પ્લીઝ બધાં પૈસા લઈ લો પરંતુ મને ચોર ન કહો: વિજય માલ્યા

News18 Gujarati
Updated: December 6, 2018, 11:09 AM IST
પ્લીઝ બધાં પૈસા લઈ લો પરંતુ મને ચોર ન કહો: વિજય માલ્યા
વિજય માલ્યા (ફાઇલ ફોટો)

માલ્યાએ માર્ચ 2016માં દેશ છોડી દીધો હતો. તેના ભારત પ્રત્યર્પણ પર યૂકેની કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી શકે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ પ્રત્યર્પણ પર ચુકાદો આવવાના 4 દિવસ પહેલા કહ્યું છે કે આખી લોન ચૂકવવા તૈયાર છું. માલ્યાએ ટ્વીટ દ્વારા ભારતીય બેંકો એન સરકારને અપીલ કરતાં કહ્યું કે તેનો પ્રસ્તાવ માની લેવામાં આવે. માલ્યાએ ફરી એક વાર કહ્યું કે, પ્લીઝ મારા પૈસા લઈ લો. તેની સાથે જ માલ્યાએ કહ્યું કે તે બાબતને ખતમ કરવા માંગે છે કે તેઓ બેંકોના પૈસા લઈને ભાગી ગયા છે.

વિજય માલ્યાએ અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર ડીલ મામલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલના પ્રત્પર્પણ સાથે પોતાનું કોઈ કનેક્શન હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. માલ્યાએ ટ્વીટ કર્યું કે તેનો મામલો અને લોન ન ચૂકવવાની ઓફરને એકબીજા સાથે ન જોવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા માલ્યાએ ભારત સરકારને તમામ પૈસા પરત કરવાની ઓફર કરી હતી.

 વિજય માલ્યા પર ભારતીય બેંકોના 9,000 કરોડ રૂપિયા બાકી છે. આ લોન તેમની કંપની કિંગફિશર એરલાઈન્સને આપવામાં આવી હતી. માલ્યાએ માર્ચ 2016માં દેશ છોડી દીધો હતો. તેના ભારત પ્રત્યર્પણ પર યૂકેની કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી શકે છે.આ પણ વાંચો, વિજય માલ્યાની બેંકોને રજૂઆત: 'તમામ રકમ ચૂકતે કરવા તૈયાર, પ્લીઝ માની જાઓ'

વિજય માલ્યાએ ટ્વીટ કર્યું કે, આદરપૂર્વક, મારા પર ટિપ્પણી કરનારાઓનું કહેવા માંગું છું કે હું નથી સમજી શકતો કે મારા પ્રત્યર્પણના ચુકાદા અને લોન ચૂકવવાના પ્રસ્તાવને હાલમાં દુબઈથી પ્રત્યર્પણ સાથે કેવી રીતે જોડવામાં આવી રહ્યું છે. હું જ્યાં પણ રહું, મારી અપીલ એ જ છે, પ્લીઝ પૈસા લઈ લો. હું આ કિસ્સાને ખતમ કરવા માંગું છું કે મેં બેંકોના પૈસા ચોરી કર્યા છે.

 માલ્યાએ આગળ લખ્યું કે, જનતાના પૈસા સૌથી જરૂરી બાબત છે અને હું 100 ટકા પૈસા પરત કરવાની રજૂઆત કરું છું. હું બેંકો અને સરકારને વિનંતી કરું છું કે તેઓ આ રજૂઆતને સ્વીકારી લે.

માલ્યાનું કહેવું છે કે, કિંગફિશર ત્રણ દશક સુધી ભારતની સૌથી મોટું આલ્કોહોલિક બ્રેવરેજ ગ્રપ હતું. આ દરમિયાન અમે સરકારી ખજાનામાં હજારો કરોડો રૂપિયાનું ગોગદાન આપ્યું. કિંગફિશર એરલાઈન્સને ગુમાવ્યા બાદ પણ હું બેંકોના નુકસાનને ભરપાઈ કરવા માટે તૈયાર છું.
First published: December 6, 2018, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading