નવી દિલ્હી. જો તમે પણ સપ્ટેમ્બર મહિનામાં (IPOs in September 2021) કોઈ આઇપીઓમાં પૈસા લગાવવાનો (Invest in IPO) પ્લાન બનાવી રહ્યા છો તો આપના માટે સારા સમાચાર છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ બે કંપનીઓના આઇપીઓ (IPO) આવવાના છે. આ આઇપીઓના માધ્યમથી રોકાણકારો (Investers) રોકાણ કરીને કમાણી (Earn Money) કરી શકે છે. હેલ્થકેર ચેન વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર પોતાનો આઇપીઓ (Vijaya Diagnostic IPO) લઈને આવી રહી છે.
આ ઉપરાંત, કેમિકલ બનાવનારી કંપની એમી ઓર્ગેનિક્સનો પણ આઇપીઓ (Ami Organics IPO) બજારમાં લિસ્ટ થવા જઈ રહ્યો છે. નોંધનીય છે કે, બંને કંપનીઓના આઇપીઓ 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી ઓપન રહેશે.
વિજયા ડાયગ્નોસ્ટિક આઇપીઓ (Vijaya Diagnostic IPO)
હેલ્થકેર ચેન વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (Vijaya Diagnostic Centre) અને સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ એમી ઓર્ગનિક્સ (Ami Organics)ની પબ્લિક ઓફર 1-3 સપ્ટેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ખુલશે. વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટરના આઇપીઓનો પ્રાઇઝ બેન્ડ 522-531 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. તે સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હશે જેમાં પ્રમોટર અને ઇન્વેસ્ટર્સ 35,688,064 ઇક્વિટી શૅર્સ વેચશે.
એમી ઓર્ગેનિક્સનો (Ami Organics) ઇશ્યૂ ખુલી રહ્યો છે. કંપનીએ IPO માટે પ્રાઇઝ બેન્ડ પણ નક્કી કરી દીધો છે. ઇશ્યૂ માટે શૅરની કિંમત 603-610 રૂપિયા હશે. અપર પ્રાઇઝ બેન્ડના હિસાબથી Ami Organicsએ પોતાના IPOના માધ્યમથી 570 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી છે. Ami Organicsના IPOમાં 200 કરોડના નવા શૅર ઇશ્યૂ કરવામાં આવશે. કંપનીએ આઇપીઓની સાઇઝ 100 કરોડ રૂપિયા ઓછી કરી છે.
Ami Organicsના IPO માટે શૅરની કિંમત 603-610 રૂપિયા હશે. બીજી તરફ, તેમાં એક લૉટ 24 શૅરોનો હશે. એક લોટ ખરીદવો જરૂરી છે. અપર પ્રાઇઝ બેન્ડના હિસાબથી આ ઇશ્યૂમાં ઓછામાં ઓછું 14640 રૂપિયાનું રોકાણ કરવું પડશે.