Home /News /business /

Vodafone-Idea stock: વોડાફોન-આઈડિયાના શેરમાં અચાનક કેમ જોવા મળી તેજી? જાણો કારણ

Vodafone-Idea stock: વોડાફોન-આઈડિયાના શેરમાં અચાનક કેમ જોવા મળી તેજી? જાણો કારણ

વોડાફોન (પ્રતીકાત્મક તસવીર)

Vodafone-Idea share:કંપની 13 ડિસેમ્બરથી માર્ચ સુધી બૉન્ડ હોલ્ડર્સને 6000 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે. બજારમાં આ સમાચાર સામે આવતા જ ટેલીકૉમ સેક્ટરનો આ શેર ફરીથી રિચાર્જ થઈ ગયો છે.

    મુંબઈ: વોડાફોન-આઈડિયા (Vodafone-Idea)ના શેરમાં સવારથી તેજી જોવા મળી રહી છે. શેરમાં ખરીદી વધી રહી છે. તાજેતરમાં રિપોર્ટ આવ્યો છે કે વોડાફોન-આઇડિયાના બૉન્ડ હૉલ્ડર્સ (Vodafone-Idea bond holders)ને વ્યાજની ચૂકવણી સમયસર થશે. કંપની પેમેન્ટ (Payment) માટે પૈસા એકઠા કરવામાં સફળ રહી છે. કંપની 13 ડિસેમ્બરથી માર્ચ સુધી બૉન્ડ હોલ્ડર્સને 6,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે. બજારમાં આ સમાચાર સામે આવતા જ ટેલીકૉમ સેક્ટર (Telecom sector)નો આ શેર ફરીથી 'રિચાર્જ' થઈ ગયો છે.

    બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચાર પ્રમાણે કંપની પેમેન્ટ માટે પૈસા એકઠા કરવામાં સફળ રહી છે. આથી કંપની તરફથી વ્યાજની ચૂકવણી સમયસર કરવામાં આવશે. ચૂકવણી 13મી ડિસેમ્બર શરૂ થશે અને માર્ચ મહિના સુધી ચાલશે. કંપની આશરે 6,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે.

    કંપની પોતાના કેશ ફ્લો અને બેંકો પાસેથી ફંડ એકઠું કરશે. સરકારના રાહત પેકેજ બાદ કંપની ટ્રેક પર નજરે પડી રહી છે. કંપનીએ બોન્ડ પેમેન્ટની રેકોર્ડ તારીખ 20 ડિસેમ્બર નાખી છે.

    સરકારના નિર્ણયથી ટેલીકૉમ સ્ટૉક્સને થશે ફાયદો

    આ સમાચારને વધુ વિસ્તારથી આપતા સીએનબીસી-આવાજના અસીમ મનચંદાએ કહ્યુ કે, કંપનીઓને બેંક ગેરંટી પરત કરવાની શરૂઆત સરકાર દ્વારા કરવામાં આવી ચૂકી છે. જેનાથી કંપનીઓ પાસે સારી એવી રકમ હશે. જેનાથી ટેલીકૉમ સ્ટૉક્સને ફાયદો થતો નજરે પડી રહ્યો છે.

    વોડાફોન આઈડિયા તરફથી 12,000 કરોડની બેંક ગેરંટી જમા કરવામાં આવી હતી. આ રકમ સરકાર પાસેથી પરત મળવાનો રસ્તો ખુલી ગયો છે. આ બેંક ગેરંટી રકમને બેંકો પાસે રાખીને કંપની પૈસા એકઠા કરી શકે છે, જેનાથી કંપનીના બિઝનેસમાં પણ ફાયદો થવાની સંભાવના છે.

    ટેલીકૉમ મંત્રીનું નિવેદન

    અસીમે વધુમાં કહ્યુ કે, ગઈકાલે ઇન્ડિયન મોબાઈલ કૉંગ્રેસમાં ટેલીકૉમ મિનિસ્ટરના નિવેદનથી ટેલીકૉમ સેક્ટરની રોનક વધી છે. જેમાં તેમણે કહ્યુ હતુ કે કંપનીઓ નવા પ્રસ્તાવ અને સૂચનો મંત્રાલય પાસે જમા કરાવે, જે પ્રમાણે સરકાર બીજા સેટ ઑફ રિફોર્મની તૈયારી કરશે.

    આ પણ વાંચો: Penny stocks: 6 પેની સ્ટોક્સ જેમાં રોકાણકારોને એક વર્ષમાં મળ્યું 28,000% સુધી વળતર

    નિષ્ણાતનો અભિપ્રાય

    સીએનબીસી-આવાજ પર માર્કેટ નિષ્ણાત રચના વૈઘે આઈડિયાના શેરની ખરીદી કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે રોકાણકારોએ આ શેરમાં બની રહેવું જોઈએ. આ શેર 20 રૂપિયા સુધી પહોંચી શકે છે.

    આ પણ વાંચો: જોરદાર કમાણી માટે આજના 3 હોટ સ્ટૉક: 2-3 અઠવાડિયામાં થઈ શકે છે મોટી કમાણી

    ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ideas, Investment, Share market, Stock tips, Vodafone

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन