Home /News /business /

વિજય માલ્યા થયો દેશનો પહેલો ભાગેડુ આર્થિક અપરાધી, તમામ સંપત્તિ થશે કબજે

વિજય માલ્યા થયો દેશનો પહેલો ભાગેડુ આર્થિક અપરાધી, તમામ સંપત્તિ થશે કબજે

વિજય માલયા (ફાઈલ ફોટો)

ભાગેડુ આર્થિક અપરાધીને કોઈ સિવિલ દાવો કરવાનો અથવા બચાવ કરવાની હકદારી રહેશે નહી.

    વિજય માલ્યાને વિશેષ પીએમએલએ ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરી દીધો છે. તેના માટે પ્રવર્તન નિદેશાલયે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 26 ડિસેમ્બર 2018ના રોજ કોર્ટે નિર્ણય 5 જાન્યુઆરી સુધી સુરક્ષિત રાખ્યો હતો. માલ્યાએ પહેલા પ્રિવેંશન મની લોન્ડ્ર એક્ટ (પીએમએલએ) કોર્ટને જણાવ્યું કે, તે ભાગેડુ આર્થિક અપરાધી નથી. તેણે એ પણ કહ્યું કે, તે મની લોન્ડ્રીંગના અપરાધમાં સામેલ નથી.

    કોર્ટના નિર્ણયની સાથે જ મિજય માલયા દેશનો પહેલો આર્થિક અપરાધી બની ચુક્યો છે, જેની વિરુદ્ધ નવા ભાગેડુ આર્થિક અપરાધ વિધેયક 2018 હેઠળ કેસ ચાલશે.

    તમને જણાવી દઈએ કે, વર્ષ 10 ડિસેમ્બરના રોજ લંડનની કોર્ટે વિજય માલયાના પ્રત્યાર્પણ પર ભારતના પક્ષમાં નિર્મય સંભળાવ્યો હતો. લંડનની વેસ્ટમિનીસ્ટર કોર્ટે વિજય માલયાને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી છે. માલયા પાસે પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલ કરવા માટે માત્ર 14 દિવસનો સમય હશે. તમને જણાવી દઈએ કે, ભારતીય તપાસ એજન્સિઓ માલ્યાને પ્રત્યાર્પિત કરી સ્વદેશ પાછા લાવવાની કોશિસ છેલ્લા ઘણા સમયથી કરી રહી છે.

    કેટલું માલ્યા પર દેવું
    માલ્યા પર બેન્કોનું લગભગ 9400 કરોડનું દેવું છે. તેની વિરુદ્ધ 17 બેન્કોન્સોર્શિયમે સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. માલ્યા તરફથી કહેવામાં આવ્યું છે કે, તેલના ભાવ વધતા, વધારે ટેક્સ અને ખરાબ એન્જિનના કારણે તેમની કિંગફિશર એયરલાઈન્સને 6107 કરોડની ખોટ ઉઠાવવી પડી છે. જોકે, તે 1800 કરોડ રૂપિયાનો વિલફૂલ ડિપોલ્ટર છે. બાકી બેન્કો હજુ પણ માલ્યા વિરુદ્ધ કોર્ટ નથી ગઈ.

    શું છે ભાગેડુ આર્થિક અપરાધ બિલ 2018
    દેશની બેન્કો પાસેથી પૈસા ઉધાર લઈ વિદેશ ભાગનારા લોકો લગામ લાવવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. જે લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયો છે. આ કાયદો ભાગેડુ આર્થિક અપરાધી કાયદો 2018ના સ્થાન પર લાવવામાં આવ્યો છે. હવે સરકાર પાસે તેમની સંપત્તિ પર કબજો કરવા અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે.

    ભાગેડુ આર્થિક અપરાધ બિલ 2018 હેટલ દેશ પાસેથી લોન લઈ અથવા આર્થિક હેરાફેરી દ્વારા પૈસા લઈ ભાગનારા લોકો પાસેથી વસુલી કરવામાં મદદ મલશે. આવા મામલામાં સૌથી પહેલા કોર્ટ તે વ્યક્તિને ભાગેડુ જાહેર કરશે. ત્યારબાદ તેની દેશ તથા વિદેશની સંપત્તિ કુર્ક કરવામાં આવશે. ભાગેડુ આર્થિક અપરાધીને કોઈ સિવિલ દાવો કરવાનો અથવા બચાવ કરવાની હકદારી રહેશે નહી. આ બિલમાં એવા જ મામલા સામેલ થશે, જેમાં 100 કરોડથી વધારે રૂપિયાનું ફ્રોડ થયું હોય. જોકે, વિદેશોમાં સંપત્તિઓના સંબંધમાં સરકારને પહેલા તે દેશોની સરકાર સાથે વાતચીત કરવી પડશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Declared, Vijay Mallya

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन