Home /News /business /

વિદેશી કંપની આપશે 25 હજાર ભારતીય યુવાઓને રોજગાર

વિદેશી કંપની આપશે 25 હજાર ભારતીય યુવાઓને રોજગાર

મોબાઈલ કંપની વીવો ભારતનાં 25 હજાર યુવાઓને નોકરી આપવા જઈ રહી છે.

મોબાઈલ કંપની વીવો ભારતનાં 25 હજાર યુવાઓને નોકરી આપવા જઈ રહી છે.

    મોબાઈલ કંપની વીવો ઈન્ડિયાએ ભારતમાં બે ચરણોમાં 7000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની ઘોષણા કરી છે. પહેલા ફેઝમાં વીવો ઈન્ડિયાને યમુના એક્સપ્રેસ-વે ઔધોગિક વિકાસ અધિકૃતતા (YEIDA)એ ગૌતમ બુદ્ધ નગરમાં ફેક્ટરી લગાવવા માટે 169 ઍકર જમીન ફાળવી હતી.

    આ ફાળવેલ જગ્યા પર 3500 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ ચરણનાં ઈન્વેસ્ટમેન્ટની સાથે એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચરણમાં બનનારી ફેક્ટરીમાં લગભગ 25 હજાર લોકોને નોકરી મળશે. આ નોકરીઓમાં 30% નોકરીઓ સ્થાનિક લોકોને આપવામાં આવશે.



    મીડિયા રિપોર્ટ પ્રમાણે વીવો અત્યારે ગ્રેટર નોયડામાં ભાડા પર એક ફેક્ટરી ચલાવી રહ્યું છે, જ્યાં વાર્ષિક 24 લાખ મોબાઈલ ફોન બનાવવામાં આવે છે. કંપનીએ પોતાનાં વિસ્તારને ધ્યાનમાં રાખીને પોતાનું પ્રોડક્શન વધારવા માટે જમીન માટે આવેદન આપ્યું હતું. આ યોજનાથી એક વર્ષમાં 25 હજાર લોકોને નોકરી કરવાની તક મળશે.

    રિપોર્ટસ પ્રમાણે, કંપનીનાં વિસ્તારનાં બીજા ચરણમાં 200 એકર જમીનની જરૂર પડશે. જેમાં લગભગ 3500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને તેની પ્રક્રિયામાં લગભગ 15000 નોકરીઓનો ઉદભવ થશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Business, Smart phone

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन