1 એપ્રિલથી બદલાઇ જશે આ બેંકની ચેકબૂક અને ATM કાર્ડ

1 એપ્રિલથી, બેન્ક ઓફ બરોડા(BoB)માં દેના બેન્ક અને વિજયા બેંકનું મર્જર અસરકારક રહેશે.

1 એપ્રિલથી, બેન્ક ઓફ બરોડા(BoB)માં દેના બેન્ક અને વિજયા બેંકનું મર્જર અસરકારક રહેશે.

 • Share this:
  1 એપ્રિલથી, બેન્ક ઓફ બરોડામાં દેના બેન્ક અને વિજયા બેંકનું વિલીનીકરણ અસરકારક રહેશે. દેના અને વિજયા બેંકના ગ્રાહકોના બેંક ખાતાઓ હવે બેન્ક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ નિર્ણય સામાન્ય ગ્રાહકોને અનેક કામ કરવા માટે મદદ કરશે. આ ફેરફારો એકાઉન્ટ પાસબુક, ચેકબુક્સ અને એટીએમ પર કરવામાં આવશે.

  વિલીનીકરણ પહેલા BoBમાં રૂ. 5,042 કરોડ રુપિયા રોકશે સરકાર બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકના વિલીનીકરણ પહેલાં સરકારે તેમાં રૂ. 5,042 કરોડ મૂડી મૂકવાનો નિર્ણય લીધો છે. શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં બેંકે બુધવારે જણાવ્યું હતું કે સૂચનાના માધ્યમથી બેન્ક ઓફ બરોડામાં 5,042 કરોડ રૂપિયાની મૂડી ભરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો :  માર્ચ પૂર્ણ થાય એ પહેલા પતાવી લેજો આ જરુરી કામ, થઇ શકે છે નુકસાન!

  ગ્રાહકો પર શું અસર થશે

  >> ગ્રાહકો નવા ખાતા નંબર અને ગ્રાહક આઈડી મળી શકે છે.
  >> ગ્રાહકોને નવા ખાતા નંબર અથવા આઇએફએસસી કોડ મેળશે, તેમને નવી માહિતી આવકવેરા વિભાગ, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ, રાષ્ટ્રીય પેન્શન સ્કીમ (એનપીએસ) વગેરેમાં અપડેટ કરવી પડશે.
  >> ગ્રાહકોને એસઆઈપી અથવા લોન ઇએમઆઈ માટે નવા સૂચના ફોર્મ ભરવા પડશે.

  >> નવી ચેકબુક, ડેબિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરી શકાય છે.
  >> ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) અથવા રિકરિંગ ડિપોઝિટ (આરડી) પર ચૂકવાતા વ્યાજમાં કોઈ ફેરફાર નહીં થાય.
  >>જે વ્યાજદર, હોમ લોન, વ્હીકલ લોન, પર્સનલ લોન લીધેલી છે તે વગેરેમાં કોઈ ફેરફાર નહીં થાય.
  >> કેટલીક શાખાઓ બંધ થઈ શકે છે, તેના માટે ગ્રાહકોને નવી શાખાઓ પર જવું પડશે.

  જો સ્ટોકમાં રોકાણ હોય તો શું થશે

  શેર સ્ટોક નક્કી થઇ ગયા છે. આનો અર્થ એ થયો કે દેના બેંક અને વિજ્યા બેંકના ગ્રાહકો બેંક ઑફ બરોડાના શેર મળશે. બેન્ક ઑફ બરોડાના ફિક્સ્ડ શેર રેશિયો હેઠળ વિજયા બેંક બેન્કના શેરધારકોને 1000 શેરને બદલે બેંક ઓફ બરોડામાં 402 શેર જારી કરવામાં આવશે. દેના બેન્કના શેરહોલ્ડરોને 1000 શેરની જગ્યાએ બોઓબીના 110 શેર મળશે.
  Published by:Bhoomi Koyani
  First published: