Home /News /business /Vijay Kedia Portfolio: આ મલ્ટીબેગર શેરમાં સતત છઠ્ઠા દિવસે લાગી અપર સર્કિટ, શું તમારી પાસે છે?
Vijay Kedia Portfolio: આ મલ્ટીબેગર શેરમાં સતત છઠ્ઠા દિવસે લાગી અપર સર્કિટ, શું તમારી પાસે છે?
આ સ્ટોક્સમાં આજે જોવા મળશે તેજી
Tejas Networks Stocks: શેર બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સાંખ્ય લેબ્સમાં હિસ્સો ખરીદ્યા બાદ વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરનું આઉટલુક પોઝિટિવ નજરે આવી રહ્યું છે.
મુંબઇ. Vijay Kedia portfolio: તેજસ નેટવર્ક્સ (Tejas Networks) તરફથી સાંખ્ય લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ (Saankhya Labs)માં 35.60 ટકા ભાગીદારી ખરીદવામાં આવ્યા બાદ આ શેરમાં જોરદાર તેજી આવી છે. આ મલ્ટીબેગર ટેલીકૉમ હાર્ડવેર સ્ટૉકમાં આજે સતત છઠ્ઠા દિવસે અપર સર્કિટ લાગી છે. આજે માર્કેટ ખુલ્યાના થોડી જ મિનિટોમાં Tejas Networks નો શેર ઇન્ટ્રાડે હાઈ 518.60 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. આ શેરે સવારની ડીલ્સમાં પાંચ ટકાની અપર સર્કિટ (Upper circuit) હીટ કરી હતી. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી (1:35 PM) આ શેર અપર સર્કિટમાં જ હતો.
શેર બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સાંખ્ય લેબ્સમાં હિસ્સો ખરીદ્યા બાદ વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરનું આઉટલુક પોઝિટિવ નજરે આવી રહ્યું છે. જોકે, તેમણે એવું પણ કહ્યું કે, Tejas Networks ભારત સરકારના મેડ ઇન ઇન્ડિયા નિર્મિત 5G નેટવર્કને 100 ટકા રોલ આઉટ કરનાર પ્રમુખ લાભાર્થીઓમાંની એક હશે. આ દરમિયાન ટાટા જૂથે પણ કંપનીમાં 64 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે. બજારમાં ચર્ચા છે કે ટાટા સ્કાય માટે તેજસ નેટવર્ક્સની સેવાનો ઉપયોગ ટાટા જૂથ તરફથી કરવામાં આવશે. જેનાથી ટેલીકૉમ હાર્ડવેર કંપનીના બિઝનેસમાં વધારો જોવા મળી શકે છે.
નિષ્ણાતો શા માટે આ શેર પર બુલિશ?
Share Indiaના રવિસિંહનું કહેવું છે કે, Saankhya Labs બેંગલુરુ સ્થિતિ એક પ્રમુખ વાયરલેસ કોમ્યુનિકેશન અને સેમીકન્ડક્ટર સૉલ્યૂશન્સ કંપની છે. સાંખ્ય લેબ્સની ખરીદી કંપનીની વાયરલેસ ઑફરિંગને વધારશે, જેનાથી ભારત અને આંતરરાષ્ટ્રીય બજારમાં કંપનીની ગ્રાહકોની સંખ્યામા વધારો થશે."
GCL સિક્યોરિટીઝના રવિ સિંઘલે કહ્યુ કે, ટાટા જૂથ દ્વારા Tejas Networks માં ભાગીદારી ખરીદ્યા બાદ તેની સારી ટેક્નોલોજી અને વિશેષતાનો ઉપયોગ કરીને ટાટા સ્કાય ટેલીકોમ હાર્ડવેર કંપની માટે વધારે કમાણી કરી શકશે. છ મહિનાના કન્સોલિડેશન બાદ આપણે આ મલ્ટીબેગર શેરમાં રિબાઉન્ડિંગ જોઈ રહ્યા છીએ.
તેજસ નેટવર્ક્સના શેરનો ભાવ
તેજસ નેટવર્ક્સનો શેર 2021ના વર્ષનો મલ્ટીબેગર શેરમાંનો એક છે. વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર છેલ્લા છ મહિનાથી વેચવાલીના દબાણ હેઠળ છે. જોકે, આ શેરે હજુ એક વર્ષમાં રોકાણકારોને 180 ટકાથી વધારે વળતર આપ્યું છે.
તેજસ નેટવર્ક્સની ઓક્ટોબરથી ડિસેમ્બર, 2021ની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે વિજય કેડિયાએ પોતાની કંપની કેડિયા સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ (Kedia Securities Private Limited) મારફતે કંપનીમાં રોકાણ કર્યું છે. મિન્ટના અહેવાલ પ્રમાણે Kedia Securities Private Limited પાસે Tejas Networks ના 39 લાખ શેર છે. આ ભાગીદારી ટેલીકૉમ કંપનીની નેટ પેડ અપ કેપિટલની લગભગ 3.42 ટકા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર