માલ્યાએ કોર્ટમાં કહ્યુ, 'પૈસા નથી, પત્ની-બાળકોના પૈસે જીવન નિર્વાહ ચાલે છે'

માલ્યાએ કોર્ટમાં કહ્યુ, 'પૈસા નથી, પત્ની-બાળકોના પૈસે જીવન નિર્વાહ ચાલે છે'
વિજય માલ્યા (ફાઇલ ફોટો)

માલ્યાએ પોતાની પર્સનલ આસિસ્ટન્ટ અને એક પરિચિત વેપારીથી 75.7 લાખ અને 1.15 કરોડ રૂપિયા ઉધાર લીધા છે

 • Share this:
  ભાગેડુ વિજય માલ્યાનું કહેવું છે કે હવે તેની પાસે જીવન નિર્વાહ કરવા માટે પૈસા નથી. માલ્યાનું કહેવું છે કે તે પોતાની પાર્ટનર, પર્સનલ આસિસ્ટન્ટ, પરિચિત વેપારીઓ અને બાળકો પર નિર્ભર છે.

  વિજય માલ્યાએ આ વાત 13 બેંકો દ્વારા તેની વિરુદ્ધ નોંધવામાં આવેલી બેંકરપ્ટસી પિટિશનના જવાબમાં કહી છે. પિટિશનના જવાબમાં માલ્યાએ કહ્યું કે તેની વ્યક્તિગત સંપત્તિ માત્ર 2956 કરોડ રૂપિયા રહી ગઈ છે અને તેણે આ તમામ સંપત્તિ બેંકો સાથે સેટલમેન્ટ માટે કર્ણાટક હાઈકોર્ટની સામે રજૂ કરી દીધી છે. બેંકોએ માલ્યા દ્વારા આપવામાં આવેલી આ જાણકારીને યૂકે કોર્ટને શેર કરી છે.  બેંકોએ કોર્ટને જણાવ્યું કે માલ્યાની પત્ની પિંકી લલવાની વાર્ષિક 1.35 કરોડ રૂપિયા કમાય છે. માલ્યાએ પોતાની પર્સનલ આસિસ્ટન્ટ અને એક પરિચિત વેપારીથી 75.7 લાખ અને 1.15 કરોડ રૂપિયા ઉધાર પણ લીધા છે. તેનું કહેવું છે કે તેણે જીવન નિર્વાહ અને કેટલાંક દેવાં ચૂકવવા માટે આ પૈસા ઉધાર લીધા છે.


  તેની સાથે જ માલ્યા પર બ્રિટિશ સરકારના લગભગ 2.40 કરોડ રૂપિયાના ટેક્સ ઉપરાંત પૂર્વ વકીલ મૈકફલેંસના પણ કેટલાક ચૂપિયા ચૂકવવાના બાકી છે. માલ્યાએ ભારતીય બેંકોના 3.37 કરોડ રૂપિયા કાયદાકિય ખર્ચમાંથી 1.57 કરોડ રૂપિયા પણ નથી ચૂકવ્યા.

  આ પણ વાંચો, ભાગેડુ વિજય માલ્યાએ નરેન્દ્ર મોદીનું નામ લઈને કર્યું ટ્વિટ

  ઉલ્લેખનીય છે કે, બુધવારે લંડન કોર્ટમાં ભારતીય બેંકોની પિટિશન પર સુનાવણી છે. ભારતીય બેંકોએ બ્રિટનમાં સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકમાં માલ્યાના કરન્ટ એકાઉન્ટ પર કબજો આપવાની અપીલ કરી છે.

  ઉલ્લેખનીય છે કે, માલ્યાના પ્રત્યર્પણ માટે ભારતીય એજન્સીઓ સતત પ્રયાસ કરી રહી છે. માલ્યાને હવે લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. એવામાં થોડાક દિવસ પહેલા તેણે પોતાને બ્રિટિશ નાગરિક જણાવ્યો હતો. માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તે 1992થી ઇંગ્લેન્ડનો નિવાસી છે. તેણે કહ્યું હતું કે આ તથ્યને નકારીને મને ભાગેડુ જાહેર કરવામાં આવી રહ્યો છે.
  First published:April 04, 2019, 09:45 am

  टॉप स्टोरीज