ભારતમાંથી ફરાર થઇ વિદેશમાં સેટ થયેલ કૌભાંડી વિજય માલ્યાને ઇડી મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. ઇડીએ માલ્યાની યુડી કંપનીમાંથી વિજય માલ્યાના જે પણ કારોબારી હિસ્સો છે. તેને વેચવાનો નિર્ણય લીધો છે. એટલે સ્પષ્ટ છેકે જો આ નિર્ણયને અમલમાં મુકવામાં આવશે તો ઇડી મારફતે સરકારને ચાર હજાર કરોડનો ફાયદો થઇ શકે છે. જે માલ્યા દ્વારા બેંકો પાસેથી લોન લીધી છે તેનું અડધુ ગણાશે.
ઇડીના મતે માલ્યાના ચાર હજાર શેર પહેલાથી જ કુર્ક કરી દેવાયા છે. જે કંપનીમાં માલ્યાની લગભગ 15.12ની ભાગીદારી છે. PMLA મુજબ માલ્યાના શેર ઇડીના નામે ટ્રાન્સફર કરી દેવાયા છે. જ્યારે હજુપણ 27 લાખ શેર ટ્રાન્સફર કરવાના બાકી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર