Vijaya Diagnostics IPO: વિજયા ડાયગ્નોસ્ટિકનો IPO ખુલ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

પ્રતીકાત્મક તસવીર

Vijaya Diagnostic Center IPO opens: વિજયા ડાયગ્નોસ્ટિક ખૂબ ઝડપથી આગળ વધી રહેલી ડાયગ્નોસ્ટિક ચેન છે. દક્ષિણ ભારતમાં કંપનીનો ખૂબ દબદબો છે.

  • Share this:
    મુંબઈ. Vijaya Diagnostic IPO: વિજયા ડાયગ્નોસ્ટિક આઈપીઓ પહેલી સપ્ટેમ્બર એટલે કે આજે ખુલ્યો છે અને ત્રીજી સપ્ટેમ્બરના રોજ બંધ થશે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આ આઈપીઓ (IPO) મોંઘો છે. જોકે, અમુક નિષ્ણાતો તેને ભરવાની પણ સલાહ આપી રહ્યા છે. Vijaya Diagnostics માટે પ્રાઇસ બેન્ડ (Price band) 522-531 રૂપિયા છે. હૈદરાબાદની આ કંપની આઈપીઓ મારફતે 1895 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. ફિસ્કલ વર્ષ 2021ના 8.26 રૂપિયાના એડજસ્ટેડ EPS આધારે કંપનીનું લિસ્ટિંગ 64.26 P/E પર થઈ શકે છે. આ હિસાબે કંપનીની માર્કેટ કેપ 5,114 કરોડ રૂપિયા થઈ શકે છે. કંપનીની પ્રતિસ્પર્ધી ડૉક્ટર લાલ પેથલેબનો P/E 80.66 અને મેટ્રોપોલિસ હેલ્થકેરનો P/E 56.55 છે.

    ET પ્રમાણે Marwadi Shares and Finance તરફથી કંપનીના ઇશ્યૂનો સબ્સક્રાઇબ કરવાની સલાહ આપવામાં આવી છે. Vijaya Diagnostics ખૂબ ઝડપથી આગળ વધી રહેલી ડાયગ્નોસ્ટિક ચેન છે. દક્ષિણ ભારતમાં કંપનીનો ખૂબ દબદબો છે. કંપની દેશના આગળ વધી રહેલા ડાયગ્નોસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીના ગ્રોથનો સારો એવો ફાયદો ઉઠાવી શકે છે.

    જોકે, અમુક નિષ્ણાતોનું માનવું છે કે IPOની કિંમત વધારે છે. આ સંપૂર્ણ રીતે ઑફર ફૉર સેલ છે. આથી પબ્લિક ઑફર્સના નબળા લિસ્ટિંગને જોઈને રોકાણથી બચવું જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે વિજયા ડાયગ્નોસ્ટિકના આઈપીઓના લિસ્ટિંગથી રોકાણકારોને વધારે ફાયદો મળવાની આશા નથી.

    ઇશ્યૂ ખુલતા પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 566.12 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. કંપનીએ 31 ઓગસ્ટના રોજ 41 ઇન્વસ્ટર્સને 1,06,61,418 શેર ફાળવીને 566.12કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. કંપનીએ 531 રૂપિયા પ્રતિ શેર લેખે ઇક્વિટી શેર આપ્યા છે.

    કંપનીએ ઇશ્યૂનો 50% હિસ્સો ક્વૉલીફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 35% હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર્સ અને 15% હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે અનામત રાખ્યો છે.

    કેદાર કેપિટલની ફન્ડિગ વાળી Vijaya Diagnostic પોતાના મોટા નેટવર્ક મારફતે પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટિંગ સેવા આપે છે. કંપની પાસે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કોલકાતા અને એનસીઆરમાં 80 ડાયગ્નોસ્ટિક સેન્ટર અને 11 રફરન્સ લેબોરેટ્રી છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીનો નફો વધીને 84.91 કરોડ રૂપિયા હતો. કંપનીની કુલ આવકમાં પણ વધારે નોંધાયો હતો, જે 388.59 કરોડ રૂપિયા હતી.

    આ પણ વાંચો: સુરતની એમી ઓર્ગેનિક્સનો IPO ખુલ્યો: જાણો રોકાણ કરવું કે નહીં અને ગ્રે માર્કેટ પ્રીમિયમ

    વિજયા ડાયગ્નોસ્ટિક આઇપીઓ (Vijaya Diagnostic IPO)

    હેલ્થકેર ચેન વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (Vijaya Diagnostic Centre)નો IPO 1-3 સપ્ટેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ખુલશે. વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટરના આઇપીઓનો પ્રાઇઝ બેન્ડ 522-531 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. આ આઈપીઓ સંપૂર્ણપણે ઑફર ફૉર સેલ (OFS) હશે, જેમાં પ્રમોટર અને ઇન્વેસ્ટર્સ 35,688,064 ઇક્વિટી શૅર્સ વેચશે.

    કેટલું રોકાણ કરવું પડશે: 14,616 રૂપિયા
    પ્રાઇઝ બેન્ડ: 522-531 રૂપિયા
    લૉટ સાઇઝ: 28 શૅર
    Published by:Vinod Zankhaliya
    First published: