Home /News /business /ફક્ત 977 રૂપિયામાં કરો હવાઇ યાત્રા, Vistara ની એનિવર્સરી ઓફર

ફક્ત 977 રૂપિયામાં કરો હવાઇ યાત્રા, Vistara ની એનિવર્સરી ઓફર

પ્રાઇવેટ એરલાઇન વિસ્તારા પોતાની સ્થાપનાની 7મી વર્ષગાંઠ (Vistara 7th Anniversary) મનાવી રહ્યું છે

vistara anniversary offer - વિસ્તારા એરલાઇને આજથી શરૂ થનાર 48 કલાકની વિશેષ સેલની જાહેરાત કરી

Vistara airline News: વિસ્તારા એરલાઇને આજથી શરૂ થનાર 48 કલાકની વિશેષ સેલની જાહેરાત કરી છે. વિસ્તારા એરલાઇન (Vistara airline), ટાટા સન્સ (Tata Sons) પ્રાઇવેટ લિમિટેડ અને એસઆઈએનું (SIA) સંયુક્ત ઉપક્રમ છે. પ્રાઇવેટ એરલાઇન વિસ્તારા પોતાની સ્થાપનાની 7મી વર્ષગાંઠ (Vistara 7th Anniversary) મનાવી રહ્યું છે. આ પ્રસંગે વિમાન કંપનીએ ઘણા ઓફર્સની જાહેરાત કરી છે. કંપનીએ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર વિશેષ ભાડાની જાહેરાત કરી છે. ઘરેલું હવાઇ ઉડાનનું ભાડુ ઇકોનોમી ક્લાસ માટે 977થી શરૂ થઇને 2677 રૂપિયા સુધી છે. પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસ માટે આ ભાડુ 9777 રૂપિયા છે.

જુઓ નવા ભાડાનું લિસ્ટ

નવા ભાડા અંતર્ગત તમે 13,880માં દિલ્હીથી ઢાકાનો પ્રવાસ કરી શકો છો. પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ માટે મુંબઈથી માલદીવનું ભાડુ 19,711 રૂપિયા રાખવામાં આવ્યું છે. મુંબઈ-સિંગાપુરનું બિઝનેસ ક્લાસનું ભાડું 47,981 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. વિસ્તારાની સાતમી એનિવર્સરી ઓફર (Vistara 7th Anniversary Offer) આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ માટે છે.

કર્યું આવું ટ્વિટ

એરલાઇન કંપનીએ ટ્વિટમાં કહ્યું કે આગામી સાતમી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં વિસ્તારા સાથે બુકિંગ કરતા સમયે વિશેષ ભાડાનો આનંદ લો. #AirlineIndiaTrusts સાથે પોતાની ભવિષ્યની યાત્રાની યોજના બનાવો.

આ પણ વાંચો - lpg cylinder : 634 રૂપિયામાં મળશે આ LPG સિલેન્ડર, વજનમાં પણ છે હલકો

વિસ્તારાના મતે જમ્મુ-શ્રીનગર રુટ પર 977 રૂપિયાનું ભાડુ છે. આ સિવાય બેંગલુરુ, હૈદરાબાદનું ભાડુ 1781 રૂપિયા, દિલ્હી-પટનાનું ભાડુ 1977 રૂપિયા, બેંગલુરુ-દિલ્હીનું ભાડુ 3970 રૂપિયા, મુંબઈ-દિલ્હીનું ભાડુ 2112 રૂપિયા અને દિલ્હી-ગુવાહાટીનું ભાડુ 2780 રૂપિયા રાખવામાં આવ્યું છે.

એરલાઇન કંપનીએ ટ્વિટમાં કહ્યું કે આગામી સાતમી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં વિસ્તારા સાથે બુકિંગ કરતા સમયે વિશેષ ભાડાનો આનંદ લો.


અહીંથી શરૂ કરી શકો છો ટિકિટ બુકિંગ

આ ઓફરનો લાભ લેવા માટે ટિકિટની બુકિંગ વિસ્તારાની વેબસાઇટ www.airvistara.com, આઈઓએસ અને એન્ડ્રોઇડ મોબાઇલ એપ, વિસ્તારાની એરપોર્ટ ટિકિટ ઓફિસ, કોલ સેન્ટરના માધ્યમથી, ઓનલાઇન ટ્રાવેલ એજન્સીઓ અને ટ્રાવેલ એજન્ટોના માધ્યમથી કરવામાં આવી શકે છે.

Spicejet માં 1122 રૂપિયામાં કરો ફ્લાઇટની ટિકિટ બુક

પ્રાઇવેટ સેક્ટરની વિમાન કંપની સ્પાઇસજેટ પોતાના માટે શાનદાર ઓફર (Spicejet Ticket Booking Offers) લઇને આવ્યું છે. સ્પાઇટજેટ (Spicejet)ફક્ત 1122 રૂપિયાની શરૂઆતની કિંમતમાં હવાઇ ટિકિટ બુક ((Spicejet Ticket)કરવાની તક આપી રહ્યું છે. આ ઓફર ફક્ત 5 જાન્યુઆરી સુધી જ છે. સ્પાઇસજેટે Wow Winter Sale વિન્ટર સેલની ઓફરને 5 જાન્યુઆરી સુધી વધારી દીધી છે. આ વિન્ટર સેલ ઓફર અંતર્ગત તમે ફક્ત 1122 રૂપિયાની શરૂઆતી કિંમતમાં હવાઇ ટિકિટ બુક કરાવી શકો છો.
First published:

Tags: Airline, બિઝનેસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો