Home /News /business /

Rakesh Jhunjhunwala: શેર માર્કેટના અગ્રણી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે નિધન

Rakesh Jhunjhunwala: શેર માર્કેટના અગ્રણી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે નિધન

Rakesh Jhunjhunwala passed away - રાકેશ ઝુનઝુનવાલા 62 વર્ષના હતા, મુંબઈની બ્રિન્ચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Rakesh Jhunjhunwala passed away - રાકેશ ઝુનઝુનવાલા 62 વર્ષના હતા, મુંબઈની બ્રિન્ચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

    નવી દિલ્હી : શેરબજારના અગ્રણી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala passed away)નું નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા. રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala)મુંબઈની બ્રિન્ચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની પૃષ્ટિ હોસ્પિટલે કરી દીધી છે.

    CNN News18 ના મતે રાકેશ ઝુનઝુનવાલા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હતા અને કેટલાક સપ્તાહ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે સ્વાસ્થ્ય બગડતા રવિવારે સવારે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા. તે અંતિમ વખતે આકાશા એરના લોન્ચ સમયે જોવા મળ્યા હતા.

    રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરન બફેટ કહેવામાં આવતા હતા. શેર માર્કેટમાંથી પૈસા બનાવ્યા પછી તેઓ એરલાઇન સેક્ટરમાં પણ ઉતર્યા હતા. તેમણે નવી એરલાઇન કંપની આકાશા એરમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને 7 ઓગસ્ટે કંપનીએ પ્રથમ ઉડાન ભરી હતી.

    પીએમ મોદીએ રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો


    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યું કે રાકેશ ઝુનઝુનવાલા એક અદમ્ય સાહસવાળા વ્યક્તિ હતા, જીવનથી ભરપૂર, મજાકિયા અને વ્યાવહારિક. તે પોતાની પાછળ વિત્તીય દુનિયામાં એક અમિટ યોગદાન છોડી ગયા છે. તે ભારતની પ્રગતિ પ્રત્યે પણ ભાવુક હતા. તેમનું જવું દુખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ



    આ પણ વાંચો - India@75: જાણો માત્ર 7500 રૂપિયાથી કેવી રીતે બની શકાય કરોડપતિ?

    સ્ટોક માર્કેટમાં રોકાણ કરનાર ઝુનઝુનવાલા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. તે એક ટ્રેડર હોવાની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટેટ પણ હતા અને દેશના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક હતા. રાકેશ ઝુનઝુનવાલા હંગામા મીડિયા અને એપ્ટેકના અધ્યક્ષ હોવાની સાથે વાઇસરોય હોટલ્સ, કોનકોર્ડ બાયોટેક, પ્રોવોગ ઇન્ડિયા અને જિયોજિત ફાઇનેંશિયલ સર્વિસિઝના નિર્દેશક પણ હતા. હાલમાં જ તેમણે આકાશા એરલાઇન્સ લોન્ચ કરી હતી. અબજપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ 40 ટકા ભાગીદારી માટે આકાશા એરમાં 50 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું.

    આ પણ વાંચો - શું મકાન ભાડે લેવા પર આપવો પડશે 18% GST? સરકારે કરી સ્પષ્ટતા

    1985માં સ્ટોક માર્કેટમાં 5000 રૂપિયાનું રોકાણ કર્યું હતું


    રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) કોલેજમાં હતા, ત્યારથી શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. તે સમયે BSE સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલું હતું. ઝુનઝુનવાલાએ 5000ની રકમથી રોકાણ શરૂ કર્યું હતું. આ રકમ સપ્ટેમ્બર 2018 સુધી વધીને 11,000 કરોડ રૂપિયા થઇ ગઇ હતી. પોતાના પિતાના મિત્રો સાથે શેર માર્કેટને લઇને ચર્ચા કરતા સાંભળ્યા પછી રાકેશ ઝુનઝુનવાલાને તેમાં રસ પડ્યો હતો. Forbsના મત મુજબ રાકેશ ઝુનઝુનવાલાનું નેટવર્થ અત્યારે 4.5 બિલિયન ડોલર, એટલે કે 34,387 કરોડ જેટલી થાય છે.

    રાકેશ ઝુનઝુનવાલાને ને પ્રથમ મોટું વળતર ટાટામાં મળ્યું હતું. વર્ષ 1986માં ઝુનઝુનવાલાએ રૂ. 5 લાખનું વળતર મેળવ્યું હતું. તેમણે ટાટા સ્ટીલના 5000 શેર ખરીદ્યા હતા. જોત જોતામાં આ શેર 143ના સ્તરે પહોંચી ગયા હતા. જેમાં તેમને 3 ગણો નફો થયો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Business, Rakesh jhunjhunwala

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन