Home /News /business /Vodafone-ideaની મુશ્કેલીઓ વધી, સરકાર નોટિસ મોકલવાની તૈયારીમાં, તો પછી સીમ કાર્ડ નહિ ચાલે!

Vodafone-ideaની મુશ્કેલીઓ વધી, સરકાર નોટિસ મોકલવાની તૈયારીમાં, તો પછી સીમ કાર્ડ નહિ ચાલે!

કંપનીએ બેંકો પાસેથી લગભગ 7000 કરોડની લોનની માંગણી કરી હતી.

Vodafone-Idea: વોડાફોન-આઇડિયાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઓછી લાઇસન્સ ફી ભરવાના મામલે ટેલિકોમ વિભાગ ટૂંક સમયમાં કંપનીને નોટિસ મોકલશે.

    Vodafone-Idea: વોડાફોન-આઇડિયાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઓછી લાઇસન્સ ફી ભરવાના મામલે ટેલિકોમ વિભાગ ટૂંક સમયમાં કંપનીને નોટિસ મોકલશે. કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં માત્ર 10% લાઇસન્સ ફી ચૂકવી છે. લાયસન્સ ફી પર Vodafone-Ideaના આ ડિફોલ્ટ અંગે હવે "કારણ બતાવો" નોટિસ મોકલવામાં આવશે.

    એવું કહેવામાં આવ્યું છે કે વોડાફોન આઈડિયાએ લાયસન્સ ફી જમા કરી નથી. જ્યારે કંપનીએ અગાઉના ક્વાર્ટરમાં પણ માત્ર 10 ટકા લાઇસન્સ ફી જમા કરી હતી. કંપનીએ અત્યાર સુધીમાં સરકારમાં 78 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. જો કે કંપનીની કુલ લાઇસન્સ ફી 780 કરોડ રૂપિયા છે. આટલું જ નહીં, કંપનીએ  સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ પણ ઓછો જમા કરાવ્યો છે.

    આ પણ વાંચો:Exclusive: ઇલેક્ટ્રિક વાહનો પર ડિસ્કાઉન્ટ ચાલુ રહેશે, બજેટમાં સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

    હવે વ્યાજ સાથે ફી ચૂકવવાનો વિકલ્પ


    હવે કંપનીએ આ રૂપિયા 1 મહિનામાં વ્યાજ સાથે ચૂકવવા પડશે. નોંધપાત્ર વાત એ છે કે, ટેલિકોમ કંપનીઓએ દર ક્વાર્ટરમાં લાયસન્સ ફી જમા કરાવવી પડશે અને વોડાફોન આઈડિયાએ 15 જાન્યુઆરી સુધીમાં સરકારને આ ફી ચૂકવવી પડશે. કંપની પાસે આગામી 15 દિવસમાં લાયસન્સ ફી વ્યાજ સાથે જમા કરવાનો વિકલ્પ છે, પરંતુ આ માટે તેણે લાઇસન્સ ફી પર વધુ વ્યાજ ચૂકવવું પડશે.


    રદ થઇ શકે લાઇસન્સ


    કંપની લાંબા સમયથી બેંકો સાથે લોન માટે વાટાઘાટો કરી રહી છે. કંપનીએ બેંકો પાસેથી લગભગ 7000 કરોડની લોનની માંગણી કરી હતી. જોકે, કંપનીને બેંકોમાંથી પૈસા મળી શક્યા નથી. સરકાર હવે ટૂંક સમયમાં કંપનીને નોટિસ મોકલી શકે છે અને જો હજુ પણ લાઇસન્સ ફી ચૂકવવામાં નહીં આવે તો સરકાર લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, Telecommunication, Vodafone Idea

    विज्ञापन
    विज्ञापन