વિક્રમ સંવત 2078ની શુભ શરૂઆત, આ 10 શેર 3-4 અઠવાડિયામાં કરાવી શકે છે બે આંકડામાં કમાણી

શેર બજાર ટીપ્સ

Stock tips: દિગ્ગજોએ સૂચવ્યા 10 શેર જેમાં 3-5 અઠવાડિયામાં મોટી કમાણી થઈ શકે છે. જાણો કયા કયા શેર છે સામેલ.

  • Share this:
    મુંબઈ: ચોથી નવેમ્બરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ (Muhurat trading 2021)માં શેર બજારે (Indian Share Market) વિક્રમ સંવત 2078ની હકારાત્મક નોંધ સાથે શરૂઆત કરી હતી. સતત બે અઠવાડિયાથી તૂટી રહેલા બજારમાં એક ટકાથી વધારે તેજી જોવા મળી હતી. નિફ્ટી 17,900 બંધ રહેવામાં સફળ રહ્યો હતો. ચોથી નવેમ્બરના રોજ નિફ્ટી (Nifty)એ એક બુલિશ કેન્ડલ બનાવી હતી, જે વીકલી ચાર્ટ પર એક ઇનસાઇડ પેટર્ન અને બિયરિશ કેન્ડલ ફોર્મેશનથી મળતી આવે છે. આ ફોર્મેશન ડેલી ચાર્ટ પર ડોઝી પેટર્નથી પણ મળતી આવે છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આગામી દિવસોમાં બજાર એક દાયરામાં બિઝનેસ કરશે. જો નિફ્ટી 18,000-18,100ની ઉપર બંધ રહેશે તો માર્કેટ ફરી એકવાર રેકોર્ડ હાઈ પર જઈ શકે છે.

    Angel Oneના સમીત ચવ્હાણનું કહેવું છે કે જ્યાં સુધી નિફ્ટી ક્લૉજિંગ આધારે 18,000-18,100 નીચે રહેશે ત્યાં સુધી બહુ આક્રમક બનીને લૉંગ પોઝિશન ન લો. જો બીજી તરફ નિફ્ટીમાં કોઈ ઘટાડો આવે છે તો આ ઘટાડો 17,450 અને ત્યારપછી 17,200-17,000ના સ્તર સુધી જઈ શકે છે, તેનો ઇન્કાર ન કરી શકાય. તેમણે કહ્યુ કે, ચાલુ અઠવાડિયું બજાર માટે મહત્ત્વનું બની રહેશે, જે બજારનું નજીકનું ભવિષ્ય નક્કી કરશે.

    સેમકો સિક્યોરિટીઝનાં એશા શાહનું કહેવું છે કે નિફ્ટી પર સતત દબાણી બની રહ્યું છે. તે 18,000 નીચે રહેશે ત્યાં સુધી તેના પર દબાણ બનેલું રહેશે. જો નિફ્ટી 17,600ની નીચે રહે છે તો તેનો આગામી સપોર્ટ 17,350 નીચે નજરે પડી રહ્યો છે. અમારું માનવું છે કે ટૂંકા ગાળામાં બજારમાં કમજોરી ચાલુ રહેશે.

    ટૂંકા ગાળામાં આ શેર કરાવી શકે છે મોટી કમાણી:

    Anand Rathi Sharesના Mehul Kothariની પસંદગીના શેર

    Eicher Motors: Buy | LTP: Rs 2,661.6 | આ શેરમાં 2,470 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 3,000 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેરમાં 3-5 અઠવાડિયામાં 12.7 ટકા સુધી વળતર મળી શકે છે.

    IDFC First Bank: Buy | LTP: Rs 51.10 | આ શેરમાં 45 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 60 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેરમાં 3-5 અઠવાડિયામાં 17.4 ટકા સુધી વળતર મળી શકે છે.

    PC Jeweller: Buy | LTP: Rs 28 | આ શેરમાં 26 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 35 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેરમાં 3-5 અઠવાડિયામાં 25 ટકા સુધી વળતર મળી શકે છે.

    આ પણ વાંચો: IndusInd Bankના શેરમાં કેમ બોલી ગયો કડાકો? જાણો આખો મામલો

    GEPL CAPITALના કરણ પઈની પસંદગીના શેર

    Sobha: Buy | LTP: Rs 950.60 | આ શેરમાં 850 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1127 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેરમાં 3-5 અઠવાડિયામાં 18.6 ટકા સુધી વળતર મળી શકે છે.

    L&T: Buy | LTP: Rs 1,908.95 | આ શેરમાં 1730 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2258 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેરમાં 3-5 અઠવાડિયામાં 18.3 ટકા સુધી વળતર મળી શકે છે.

    Jammu & Kashmir Bank: Buy | LTP: Rs 45.25 | આ શેરમાં 38 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 55.35 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેરમાં 3-5 અઠવાડિયામાં 18 ટકા સુધી વળતર મળી શકે છે.

    Kotak Securitiesના શ્રીકાંત ચવ્હાણની પસંદગીના શેર

    SBI Cards & Payment Services: Buy | LTP: Rs 1,120.60 । આ શેરમાં 1,020 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,250 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેરમાં 3-5 અઠવાડિયામાં 11.5 ટકા સુધી વળતર મળી શકે છે.

    આ પણ વાંચો: Nykaa આઈપીઓ: શેરની ફાળવણી આજે, તમારા ખાતામાં શેર જમા થયા કે નહીં તે આ રીતે તપાસો

    Titan Company: Buy | LTP: Rs 2,431.75 | આ શેરમાં 2,330 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,700 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેરમાં 3-5 અઠવાડિયામાં 11 ટકા સુધી વળતર મળી શકે છે.

    Mahindra & Mahindra: Buy | LTP: Rs 872.85 | આ શેરમાં 840 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 940 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેરમાં 3-5 અઠવાડિયામાં 7.7 ટકા સુધી વળતર મળી શકે છે.

    આ પણ વાંચો: Paytm IPO: દેશનો સૌથી મોટો આઈપીઓ ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ? જાણો નિષ્ણાતોએ શું સલાહ આપી 

    CapitalVia Global Researchના Vijay Dhanotiyaની પસંદગીના શેર

    Delta Corp: Buy | LTP: Rs 282.10 | આ શેરમાં 240 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 350 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેરમાં 3-5 અઠવાડિયામાં 24.1 ટકા સુધી વળતર મળી શકે છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી ટીપ્સ જે તે બ્રોકરેજ હાઉસની છે. શેર બજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી સલાહભર્યું છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદીની કોઈ સલાહ આપવામાં નથી આવતી.)
    Published by:Vinod Zankhaliya
    First published: