Home /News /business /

સિંગાપોર, જાપાન અને બાલી પહોંચો માત્ર 26 રૂપિયામાં, વહેલી તકે મેળવો આ રીતે ઓફરનો લાભ

સિંગાપોર, જાપાન અને બાલી પહોંચો માત્ર 26 રૂપિયામાં, વહેલી તકે મેળવો આ રીતે ઓફરનો લાભ

વિયેતનામની એરલાઈન વિયેતજેટની ઓફર

vietnam airlines offer : ભારતના 0.0034 રૂપિયા એટલે એક વિયેતનામી ડોંગની કિંમત. 7,700 વિયેતનામી ડોંગ એટલે કે, ભારતના 26 રૂપિયાની આસપાસ. ચીનના વેલેન્ટાઇન ડે તરીકે ઉજવાતા ડબલ 7 ફેસ્ટિવલના પ્રસંગે વિયેતજેટ આ ઓફર લઇને આવી છે.

    vietnam airlines offer : અત્યારના સમયમાં વિમાનમાં મુસાફરી કરવી એક માત્ર સ્વપ્ન બની ગયેલ છે જેનુ મુખ્ય કારણ વિમાનની ટિકિટના ભાવ પરંતુ જો તે જ ટિકિટના માત્ર 26 રૂપિયા જ હોય તો, શું તમે વિશ્વાસ કરશો? વિયેતનામની એરલાઈન વિયેતજેટ દ્વારા એક ઓફર લાવવમાં આવી છે જેમાં, તમે 7,700 વિયેતનામી ડોંગથી ડોમેસ્ટીક તેમજ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની ટિકિટ બુક કરાવી શકો છો.

    ભારતના 0.0034 રૂપિયા એટલે એક વિયેતનામી ડોંગની કિંમત. 7,700 વિયેતનામી ડોંગ એટલે કે, ભારતના 26 રૂપિયાની આસપાસ. ચીનના વેલેન્ટાઇન ડે તરીકે ઉજવાતા ડબલ 7 ફેસ્ટિવલના પ્રસંગે વિયેતજેટ આ ઓફર લઇને આવી છે. આ ઓફરનું બુકિંગ 7 જુલાઈ 2022થી શરૂ થઈ ગયેલ છે અને માત્ર 13 જુલાઈ 2022 સુધી જ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત ગોલ્ડન વીક હેઠળ કંપની પ્રમોશનલ ટિકિટ પણ આપી રહી છે.

    ટિકિટ બુક કરવા માટે અગત્યની માહિતી

    યાત્રીઓ 7 જુલાઈ 2022થી 13 જુલાઈ 2022 સુધી ટિકિટ બુક કરી શકશે. આ ટિકિટ 15 ઓગસ્ટ 2022થી 26 માર્ચ 2023ના સમયગાળા માટે બુક કરાશે. જેમાં રાષ્ટ્રીય રજાઓનો સમાવેશ થતો નથી. વિયેતજેટ વિયેતનામ અને ભારત વચ્ચે ચાર સેવાઓનું સંચાલન કરે છે, જેમાં નવી દિલ્હી/મુંબઈ-હનોઈ અને નવી દિલ્હી/મુંબઈ-હો ચી મિન્હ સિટીનો સમાવેશ થાય છે. આ રૂટ પર દર અઠવાડિયે 3 થી 4 ફ્લાઈટ્સ આવે છે. કંપની દ્વારા મુંબઈ-હનોઈ રૂટ અને મુંબઈ-હો ચી મિન્હ સિટી રૂટ પર અનુક્રમે 3 અને 4 જૂનથી નવી ફ્લાઇટ્સની જાહેરાત કરાઈ હતી. દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે 9 સપ્ટેમ્બર, 2022 થી મુંબઈ-ફુ ક્વોક (વિયેતનામનો એક ટાપુ) રૂટ પર ચાર સાપ્તાહિક ફ્લાઇટ્સ શરૂ થશે. નવી દિલ્હી અને ફુ ક્વોક વચ્ચેની સેવાઓ પણ 9 સપ્ટેમ્બર, 2022 થી શરૂ થશે. આ ફ્લાઇટ દર બુધવાર, શુક્રવાર અને રવિવારે થશે.

    કયા રૂટ માટે ટિકિટની ઉપલબ્ધી?

    વિયેતજેટની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર આ પ્રમોશનલ ટિકિટો વિયેતનામના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ તેમ બંને પર લાગુ થશે. એરલાઇનની વેબસાઇટ પર જણાવ્યું છે કે, "પ્રમોશનલ ટિકિટ ભારત, રિપબ્લિક ઓફ કોરિયા, જાપાન, ઇન્ડોનેશિયા (બાલી), થાઇલેન્ડ, સિંગાપોર, મલેશિયાના આકર્ષક સ્થળો માટે છે. ફ્લાઇટનો સમયગાળો 15 ઓગસ્ટ, 2022 થી 26 માર્ચ, 2023 સુધીનો રહેશે. તેમાં રાષ્ટ્રીય રજાઓનો સમાવેશ થતો નથી."

    આ પણ વાંચોનોકરી છોડીને પત્ની સાથે મોતીની ખેતી શરૂ કરી, ઓછા ખર્ચે લાખોની કમાણી કરી

    ટિકિટ ક્યાંથી ખરીદશો?

    વિયતજેટની વેબસાઈટ www.vietjetair.com પર જઈને તમે આ ટિકિટ ખરીદી શકો છો. આ ઉપરાંત વિયતજેટ એરની મોબાઇલ એપ અથવા ફેસબુક (www.facebook.com/vietjetvietnam)ના બુકિંગ સેક્શન પર જઇને પણ ટિકિટ ખરીદી શકાય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Business news, Business news in gujarati

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन