સોમવારે માલ્યાના પ્રત્યર્પણ પર આવી શકે છે ચુકાદો, CBI-EDની ટીમ બ્રિટન જવા રવાના

વિજય માલ્યા (ફાઇલ ફોટો)

સીબીઆઈના જોઇન્ટ ડાયરેક્ટર એ સાઈં મનોહરના નેતૃત્વમાં તપાસ એજન્સીઓની આ ટીમ રવાના થઈ છે, લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી બાદ લંડની વેસ્ટમિંસ્ટર કોર્ટ સોમવારે માલ્યાના ભારત પ્રત્યર્પણ પર પોતાનો ચુકાદો સંભળાવી શકે છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: દેશની બેંકો પાસેથી હજારો કરોડોની લોન લઈને ફરાર વિજય માલ્યા મામલામાં લંડનની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં સામેલ થવા માટે સીબીઆઈ અને ઇડીની ટીમ બ્રિટેન જવા રવાના થઈ છે.

  ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, સીબીઆઈના જોઇન્ટ ડાયરેક્ટર એ સાઈં મનોહરના નેતૃત્વમાં તપાસ એજન્સીઓની આ ટીમ રવાના થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી બાદ વેસ્ટમિંસ્ટર કોર્ટ સોમવારે તેની પર પોતાનો ચુકાદો સંભળાવી શકે છે.

  આ પહેલા ટીમનું નેતૃત્‍વ રાકેશ અસ્થાના કરી રહ્યા હતા. પરંતુ થોડા દિવસો પહેલા આલોક વર્મા સાથેના વિવાદ બાદ સરકારે તેમને રજા પર મોલકી દીધા. ત્યારબાદ સાઈં મનોહરના નેતૃત્વમાં તપાસ એજન્સીઓની ટીમ બ્રિટેન ગઈ છે.

  આ પણ વાંચો, પ્લીઝ બધાં પૈસા લઈ લો પરંતુ મને ચોર ન કહો: વિજય માલ્યા

  થોડાક દિવસો પહેલા લિકરકિંગ વિજય માલ્યાએ પોતાના નામ સાથે ભાગેડું શબ્દ હટાવવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. એવી અહેવાલ આવી રહ્યા હતા કે માલ્યાએ ટ્વીટ પર કહ્યું હતું કે, જ્યાં પણ હું ફિજિલી ઉપસ્થિત છું, મારી અપીલ છે મહેરબાની કરી પૈસા લઈ લો. આ વાતને ખતમ કરવા માંગું છું કે મેં પૈસા ચોર્યા છે.

  ઉલ્લેખનીય છે કે, ઇડીએ માલ્યાને ભાગેડુ જાહેર કર્યો છે. વિજય માલ્યા છેલ્લા થોડાક વર્ષોથી બ્રિટેનમાં રહી રહ્યો છે અને હાલ જામીન પર બહાર છે.
  Published by:Mrunal Bhojak
  First published: