Home /News /business /ખસની ખેતી કરીને વર્ષે લાખોમાં કમાણી કરી શકો છો, ઉજ્જડ જમીનમાં પણ મબલખ પાક ઉતરશે

ખસની ખેતી કરીને વર્ષે લાખોમાં કમાણી કરી શકો છો, ઉજ્જડ જમીનમાં પણ મબલખ પાક ઉતરશે

ખસની ખેતી કરીને ઉજ્જડ જમીનમાં પણ તમે લાખોની કમાણી કરી શકો છો.

Farming Business Idea: આજકાલ અનેક ભણેલા ગણેલા યુનાનો પણ ખેતી તરફ વળ્યા છે જોકે આ ખેતી સામાન્ય પરંપરાગત ખેતી કરતા અલગ હોય છે. આ ખેતી ઔષધીય છોડ અને ફળોની ખેતી હોય છે. જેની માગ અને ઉપયોગ પણ વધુ હોય છે તેમજ માર્કેટમાં તેની કિંમત પણ વધુ મળે છે. જો તમે પણ આ પ્રકારની ખેતી કરવા માગતા હોવ તો ખસની ખેતી તમારા માટે એક ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. અનેક દેશોમાં ખસના શરબત અને અત્તર હંમેશા માંગમાં રહે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ઘઉં, કઠોળ અને શાકભાજી જેવા પાકની પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને કુદરતના પ્રકોપનો સામનો કરવો પડે છે અને ક્યારેક નુકસાન પણ વેઠવું પડે છે. આવી સ્થિતિમાં પરંપરાગત ખેતીની સાથે કંઈક નવું કરવું જરૂરી બન્યું છે. એવી ખેતી જે ઓછા ખર્ચે સારોએવો નફો આપી શકે. આજકાલ ઘણા ખેડૂતો અને શિક્ષિત યુવાનો પણ ઔષધીય છોડ અને ફળોની ખેતી કરી રહ્યા છે. જેની માંગ વધુ અને કિંમત પણ વધારે ઉપજે છે. જો તમે પણ આવી જ ખેતી કરવા માંગો છો, તો ખસની ખેતી તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

  દેશ-વિદેશમાં ભારે માંગ

  ખાસ પોતાના ગુણોને કારણે હંમેશા માંગમાં રહે છે. તેની સુગંધને કારણે મોંઘા પરફ્યુમ, કોસ્મેટિક્સ, ક્રીમ, દવાઓ, તેલ અને બીજી ઘણી વસ્તુઓ ખસમાંથી બનાવવામાં આવે છે. તેનો દરેક ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મૂળમાંથી તેલ કાઢ્યા પછી પણ, તેનો ઉપયોગ ગરમીથી બચવા માટે કૂલર માટેના પડતા અને બારીઓના પડદા બનાવવામાં થાય છે. દેશ-વિદેશમાં તેની માંગ ઘણી વધારે છે. મુસ્લિમ બહુલ દેશોમાં ખસના શરબત અને પરફ્યુમની માંગ હંમેશા રહે છે. ભારત ઉપરાંત ગ્વાટેમાલા, ચીન, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં તેની ખૂબ ખેતી થાય છે.

  Farming business ideas: ભારતના આ ખેડૂત પાસે દુનિયાભરમાંથી લોકો શીખવા આવે છે ઓર્ગેનિક ખેતી

  ખસની શ્રેષ્ઠ જાત

  આમ તો ખસની ઘણી પ્રજાતી છે. પરંતુ તે બધામાંથી ઉત્તમ શ્રેણીમાં હાઇબ્રિડ-16, સીમેપ કે એસ, પુસા હાઇબ્રિડ-8 સુગંધ વગેરેને ગણવામાં આવે છે. જેમાંથી મોટા પ્રમાણમાં તેલ કાઢી શકાય છે. ખસની ખેતીની એક મહત્વની વાત છે કે દરેક પ્રકારની જમીનમાં તેનું ઉત્પાદન થઈ શકે છે. ખસને ઈંગ્લિશમાં વેટીવર પણ કહેવામાં આવે છે. તેની પ્રકૃતિ ભારે હોય છે જેના કારણે તે નદી નાળાઓ પાસે જોવા મળે છે. તેની ખેતી માટે કોઈ ખાસ પ્રકારની માટીની જરૂર નથી. ઉજ્જડ જમીનમાં પણ ખસનો પાક ઉગાડી શકાય છે.

  ખસની ખેતી માટે ખેતરને આ રીતે કરો તૈયાર

  ખસની ખેતી માટે તેની વાવણી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી કરી શકાય છે. આમ તો ખસની ખેતી માટે કોઈ ખાસ તૈયારીની જરૂર નથી. પરંતુ જો ખેતરમાં ઘણા ઝાડી ઝાંખરા અથવા ઘાસ ઉગી નીકળ્યા હોય તો તેને સાફ કરવા જરુરી છે. ખેતર સાફ કર્યા પછી સારા પાક માટે બે કે ત્રણ વાર ખેડાણ કરવું જોઈએ. છેલ્લા ખેડાણ પહેલાં ખેતરમાં ગોબરમાંથી બનેલા ખાતર સાથે પ્રતિ એકર હિસાબે 16-16 કિલો નાઈટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ નાખવું જોઈએ.

