Home /News /business /

Viacom-18ને આઈપીએલના ડિજિટલ અધિકારો મળવા પર નીતા અંબાણીએ કહ્યું, "આઈપીએલના શાનદાર અનુભવને ક્રિકેટના દરેક ફેન સુધી પહોંચાડીશું"

Viacom-18ને આઈપીએલના ડિજિટલ અધિકારો મળવા પર નીતા અંબાણીએ કહ્યું, "આઈપીએલના શાનદાર અનુભવને ક્રિકેટના દરેક ફેન સુધી પહોંચાડીશું"

નીતા અંબાણી

Viacom-18 IPL Media Rights : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “રમત આપણું મનોરંજન કરે છે, આપણને પ્રેરણા આપે છે અને બધાને એક સાથે લાવે છે. ક્રિકેટ અને IPL એ શ્રેષ્ઠ રમત છે અને ભારતની સર્વશ્રેષ્ઠ રમત તરીકે પ્રતિનિધિત્વ કરે છે."

વધુ જુઓ ...
    મુંબઇ. Viacom-18 IPL Media Rights : Viacom-18ને આગામી પાંચ વર્ષ માટે IPLના ડિજિટલ અધિકારો મળ્યાના એક દિવસ પછી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર નીતા અંબાણી (Nita Ambani)એ કહ્યું છે કે, કંપનીનો ઉદ્દેશ્ય વિશ્વ સ્તરીય IPL કવરેજ તૈયાર કરવાનો છે અને તેને ભારતના દરેક ઘર સુધી લઈ જવા માંગીએ છીએ. ઈ-ઓક્શન પછી પ્રથમ વખત પ્રતિભાવ આપતાં શ્રીમતી અંબાણીએ કહ્યું કે, આઈપીએલ ભારતમાં શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે અને ટૂર્નામેન્ટ ભારતના દરેક ઘર સુધી પહોંચશે, કેમ કે ભારત દેશે ડિજિટલ ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે.

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “રમત આપણું મનોરંજન કરે છે, આપણને પ્રેરણા આપે છે અને બધાને એક સાથે લાવે છે. ક્રિકેટ અને IPL એ શ્રેષ્ઠ રમત છે અને ભારતની સર્વશ્રેષ્ઠ રમત તરીકે પ્રતિનિધિત્વ કરે છે, તેથી જ અમે આ મહાન રમત અને આ અદ્ભુત લીગ સાથે ગાઢ જોડાણ કરવામાં ગર્વ અનુભવીએ છીએ. અમારું લક્ષ્ય, આઈપીએલનો આનંદદાયક અનુભવ ક્રિકેટના તમામ ફેન્સ સુધી પહોંચાડવાનો છે -આપણા દેશના દરેક ખૂણામાં અને સમગ્ર વિશ્વમાં.”

    ઉલ્લેખનીય છે કે, BCCI પાંચ વર્ષમાં IPLની 410 મેચોનું આયોજન કરવાની યોજના બનાવી છે. 2023-24માં 74-74, 2025 અને 2026માં 84-84 અને 2027માં 94 મેચ. 2022થી આઈપીએલમાં આઠને બદલે 10 ટીમોને તક આપવામાં આવી હતી.



    તે જ સમયે, જય શાહે ટ્વિટ કર્યું છે કે, વાયકોમ 18 ને રૂ. 23,758 કરોડના ડિજિટલ અધિકારો મળ્યા છે. ભારતે ડિજિટલ ક્રાંતિ જોઈ છે અને આ ક્ષેત્રમાં અનંત શક્યતાઓ છે. ડિજિટલ મીડિયાએ ક્રિકેટને જોવાની રીત બદલી નાખી છે. આ રમતના વિકાસ અને ડિજિટલ ઈન્ડિયાના વિઝનમાં એક મોટું પરિબળ રહ્યું છે. તેમણે આગળ લખ્યું કે સ્ટાર ઈન્ડિયાને 23,575 કરોડ રૂપિયામાં ટીવી રાઈટ્સ આપવામાં આવ્યા છે. ગત વખતે સ્ટારે 16,348 કરોડમાં ટીવી અને ડિજિટલ બંને અધિકારો ખરીદ્યા હતા. આ વખતે તેમાં લગભગ 3 ગણો વધારો થયો છે.

    (ડિસ્ક્લેમર: નેટવર્ક 18 અને ટીવી 18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ એકમાત્ર લાભાર્થી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: આઇપીએલ, આરઆઇએલ, નીતા અંબાણી, રિલાયન્સ, સ્પોર્ટસ

    આગામી સમાચાર