રેકોર્ડ તેજી પર છે બિટકોઇન, એક Bitcoinની કિંમત 14.89 લાખ રૂપિયા થઇ

બિટકોઇન

બિટકોઇનની શરૂઆત 2009માં થઇ હતી. શરૂઆતી કેટલાક વર્ષોમાં બિટકોઇન ધીરે ધીરે વધ્યો હતો. પણ 2015 પછી તેમાં તેજી જોવા મળી અને તે દુનિયાની નજરમાં આવ્યો.

  • Share this:
    દુનિયાભરમાં ક્રિપ્ટોકરેંસી (CryptoCurrency) બિટકોઇન (Bitcoin)નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. કોરોના મહામારીના કારણે આર્થિક અનિશ્ચિતતાના આ સમયમાં ક્રિપ્ટોકરેંસી બિટકોઇન એક વાર ફરી ઓલ ટાઇમ રેકોર્ડ હાઇ પર છે. દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરેંસી 8.7 ટકાથી વધીને $19,857.03 (લગભગ 14.89 લાખ રૂપિયા) થઇ ગઇ છે. જેનાથી તેનો વર્ષ-દર-વર્ષનો વધારો 177 ટકા પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં બિટકોઇનનો ભાવ 18 હજાર ડોલર સ્તર પર પહોંચી ગયો હતો.

    ઉલ્લેખનીય છે કે ક્રિપ્ટોકરેંસી એક ડિજિટલ કરેંસી હોય છે. જે બ્લોકચેન ટેકનીક પર આધારિત છે. આ કરન્સીમાં કૂટલેખન ટેકનિકનો ઉપયોગ થાય છે. આ ટેકનીક દ્વારા કરન્સીનું આખું ટ્રાંજેક્શનની પૂરી ડિટેલ હોય છે. અને તેને હેક કરવું મુશ્કેલ છે. આ કારણે જ ક્રિપ્ટોકરેંસીમાં છેતરપીંડી થવાની સંભાવના ઓછી છે. ક્રિપ્ટોકરેંસીનું પરિચાલન કેન્દ્રીય બેંકથી સ્વતંત્ર રીતે થાય છે જે તેની મોટી ખામી છે.

    How to trade in bitcoin?
    બિટકોઇન ટ્રેડિંગ ડિજિટલ વૉલેટ દ્વારા થાય છે. બિટકોઇનની કિંમત દુનિયાભરમાં એક સમયે એક સમાન હોય છે. અને તે તેની ટ્રેડિંગ માટે જાણીતું છું. દુનિયાભરમાં તેની ગતિવિધિઓનો હિસાબ રાખવામાં આવે છે. અને બિટકોઇનની કિંમત વધતી ઘટતી રહે છે. આને કોઇ દેશ નિર્ધારિત નથી કરતો પણ તે ડિજીટલી કંટ્રોલ કરનારી કરેન્સી છે. બિટકોઇન ટ્રેડિંગનો કોઇ નિર્ધારિત સમય નથી હોતો. અને તેની કિંમતમાં ઉતાર ચડાવ જલ્દીથી આવે છે.

    બિટકોઇન કરેન્સીથી સૌથી મોટું નુક્શાન તે છે કે જો તમારું કમ્પ્યુટર હેક થઇ ગયું તો તે પાછું નથી આવતું. અને તેની ચોરીની ફરિયાદ તમે પોલીસમાં પણ નથી કરાવી શકતા.

    વધુ  વાંચો : WHO ચીફે કહ્યુ- કોરોના ક્યાંથી આવ્યો તે જાણવું ખૂબ જરૂરી, વુહાન જઈને તપાસ કરાશે

    બિટકોઇનની શરૂઆત 2009માં થઇ હતી. શરૂઆતી કેટલાક વર્ષોમાં બિટકોઇન ધીરે ધીરે વધ્યો હતો. પણ 2015 પછી તેમાં તેજી જોવા મળી અને તે દુનિયાની નજરમાં આવી ગઇ. અનેક દેશોમાં આ વર્ચ્યુઅલ કરેંસીમાં ટ્રેડિંગ કરવું કાનૂની માનવામાં આવે છે. બિટકોઇનની કિંમત હાલ સતત વધી રહી છે. અને હાલ તે 19000 ડોલરને પાર થઇ ગયું છે.

    તમને જણાવી દઇએ કે આની શરૂઆત સતોશી નાકામોતો નામના વ્યક્તિએ કરી હતી. ભારતમાં ગુપચુપ રીતે બિટકોઇનની ટ્રેડિંગ કરવામાં આવે છે. સરકારે આ મામલે હજી કોઇ નીતિઓ નથી બનાવી. સુપ્રીમ કોર્ટથી તેની મંજૂરી મળી ચૂકી છે.
    Published by:Chaitali Shukla
    First published: