીડિયા અહેવાલ અનુસાર પ્રથમ તબક્કામાં VoLTE સેવા કેટલાક શહેરમાં શરૂ કરવામાં આવશે. જેમાં મુંબઈ, ગુજરાત, દિલ્હી, કર્ણાટક અને કોલકાતાના કેટલાક શહેરમાં સેવા શરૂઆત જાન્યુઆરીમાં કરી દેવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર અન્ય શહેરમાં પણ શરૂ કરવામાં આવશે. વોડાફોન વોલેટ લાવીને એરટેલ અને જિયોને ટક્કર આપશે.

વોડાફોન તરફથી મંગળવારના(26 ડિસેમ્બર) રોજ આ જાણકારી આપવામાં આવી હતી. VoLTE ટેક્નોલોજીમાં અવાજ હાઈ ડેફિનેશન કૉલિંગના માધ્યમથી તમારા સુધી પહોંચે છે, જેના કારણે VoLTE ટેક્નોલોજીમાં ફોન પર અવાજ સ્પષ્ટ સંભળાય છે.

Jio બાદ એરટેલ વોલેટ0. ટેક્નોલોજી લાવી હતી. એરટેલ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં VoLTE સર્વિસ શરૂ કરી હતી. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, ચેન્નાઈ, ગુજરાત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં VoLTE સર્વિસ આપી રહી છે. એરટેલે પણ દેશભરમાં આનો વિસ્તાર કરવાની યોજના બનાવી છે.

નિષ્ણાંતોનું માનવું છે કે ઈન્ડસ્ટ્રીમાં અત્યારે પ્રાઈસ વોર ચાલી રહ્યું છે. અત્યારે વોડાફોન અને આઈડિયા સર્કિટ સ્વિચ ટેક્નોલોજીનો ઉપયોગ વોઈસ સર્વિસ માટે કરી રહી છે, અને ડેટા 4G નેટવર્ક પર ઓફર કરવામાં આવી રહ્યો છે. VoLTEથી વોડાફોન 3G અને 2G નેટવર્ક ફ્રી થઈ જશે, જેનો ઉપયોગ અત્યારે વોઈસ સર્વિસ માટે કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જીઓ એકમાત્ર એવી કંપની છે, જે દેશભરમાં VoLTE સર્વિસ આપી રહી છે.
First published: December 28, 2017, 12:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading