બેંક બેલેન્સ રાખો તૈયાર! આવતા અઠવાડિયે ખુલશે Vijaya Diagnostic નો IPO

પ્રતીકાત્મક તસવીર

Vijaya Diagnostic IPO: કંપનીનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ હશે, જેમાં પ્રમોટર અને વર્તમાન ઇન્વેસ્ટર પોતાની હિસ્સો વેચશે.

  • Share this:
    મુંબઈ: હેલ્થકેર ચેન Vijaya Diagnostic નો IPO (Initial public offer) આવતા અઠવાડિયે ખુલશે. કંપનીએ આ માટે 522-531 રૂપિયા પ્રાઇસ બેન્ડ (Vijaya Diagnostic price band) પ્રતિ શેર રાખી છે. આ આખો આઇપીઓ સંપૂર્ણ રીતે ઑફર્સ ફૉર સેલ (OFS) હશે. જેમાં પ્રમોટર અને વર્તમાન ઇન્વેસ્ટર પોતાનો હિસ્સો વેચશે.

    IPOમાં પ્રમોટર એસ સુરેન્દ્રનાથ રેડ્ડી અને ઇન્વેસ્ટર્સ કરાકોરમ લિમિડેટ અને કેદારા કેપિટલ ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરફથી 35% ભાગીદારી વેચવામાં આવશે. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે Vijaya Diagnostic ના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 35-40 રૂપિયાની રેન્જમાં છે. કંપનીની યોજના અપર પ્રાઇસ બેન્ડ લેખે 1,895 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. કંપનનીના શેરનું લિસ્ટિંગ 14 સપ્ટેમ્બરના રોજ થઈ શકે છે.

    IPO નો 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 35% હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર્સ માટે અનામત રાખવામાં આવ્યો છે. બાકીનો 15% હિસ્સો નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે અનામત રાખવામાં આવ્યો છે.

    કેદાર કેપિટલના ફન્ડિંગવાળી Vijaya Diagnostic પોતાના નેટવર્ક મારફતે પેથોલૉજી અને રેડિયોલૉજી ટેસ્ટિંગ સેવા આપે છે. કંપની પાસે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 રેફરન્સ લેબોરેટરી છે.

    આ પણ વાંચો: લોકોના ભરોસાનો શેર: 10 વર્ષમાં આપ્યું 11,158% વળતર, 1 લાખ બની ગયા 1.12 કરોડ રૂપિયા

    ગત નાણાકીય વર્ષમાં કંપનીનો નફો વધીને 84.91 કરોડ રૂપિયા રહ્યો હતો. તેની કુલ આવકમાં પણ વધારો થયો છે. કંપનીની કુલ આવક 388.59 કરોડ રૂપિયા રહી હતી. IPO માટે ICICI સિક્યુરિટીઝ, ઇડલવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસિઝ અને કોટલ મહિન્દ્રા કેપિટલ કંપનીની ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

    ગત અઠવાડિયે નુવોકો વિસ્ટાર કોર્પો.ના શેરનું 17% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ

    ગત અઠવાડિયે દેશની પાંચમી સૌથી મોટી સીમેન્ટ કંપની Nuvoco Vistasના શેરનું આજે લિસ્ટિંગ (Listing) BSE અને NSE પર લિસ્ટિંગ થયું હતું. કંપનીના શેરનું ઇશ્યૂ ભાવથી 17.37%ના ઘટાડા (Nuvoco Vistas shares debut at a 17% discount) સાથે લિસ્ટિંગ થયું હતું. કંપનીના શેરનો ઇશ્યૂ ભાવ 570 રૂપિયા હતો. બીએસઈ (BSE) પર કંપનીનો શેર 471 રૂપિયા સાથે ખુલ્યો હતો, જ્યારે NSEમાં શેરનો ભાવ 485 રૂપિયા ખુલ્યો હતો. નુવોકો વિસ્ટાસ શેર બજાર પર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થનારી તાજેતરની બીજી કંપની બની છે. આ પહેલા કારટ્રેડ ટેકના શેર ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયા હતા.

    Nuvoco Vistasનો આઈપીઓ 1.71 ગણ ભરાયો હતો. કંપનીનો આઈપીઓ નવમી ઓગસ્ટના રોજ ખુલ્યો હતો અને 11 ઓગસ્ટના રોજ બંધ થયો હતો. ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હિસ્સો 4.23 ગણો ભરાયો હતો. જ્યારે નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (NIB)નો હિસ્સો 66 ટકા ભરાયો હતો. રિટેલ ઇન્વેસ્ટર્સે (Retain investors) ફક્ત 83 ટકા શેર માટે બોલી લગાવી હતી. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: