વિજય માલ્યાને મોટો ઝટકો, 1 હજાર કરોડની સંપત્તિ વેચવા કોર્ટની મંજૂરી

પીએમએલએ કોર્ટે વિજય માલ્યાના 1,000 કરોડ રૂપિયાની વેલ્યુવાળા શેર વેચવાની મંજૂરી આપી દીધી છે

News18 Gujarati
Updated: March 27, 2019, 2:42 PM IST
વિજય માલ્યાને મોટો ઝટકો, 1 હજાર કરોડની સંપત્તિ વેચવા કોર્ટની મંજૂરી
ભાગેડુ વિજય માલ્યાને વધુ એક ઝાટકો લાગ્યો છે
News18 Gujarati
Updated: March 27, 2019, 2:42 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ભાગેડુ વિજય માલ્યાને વધુ એક ઝટકો લાગ્યો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટે વિજય માલ્યાના 1,000 કરોડ રૂપિયાની વેલ્યુવાળા શેર વેચવાની મંજૂરી આપી દીધી છે. યુનાઇટેડ બ્રેવરેજ
(યુબીએલ)માં માલ્યાના શેર છે, જે કોર્ટ દ્વારા નિયુક્ત લિક્વિડેટર દ્વારા વેચવાના હતા. આનું વેચાણ રોકવા માટે વિજય માલ્યાએ અરજી કરી હતી.

યુનાઇટેડ બ્રેવરેજનો શેર બીએસઇ પર હાલ (11:45 AM) 1 ટકાના વધારા સાથે 1370 રૂપિયાના ભાવે પહોંચી ગયો છે. આ મહિને ડીઆરટીએ શેર કોર્ટ દ્વારા નિયુક્ત લિક્વિડેટરને ટ્રાન્સફર કર્યા હતા. માલ્યા વિરુદ્ધ મની લોન્ડ્રિંગની

તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શેર એટેચ કર્યા હતા.

શું છે સમગ્ર મામલો?

> કોર્ટે વેચાણ રોકવા માટે કરેલી અરજી ફગાવી દીધી છે
Loading...

>> યુનાઇટેડ બ્રેવરેજ હોલ્ડિંગ્સની અરજી પર સુનાવણી હાથ ધરતાં જજે કહ્યું કે, શેરના વેચાણને રોકવાનો આદેશ કરી શકાય નહીં.
>> પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટે માલ્યાના 1,000 કરોડ રૂપિયાની કિંમતના શેર વેચવાની મંજૂરી આપી દીધી છે.
>> માલ્યાની જપ્ત કરાયેલી સંપત્તિઓના વેચાણનો આ પહેલો મામલો છે.
>> ડીઆરટીની બેંગુલુરુ બેંચે 11 માર્ચે માલ્યાના શેર વેચવાની નોટિસ જાહેર કરી હતી.

આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં મોટા ફેરફાર, જાણો તમારા પર કેવી પડશે અસર

>> વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલી 6,203.35 કરોડ રૂપિયાની લોનની રિકવરી માટે આવું કરવામાં આવી રહ્યું છે.
>> વ્યાજ અને પેનલ્ટી મળીને માલ્યા પર બેંકોના 9,000 કરોડ રૂપિયા બાકી નીકળે છે.
>> વિજય માલ્યા માર્ચ, 2016માં દેશ છોડી ફરાર થયો હતો.
First published: March 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...