વિજય માલ્યાની બેંકોને રજૂઆત: 'તમામ રકમ ચૂકતે કરવા તૈયાર, પ્લીઝ માની જાઓ'

News18 Gujarati
Updated: December 5, 2018, 10:50 AM IST
વિજય માલ્યાની બેંકોને રજૂઆત: 'તમામ રકમ ચૂકતે કરવા તૈયાર, પ્લીઝ માની જાઓ'
વિજય માલ્યા (ફાઇલ ફોટો)

વિજય માલ્યાનું આ ટ્વીટ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ચોપર ડીલના કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને દુબઈથી ભારત લાવવાના થોડાક કલાક બાદ આવ્યું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી:

ભારતીય બેંકોની કરોડોની લોન લઈને બ્રિટેન ભાગી ગયેલા લિકરકિંગ વિજય માલ્યાએ તમામ લોન ચૂકતે કરવાની વાત કહી છે. માલ્યાએ ટ્વીટ કરીને કહ્યું કે તે બેંકોનું તમામ લેણું પરત કરવા તૈયાર છે અને બેંકોને તેની ઓફરનો સ્વીકાર કરી લેવો જોઈએ.

બંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યાનું આ ટ્વીટ અગસ્તા વેસ્ટલેનડ વીવીઆઈપી ચોપર ડીલના કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના દુબઈથી ભારત પ્રત્યર્પિત કરવાના થોડાક કલાક બાદ જ આવ્યું છે. કેન્દ્ર સરકાર માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા આર્થિક અપરાધીઓને પણ ભારત પ્રત્યર્પિત કરવાને લઈ પ્રયાસશીલ રહી છે. બીજી તરફ, નાણા મંત્રી અરુણ જેટલીએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું કે ત્રણેયને પણ મિશેલની જેમ ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે.

માલ્યાએ બેંકોને તેની ઓફર સ્વીકાર કરવા રજૂઆત કરતા ફરી વાર કહ્યું કે બેંકો પાસેથી આ મોટી લોન કિંગફિશર એરલાઇન્સને ચલાવવા માટે લેવામાં આવી. જોકે, આ વિમાન કંપની હવે બંધ થઈ ચૂકી છે.

 માલ્યાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, ગત ત્રણ દશકો સુધી સૌથી મોટી લિકર કંપની કિંગફિશરે ભારતમાં કારોબાર કર્યો. આ દરમિયાન અમે અનેક રાજ્યોના ખજાનામાં હજારો કરોડની મદદ કરી છે. કિંગફિશર એરલાઈન્સે પણ સરકારને ઘણા પૈસા આપ્યા હતા. પરંતુ શાનદાર એરલાઇન્સનો દુખદ અંત આવ્યો. પછી હું પણ બેંકોને ચૂકવણી કરવા માંગતો હતો જેથી તેમને કોઈ ખોટ ન થાય. કૃપાા કરી તેનો સ્વીકાર કરો.



I see the quick media narrative about my extradition decision. That is separate and will take its own legal course. The most important point is public money and I am offering to pay 100% back. I humbly request the Banks and Government to take it. If payback refused, WHY ?

 ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા હાલ લંડનમાં છે, જ્યાં તેને ભારત પ્રત્યર્પિત કરવાની પિટિશન પર વેસ્ટમિંસ્ટર કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. માલ્યા પર ભારતીય બેંકોના 9000 કરોડ ચૂકવવાના બાકી છે.
First published: December 5, 2018, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading