ત્રણ મોટી બેંક થશે એક, બેંક ઓફ બરોડા, વિજ્યા, અને દેના બેંકનો વિલયઃ કેન્દ્ર

News18 Gujarati
Updated: September 17, 2018, 8:48 PM IST
ત્રણ મોટી બેંક થશે એક, બેંક ઓફ બરોડા, વિજ્યા, અને દેના બેંકનો વિલયઃ કેન્દ્ર
કેન્દ્ર સરકારે દેશની ત્રણ મોટી બેંકોના વિલયનો નિર્ણય લીધો છે. દેના બેંક, બેંક ઓફ બરોડા અને વિજ્યા બેંકને વિલય કરી એક નવી બેંક બનાવવામાં આવશે.

કેન્દ્ર સરકારે દેશની ત્રણ મોટી બેંકોના વિલયનો નિર્ણય લીધો છે. દેના બેંક, બેંક ઓફ બરોડા અને વિજ્યા બેંકને વિલય કરી એક નવી બેંક બનાવવામાં આવશે.

  • Share this:
કેન્દ્ર સરકારે દેશની ત્રણ મોટી બેંકના વિલય કરવાનો નિર્ણય કર્યો છે, દેના બેંક, બેંક ઓફ બરોડા અને વિજ્યા બેંકના વિલય કરવામાં આવશે જે દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે, આ વાતની જાણકારી નાણાકીય સેવાના સચિવ રાજીવ કુમારે આપી છે.

રાજીવ કુમારે કહ્યું કે બેંકિંગ સેક્ટરમાં સુધાર માટે પ્રભાવી પગલા લેવામાં આવશે. બેંકિંગ સેક્ટરમાં મૂળભુત સુધાર કરવામાં આવશે. વિલય પર ચર્ચા કરતાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે કર્મચારીઓએ આ વિલયથી ચિંતા કરવાની જરૂર નથી. કોઇપણ કર્મચારીને કોઇપણ મુશ્કેલી પડશે નહીં, તેઓએ કહ્યું કે તમામ કર્મચારી માટે આ સારી ખબર છે.

એનપીએ પર જેટલીએ જણાવ્યું કે 2008 પહેલા 18 લાખ કરોડની લોન હતી, 2008થી 2014 બાદ તે 55 લાખ કરોડ પહોંચી ગઇ છે, 2008થી 2014 વચ્ચે વધુ લોનને કારણે અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે, યુપીએ સરકારએ એનપીએને છુપાવવાનો પ્રયાસ કર્યો છે, જાણકારી પ્રમાણે એનપીએ 8.5 લાખ કરોડનો હતો, પરંતુ 2.5 લાખ કરોડ અંગે સૂચના આપવામાં આવી. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે એનપીએની વાસ્તવિક તસવીર તો 2015માં સામે આવી છે, યુપીએની સરકારએ એનપીએને કાર્પેટની નીચે છૂપાવી રાખ્યો હતો.
First published: September 17, 2018
વધુ વાંચો
अगली ख़बर