  આ બિઝનેસ કરો દરેક સીઝનમાં ચાલશે, લાખોની કમાણી સાથે ગ્રાહકો પણ સામેથી આવશે

  વાવણી કેવી રીતે કરવી?

  પામરોસા ઘાસ અથવા અન્ય ઘાસની જેમ ખસની વાવણી પણ સ્લિપ્સ દ્વારા કરવામાં આવે છે. સૌથી પહેલા સ્લીપર્સનું નિર્માણ કરવામાં આવે છે. ઓછી ફળદ્રુપ અથવા ઓછી માટી ધરાવતા સ્થળોએ તેને 30x30 સે.મી.ના અંતરે વાવેતર કરવું જોઈએ. બીજી તરફ વધુ ફળદ્રુપ જમીનમાં 60x60 સેમીના અંતરે પાકનું વાવેતર કરવું જોઈએ.

  સિંચાઈ કઈ રીતે કરશો?

  સૌથી પહેલા તો ખુસને વધારે પાણીની જરૂર પડતી નથી, પરંતુ ઉનાળા દરમિયાન ખેતરમાં ભેજ જાળવી રાખવા માટે નિયમિત સમયાંતરે થોડી સિંચાઈ કરવી જોઈએ. આ પાક માટે હળવા પ્રમાણમાં સિંચાઈ જ શ્રેષ્ઠ હોય છે.
  મહત્વનું છે કે ખસના મૂળ સુગંધિત હોવાથી તેને પ્રાણીઓનો ડર નથી રહેતો. તેમજ આ પાકને લાગતા રોગ અંગે વાત કરીએ તો તો તેને કોઈ ખાસ રોગ નથી લાગતો. ક્યારેક ઉધઈ અથવા જમીનના જંતુઓનું જોખમ હોઈ શકે છે. તેનાથી પાકને બચાવવા માટે થીમર નામની દવાનો છંટકાવ કરવો જરૂરી છે.

  Lipstick Effect in Economy: લિપસ્ટિક અને અંડરવેરના વેચાણ આકંડા જણાવે છે કે અર્થતંત્રમાં મંદી આવશે કે તેજી!

  ક્યારે થઈ શકે લણણી?

  વાવણી કર્યા બાદ 18થી 24 મહિના બાદ મૂળિયાને ખોદી શકાય છે. પરંતુ આ પહેલાં તેની ઉપરની ડાળખીઓ પાંદડાની લણણી કરવી જોઈએ. જેથી છોડ વધુ સારી રીતે વિકસી શકે. કાપવામાં આવેલા પાંદડાઓનો ઉપયોગ પશુઓના આહાર તરીકે અથવા બળતણ તરીકે કરી શકાય છે. આ લણણી સામાન્ય રીતે નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવે છે. ઠંડીની મોસમમાં ખસની લણનીને સારી માનવામાં આવે છે. જેથી તમે સારી ગુણવત્તાનું તેલ મેળવી શકો.

  લણણી માટે જરૂરી વાત

  ખસની લણણી કરીને તેના મૂળને કાપીને પીપરમિન્ટની જેમ પરોવવામાં આવે છે. જેથી તેમાંથી તેલ કાઢી શકાય છે. આ પછી કપાયેલા મૂળિયાને નિસ્યંદન પદ્ધતિ દ્વારા બાળીને તેલ કાઢવામાં આવે છે. આ તેલ વધુ શુદ્ધ છે, તેથી તેની કિંમત પણ સારી ઉપજે છે. મૂળને પોરવવા સમયે કાળજી લેવી જોઈએ કે જો મૂળ એક કે બે દિવસ જૂના હોય, તો તેને પહેલા પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ નિસ્યંદન પદ્ધતિથી તેલ કાઢો.

  Stock Market Expert's Views: શેરબજારમાં તેજી અને વિદેશી રોકાણકારો પરત ફરતા હવે તમારે શું કરવું જોઈએ?

  ખુસનો ઉપયોગ

  ભારતમાં તેની ખેતી ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ જેવા રાજ્યોમાં વધુ થાય છે. ખસનું તેલ ખૂબ મોંઘું વેચાય છે. જેની કિંમત 30,000 રૂપિયા પ્રતિ લીટર થી 60,000 રૂપિયા પ્રતિ લીટર સુધીની હોય છે. મોંઘા પરફ્યુમ, કોસ્મેટિક વસ્તુઓ, દવાઓ, ઉનાળામાં બિછાવવા માટેની સાદડીઓ, કૂલર પોપ્સ, બારીના પડદા, હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ તેલમાંથી બનાવવામાં આવે છે. તેલ કાઢ્યા બાદ તેને સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણમાં ભેજ વગરની જગ્યાએ રાખવું જોઈએ.

  ખસની ખેતી માટે થતો ખર્ચ

  ખસની ખેતી માટે પ્રતિ એકર 60 થી 65 હજારનો ખર્ચ થાય છે. એક એકર ખેતીની જમીનમાંથી લગભગ 10 લિટર તેલ કાઢી શકાય છે. એટલે કે માત્ર એક એકર ખેતીની જમીનમાંથી તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. વિશ્વમાં શુદ્ધ અને કુદરતી વસ્તુઓની માંગ ઝડપથી વધી છે. જેના કારણે ખસની હંમેશા માંગ રહે છે. આ બિઝનેસ દ્વારા તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business idea, New business idea, Organic farming

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन