પાર્ટનર સાથે સૂતા સમયે નાક બંધ નહીં કરવું પડે, અંડરવેર બાદ હવે ચાદર બની, પેટનો ગેસ કેદ થઈ જશે!

ક્યારેક નાક બંધ કરી બેસી જવું પડે છે, અથવા રૂમમાંથી બહાર ભાગવું પડે છે - પ્રતિકાત્મક તસવીર : Instagram/@meschzsleep)

ગેસ બહાર કાઢવો અથવા પાદવું (Farting) એ એકદમ કુદરતી પ્રક્રિયા (Natural Process) છે, પરંતુ આ દુર્ગંધ ક્યારેક અસહ્ય બની જાય છે. કંપની પહેલાથી જ એન્ટી ફાર્ટિંગ અન્ડરવેર બનાવી ચૂકી છે, જોઈલો શું છે કિંમત

  • Share this:
    ગેસ બહાર કાઢવો અથવા પાદવું (Farting) એ એકદમ કુદરતી પ્રક્રિયા (Natural Process) છે, પરંતુ આ દુર્ગંધયુક્ત ક્રિયાનો અનુભવ અન્ય કોઈ વ્યક્તિ માટે ક્યારેક અસહ્ય બની જાય છે. કપલ્સ, ખાસ કરીને મહિલાઓ, ઘણી વખત ફરિયાદ કરે છે કે, જ્યારે તેઓ તેમના પાર્ટનર સાથે સૂવા અથવા રોમાન્સ કરવા જાય છે, ત્યારે પાર્ટનરની દુર્ગંધયુક્ત હવા તેમનો મૂડ બગાડે (Farting during Romance) છે અથવા તેમની ઊંઘ બગાડે છે, ત્યારબાદ તેમણે નાક બંધ કરી બેસી જવું પડે છે, અથવા રૂમમાંથી બહાર ભાગવું પડે છે. એક કંપનીએ આ સમસ્યા હલ કરી દીધી છે. કંપનીએ એવી ચાદર બનાવી છે, જેના પછી કોઈએ શરમ અનુભવવી પડશે નહીં કે સૂતી વખતે તેમના પાર્ટનર પાસેથી દુર્ગંધ (Foul Smell) પણ નહીં આવે!

    ઇંગ્લેન્ડ (England)માં શ્રેડીઝ (Shreddies) નામની કંપની છે જેણે ખૂબ જ અદભૂત શોધ કરી છે. કંપનીએ એવી ચાદર (Farting Bedsheets) બનાવી છે, જે પેટમાંથી નીકળતા ગેસને બહાર આવવા દેતી નથી, જેના કારણે ગેસ હવામાં ફેલાતી નથી અને ચાદરમાં જ ફસાયેલી રહે છે. કંપનીનું કહેવું છે કે, આ ચાદર સાથે સૂતા લોકોને બાજુમાં સૂતી વ્યક્તિને દુર્ગંધયુક્ત હવાની ગંધ નહીં આવે અને તેઓ શાંતિથી સૂઈ શકે.

    મિરર વેબસાઇટના અહેવાલ મુજબ, કંપનીએ (Flatulence Filtering Duvet Cover) ડુવેટ કવર અને અંડરશીટ બનાવી છે, જેમાં કાર્બન પેનલ બનાવવામાં આવે છે. આ કાર્બન પેનલ્સ ગેસને બહાર નીકળતા અટકાવે છે. કંપનીની વેબસાઇટ અનુસાર, આ બેડશીટ, જે એન્ટિ ફ્લેટ્યુલેન્સ શીટ્સ તરીકે પ્રખ્યાત છે, તેની કિંમત આશરે 18,000 રૂપિયા છે અને તે ડબલ બેડ, કિંગ સાઇઝ બેડ અને સુપર કિંગ સાઇઝ બેડ માટે ઉપલબ્ધ છે.

    કંપની પહેલાથી જ એન્ટી ફાર્ટિંગ અન્ડરવેર બનાવી ચૂકી છે

    આ પહેલીવાર નથી જ્યારે કંપનીએ બજારમાં આવી પ્રોડક્ટ લોન્ચ કરી હોય. અગાઉ, આ જ કંપનીએ પુરુષો અને મહિલાઓ માટે એન્ટિ-ફ્લોટ્યુલન્ટ અન્ડરવેર, અન્ડરપેન્ટ્સ, પાયજામા, જીન્સ વગેરે પણ બનાવ્યા છે, જેમાં તેઓ ગેસ છોટીને બહાર આવતો નથી અને આવી સ્થિતિમાં કોઈ જાહેર સ્થળે શરમજનક અનુભવ થવાથી બચી શકાય છે. આ અન્ડરવેરની કિંમત આશરે 2500 રૂપિયા થી 12 હજાર રૂપિયા છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એક સામાન્ય માણસ રાત્રે સૂતા સમયે 20 વખત ગેસ છોડે છે. આ કારણે, આ ઉત્પાદન ખૂબ અસરકારક છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ પ્રોડક્ટ્સ લોન્ચ થયા બાદ તેમનું વેચાણ પણ ઘણું વધી ગયું છે અને ઘણા લોકો તેને ખરીદી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published: