Home /News /business /VIBRANT GUJARAT: આ કંપની આપશે ઘરે બેઠા 50% સસ્તા ફળ

VIBRANT GUJARAT: આ કંપની આપશે ઘરે બેઠા 50% સસ્તા ફળ

ખેતરમાંથી તરતજ પેકિંગ કરીને તાજા ફળો મળી જશે.

કંપની દાવો કરે છે કે ફળના બજારમાં જે માર્કેટ ભાવ છે તે અનુસાર અમારા ફળો 40% થી 50% સસ્તા રહેશે.

નવી દિલ્હી: જો તમે અમદાવાદમાં રહો છો અને તાજા ફળો ખાવા માંગો છો, તો તે જલ્દી તમે સસ્તા ભાવમાં તેનો લાભ લઈ શકશો. (Farm2door) ફાર્મ 2 ડોર નામના એક સ્ટાર્ટઅપે વાઇબ્રન્ટ સમિટમાં તેનું મોડેલ રજૂ થયું હતું અને કેટલાક દિવસોમાં તે અમદાવાદમાં પણ શરૂ થશે. આ સુવિધા ઑનલાઇન અને ઑફલાઇન ઉપલબ્ધ રહેશે.

કેટલા કાર્ટ દોડશે?

કંપનીએ સહ-સંસ્થાપક મૌલિક મોકરિયાએ જણાવ્યું કે થોડા દિવસોમાં અમદાવાદમાં 20થી વધુ કાર્ટ ચાલશે. થોડા મહિના પછી આ સંખ્યા વધીને 300 થશે.

કેવું હશે બિઝનેશ મોડલ?

મોકરિયાએ કહ્યું કે અમે ખેડૂતો સાથે સંયુક્ત સાહસ સ્થાપશુ. તેના ફાર્મમાંથી તરત જ પેક કરીને, ફળો અમદાવાદ લાવવામાં આવશે અને ફળ ઑફલાઇન અને ઑનલાઇન બંને વેચવામાં આવશે. જો કોઈ ઘરે બેઠા ફળો લેવા માંગે છે, તો તમને અમારી એપ્લિકેશન દ્વારા મળી જશે અને જો અમારા કાર્ટ પરથી ખરીદવા માંગો છો તો પણ તે ઉપલબ્ઘ થશે.

શું સસ્તામાં મળશે ફળો?

કંપની દાવો કરે છે કે ફળનો બજારમાં જે ભાવ છે તે અનુસાર, અમારા ફળો 40% થી 50% સસ્તા રહેશે. અમે સીધા ખેડૂત પાસેથી લઇને ફળો બજારમાં વેચાણ કરીશું. અમારુ કાર્ટ એવું બનાવવામાં આવેલુ છે કે જેમાં ફળ લાંબા સમય સુધી તાજુ રહેશે.
First published:

Tags: Business, Vibrant Gujarat-2019