વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની રૂ. 9,371ની સંપત્તિ જપ્ત કરીને બેન્કોને ટ્રાન્સફર કરાઈ

ભાગેડુ આરોપીઓની સંપત્તિ જપ્ત કરી બેન્કોને ટ્રાન્સફર કરવામાં આવી

જાણકારી અનુસાર ત્રણ ભાગેડુ આરોપીઓની સંપત્તિની મદદથી છેતરપિંડીના નુકસાનની ચૂકવણી કરવામાં આવશે.

  • Share this:
નવી દિલ્હી : પ્રવર્તન નિદેશાલયે છેતરપિંડીના આરોપી ભાગેડુ કારોબારી વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની રૂ. 9,371 કરોડની સંપત્તિ સરકારી બેન્કોને ટ્રાન્સફર કરી છે. મળેલ જાણકારી અનુસાર ત્રણ ભાગેડુ આરોપીઓની સંપત્તિની મદદથી છેતરપિંડીના નુકસાનની ચૂકવણી કરવામાં આવશે.

પ્રવર્તન નિદેશાલયે એક નિવેદનમાં જણાવ્યું કે PMLA હેઠળ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીના મામલે માત્ર રૂ. 18,170.02 કરોડ (બેન્કોને થયેલ નુકસાનના 80.45%)ની સંપત્તિ જ નહીં, પરંતુ રૂ. 9371.17 કરોડની જપ્ત કરેલ સંપત્તિનો એક ભાગ PSB અને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. EDએ કહ્યું કે વિજય માલ્યા અને PNB બેન્ક છેતરપિંડી મામલે બેન્કોની 40 ટકા રકમ PMLA હેઠળ જપ્ત કરવામાં આવેલ શેરનું વેચાણ કરીને વસૂલવામાં આવી છે.

EDએ કહ્યું કે વિજય માલ્યાને ઉધાર આપનાર તરફથી ડેબિટ રિકવરી ટ્રિબ્યુનલ્સે બુધવારે યુનાઈટેડ બ્રેવરીઝ લિમિટેડ(UBL)ના રૂ. 5800 કરોડથી અધિકના શેર વેચવામાં આવ્યા. જેમને એજન્સીએ PMLA જોગવાઈ હેઠળ જપ્ત કરવામાં આવ્યા હતા. EDએ 65 વર્ષીય માલ્યા વિરુદ્ધ આપરાધિક તપાસ હેઠળ તેની સંપત્તિ જપ્ત કરી છે. માલ્યા હાલ બ્રિટનમાં છે.

રૂ. 22,585.83 કરોડનું નુકસાન થયું

EDએ કહ્યું કે મુંબઈમાં વિશેષ PMLA અદાલતના આદેશ પર જપ્ત કરવામાં આવેલ શેર (UBLના લગભગ રૂ.6,600 કરોડના શેર) SBIની આગેવાનીવાળા ગઠજોડને આપવામાં આવ્યા. તે બાદ DRTએ કાર્યવાહી કરી. તપાસ એજન્સીએ કહ્યું કે માલ્યા અને ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સી PNB ગોટાળામાં શામેલ હતા. આ ભાગેડુઓએ સાર્વજનિક ક્ષેત્રોની બેન્કો સાથે તેમની કંપનીઓની મદદથી ધનની હેરાફેરી કરીને છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડીના કારણે રૂ. 22,585.83 કરોડનું નુકસાન થયું. એજન્સીએ આ બે બેન્ક સાથેની છેતરપિંડી મામલે કુલ રૂ. 18,170.02 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. EDએ કહ્યું કે કુલ રૂ. 9,041.5 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જે બેન્કને થયેલ નુકસાનના 40 ટકા છે. જપ્ત કરેલ રકમ સાર્વજનિક ક્ષેત્રોની બેન્કને સોંપવામાં આવી છે. તપાસ એજન્સીએ કહ્યું કે શેરનું વેચાણ કરીને રૂ. 800 કરોડની 25 જૂન સુધીમાં વસૂલી કરવાની આશા છે.

આ ત્રણ ભાગેડુઓ ક્યાં છે?

બંધ થયેલ કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા બ્રિટનથી ભારત પ્રત્યાર્પણ માટે અદાલત કેસનો સામનો કરી રહ્યા છે, હાલમાં તે જામીન પર બહાર છે. વર્ષ 2019માં બ્રિટનના તત્કાલીન ગૃહ સચિવે પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી. જ્યારે ED અને CBI મામલાની તપાસ કરી રહ્યા હતા, ત્યારે વિજય માલ્યા 2 માર્ચ 2016ના રોજ દેશ છોડીને ભાગી ગયો. તે બાદ બેન્કો આરોપી વિરુદ્ધ DRTમાં ગઈ. જાન્યુઆરી 2019માં વિજય માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો.

મેહુલ ચોક્સી, નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક પાસેથી રૂ.13,500 કરોડની લોન લીધી અને બેન્કો સાથે છેતરપિંડી કરીને જાન્યુઆરી 2018માં ભારતથી ભાગી ગયા હતા. મેહુલ ચોક્સી હાલમાં ડોમિનિકા જેલમાં બંધ છે અને નીરવ મોદી બ્રિટનની જેલમાં બંધ છે.
First published: