Home /News /business /Vi in Trouble: ...તો બંધ થઇ શકે છે વોડાફોન-આઇડિયા કંપની, ઈન્ડ્સ ટાવર્સ બાદ ATC લેશે એક્શન

Vi in Trouble: ...તો બંધ થઇ શકે છે વોડાફોન-આઇડિયા કંપની, ઈન્ડ્સ ટાવર્સ બાદ ATC લેશે એક્શન

વોડાફોન-આઇડિયા (પ્રતીકાત્મક તસવીર)

Vodafone Idea in trouble: વોડાફોન આઈડિયા ટેલિકોમ ઓપરેટરની સર્વિસનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે મહત્વનાં સમાચાર આવી રહ્યા છે. આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલી કંપની ટૂંક સમયમાં સર્વિસ બંધ કરે તેવી શક્યતા છે.

    મુંબઇ. Vodafone Idea in trouble: વોડાફોન ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. તાજેતરમાં ઈન્ડ્સ ટાવર્સ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે કંપની શક્ય એટલી ઝડપથી પોતાનું દેવું ચૂકવી દે અન્યથા સર્વિસ બંધ કરી દેવામાં આવશે. વોડાફોન અને આઈડિયાનાં મર્જર બાદ વીઆઈ તરીકે ઓળખાતી ટેલિકોમ ઓપરેટર કંપની જીઓના માર્કેટમાં આગમન બાદ ભારે આર્થિક સંકટમાંથી પસાર થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે જીઓના આગમન બાદ ભારતમાં ભારતી એરટેલ અને Vi આ બે જ ટેલીકોમ ઓપરેટર્સ માર્કેટમાં ટકી શક્યા હતા. અને હવે તેમાંથી વોડાફોન આઈડિયા પણ હરીફાઈમાંથી બહાર ફેંકાય જાય તેવી શક્યતા વધી ગઈ છે.

    9,000 કરોડનું દેવું


    Vi પર ટાવર કંપનીઓનું 9000 કરોડ રૂપિયાનું દેવું છે. જેમાં મુખ્ય બે કંપનીઓ ઈન્ડ્સ ટાવર્સ અને ATCનું દેવું છે. અંદાજે 9000 કરોડમાંથી 6800 કરોડ જેટલું દેવું ઈન્ડ્સ ટાવર્સ અને આશરે 2400 કરોડ જેટલું દેવું ATC પર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઈન્ડ્સ ટાવર્સની ચેતવણી બાદ કંપનીએ દેવું ચુકવવાની યોજના રજૂ કરી હતી જેમાં ડિસેમ્બર 2022 સુધીમાં દેવાની થોડી રકમ ભરપાઈ કરવાની રજુઆત કરવામાં આવી હતી અને બાકીનું દેવું જાન્યુઆરી 2023થી જુલાય 2023 સુધીમાં હપ્તા ભરીને બાકીનું દેવું વ્યાજ સહીત ચુકવશે એવી રજુઆત કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: શું મોબાઇલમાં રહેલી Mosquito Killer Apps થી મચ્છર ભાગે છે?

    હવે ATC એ પણ આપી દીધી ચેતવણી


    ઈન્ડ્સ ટાવર્સ દ્વારા વોડાફોનને સોમવારે નોટિસ આપવાંમાં આવી હતી. અને હવે ATC એટલે કે અમેરિકન ટાવર્સ કોર્પોરેશન દ્વારા પણ વોડાફોનને નોટિસ આપવાની તૈયારી કરવામાં આવી હોવાનાં સમાચાર છે. જો ATC પણ આવા પગલાં લે તો વોડાફોન-આઈડિયાને બીજો મોટો ફટકો પડી શકે છે કારણ કે અમેરિકન ટાવર્સ કોર્પોરેશન પાસે 75000 હજાર જેટલા ટાવર્સ હોવાનાં કારણે કનેક્ટિવિટીના મામલે મોટી અસર પડી શકે છે.

    ઈન્ડ્સ ટાવર્સ દ્વારા દેવું નહીં ભરાય તો નેટવર્ક બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી એવામાં હવે અમેરિકન ટાવર કોર્પોરેશન પણ જો આવા કોઈ પગલાં લે છે તો વોડાફોન આઈડિયાને મોટો ફટકો પડી શકે છે અને ટૂંકા ગાળામાં શક્યતઃ નેટવર્ક બંધ કરવાની શક્યતા પણ ઉભી થઇ શકે છે.



    આ તમામ અટકળોને કારણે નેટવર્ક ઓપરેટરની સર્વિસનો ઉપયોગ કરતા ગ્રાહકો પણ ચિંતામાં મુકાયા છે કે શું કે કંપની બંધ થઇ જશે કે કેમ? જો કે આ સવાલનો જવાબ તો આવનારો સમય જ આપી શકે છે. કારણ કે વર્ષોવર્ષ નુકસાન કરી રહેલી કંપની હાલ તો માર્કેટમાં ટકી રહેવા માટે હવાતિયાં મારી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business, Vodafone Idea, ટેકનોલોજી

    विज्ञापन
    विज्ञापन