Home /News /business /

વિક્રમ સંવત 2078: નવા વર્ષે આ સેક્ટર્સ પર રાખો નજર, ખુલી શકે છે નસિબના દરવાજા

વિક્રમ સંવત 2078: નવા વર્ષે આ સેક્ટર્સ પર રાખો નજર, ખુલી શકે છે નસિબના દરવાજા

શેર બજાર (તસવીર બીએસઈ બિલ્ડિંગ )

Vikram samvat 2078: છેલ્લા એક વર્ષમાં સ્ટૉક માર્કેટમાં રોકાણકારોએ ખૂબ કમાણી કરી છે. અસંખ્ય નવા ડીમેટ ખાતા (Demat accounts) પણ ખુલ્યા છે.

  મુંબઈ: છેલ્લા એક વર્ષ દરમિયાન શેર બજાર (Indian share Market)માં રેલી જોવા મળી હતી. આ દરમિયાન સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) નવી ઊંચાઈ પર પહોંચ્યા હતા. એક વર્ષ દરમિયાન નિફ્ટીએ 40%થી વધારે રિટર્ન આપ્યું છે. બીજા સેક્ટર પણ પાછળ રહ્યા ન હતા. બજારમાં એકંદરે તેજી જોવા મળી હતી. છેલ્લા એક વર્ષમાં સ્ટૉક માર્કેટમાં રોકાણકારોએ ખૂબ કમાણી કરી છે. અસંખ્ય નવા ડીમેટ ખાતા (Demat accounts) પણ ખુલ્યા છે. આ કારણે બજારમાં ખૂબ તરલતા આવી છે.

  હવે આપણે નવા વર્ષ એટલે કે વિક્રમ સંવત 2078 (Vikram samvat 2078)માં પ્રવેશ કરી રહ્યા છીએ. આ પ્રસંગે શુભ સંકેત એ છે કે હજુ પણ માર્કેટમાં તેજી ચાલુ છે. આ પ્રસંગે મનીકંટ્રોલે બજારના દિગ્ગજો સાથે આગામી એક વર્ષ કેવું રહેશે તે વિશે વાતચીત કરી હતી. તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે વિક્રમ સંવત 2078 દરમિયાન કયા સેક્ટરો ચર્ચામાં રહી શકે છે.

  મનીકંટ્રોલ સાથે વાતચીત કરતા એક્સિસ સિક્યોરિટીના નીરજ છદાવરે (Neeraj Chadawar) કહ્યુ કે સંવત 2078 બેલેન્સશીટ લિવરેજનું વર્ષ હશે. આ વર્ષે આપણને કંપનીઓના નફામાં સારો એવો વધારો જોવા મળશે. તેમના કહેવા પ્રમાણે ભારતીય ઇક્વિટી બજાર (Indian equity market)નું ભવિષ્ય ખૂબ સારું છે. આગામી બે વર્ષમાં નિફ્ટી અર્નિંગમાં 20%થી વધારે વિકાસ જોવા મળી શકે છે.

  આ પણ વાંચો: દિવાળી મુહૂર્ત ટ્રે઼ડિંગ: એક કલાક માટે ખુલશે માર્કેટ, મોટા રોકાણકારો શા માટે પ્રથમ ઓર્ડર ખરીદીનો આપે છે? 

  તેમનું કહેવું છે કે વિક્રમ સંવત 2078માં હાઉસિંગ, બેન્કિંગ સેક્ટરમાં સારી એવી તેજી જોવા મળશે. મિડ અને સ્મૉલકેપ શેરોમાં પણ સારું પ્રદર્શન જોવા મળી શકે છે. રસીકરણ અભિયાનમાં તેજી આવવાને પગલે ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટર પણ ચર્ચામાં રહેશે. તેમનું કહેવું છે કે સરકાર ઇન્ફ્રા પર ખર્ચ વધારી રહી છે, એટલે ભવિષ્યમાં ઇન્ફ્રા શેરોમાં પણ તેજી જોવામાં મળી શકે છે. ડિજિટલ અને ક્લાઉડ ટેક્નોલૉજી ક્ષેત્રમાં વેપાર કરતી કંપનીઓમાં લાંબા ગાળાનો વિચાર કરીને રોકાણ કરવાની સલાહ છે.

  આ પણ વાંચો: Nykaa IPO: નાયકાના શેર લાગ્યા કે નહીં તે આ રીતે કરી ચેક, જાણો ગ્રે માર્કેટમાં શેરનો ભાવ

  Geojit Financial Servicesના વિનોદ નાયરનું કહેવું છે કે આવતા વર્ષે FMCG સેક્ટરમાં ખૂબ સારું પ્રદર્શન જોવા મળશે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવનારી માંગ, સારું ચોમાસું, MSPમા વધારો તેમજ શહેરી વિસ્તારોમાંથી માંગમાં થઈ રહેલો સુધારો અમુક એવા કારણ છે જેનાથી એફએમસીજી સેક્ટરને સમર્થન મળશે. તેમનું એવું પણ કહેવું છે કે દેશમાં કોરોનાના કેસ ઘટવાથી અને રસીકરણ અભિયાન તેજ બનવાથી ટ્રાવેલ અને ટૂરિઝમ શેરોને ફાયદો થશે. હોટલ શેર્સને પણ તેનો ફાયદો મળશે.

  ફાર્મા સેક્ટર વિશે વાત કરતા તેમણે કહ્યુ કે, આ સેક્ટરનું લૉંગ ટર્મ આઉટલુક ખૂબ મજબૂત છે. એક વખત કન્સોલિડેશન પૂર્ણ થયા બાદ ફાર્મા શેરોમાં તેજી આવતી જોવા મળશે. આ ઉપરાંત વિનોદ નાયર પાવર શેર્સ પર પણ બુલિશ છે. તેમનું કહેવું છે કે જે કંપનીઓ renewable energy પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે તેમને ફાયદો થશે.

  આ પણ વાંચો: દિવાળી પછી ખુલશે દેશનો સૌથી મોટો IPO: જાણો ગ્રે માર્કેટમાં Paytmના એક શેરની કિંમત

  HDFC Securitiesના દીપક જસાણીનું કહેવું છે કે PSU શેર્સમાં હજુ પણ દમ બાકી છે. આગળ આપણને સરકારી અને પ્રાઇવેટ બંને બેંકોમાં તેજી જોવા મળશે. આ ઉપરાંત ઑટો અને કેપિટલ ગુડ્સમાં પણ નવા વર્ષમાં સારું પ્રદર્શન કરી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: New year, Share market, નિફ્ટી, સેન્સેક્સ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन