બિગ બુલની આ વાતો ગાંઠે બાંધી લો શેરબજારમાં પસ્તાવું નહીં પડે.
દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને (Rakesh Jhunjhunwala) છેલ્લા 1 મહિનામાં 2 કંપનીઓના શેરમાં 7 ટકાના ઘટાડાથી રૂ. 540 કરોડનું નુકસાન થયું છે. જો કે આજે આ બંને કંપનીઓમાં તેજી જોવા મળી રહી છે.
દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના (Rakesh Jhunjhunwala) પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ 2 શેરોને કારણે, તેમણે છેલ્લા 1 મહિનામાં 540 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ઝુનઝુનવાલાના બે શેરો, સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ અને મેટ્રો બ્રાન્ડ્સમાં છેલ્લા એક મહિનામાં લગભગ 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે સોમવારે બજાર ખુલતાની સાથે જ બંને શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.
શુક્રવારે બજાર બંધ થયું ત્યાં સુધીમાં મેટ્રો બ્રાન્ડ્સ રૂ. 523 અને સ્ટાર હેલ્થ રૂ. 663 પર આવી ગઇ હતી. આ બંનેના શેરમાં આ તીવ્ર ઘટાડાથી બિગ બુલને એક મહિનામાં 540 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ગયા શુક્રવાર સુધી સ્ટાર હેલ્થ રૂ. 701 થી ઘટીને રૂ. 663 પર આવી હતી, જે રૂ. 38.55નો ઘટાડો છે. મેટ્રો બ્રાન્ડ્સ 562.65 થી ઘટીને 53 રૂપિયા થઈ ગઈ છે, જે લગભગ 39 રૂપિયાનો ઘટાડો છે.
સ્ટાર હેલ્થ દ્વારા રેગ્યુલેટરને આપવામાં આવેલી માહિતી અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા મળીને કંપનીમાં 17.50 ટકા હિસ્સો ધરાવે છે. બંને પાસે કંપનીના કુલ 10,07,53,935 શેર છે. રાકેશ ઝુનઝુનવાલાએ તેમની પત્ની દ્વારા મેટ્રો બ્રાન્ડ્સમાં રોકાણ કર્યું છે. રેખા ઝુનઝુનવાલાની પાસે આ કંપનીના 39,153,600 શેર છે. આ કંપનીમાં તેમની 14.60 ટકા ભાગીદારી છે.
નેટવર્થને થઇ અસર
સ્ટાર હેલ્થમાં બિગ બુલના 10,07,53,935 શેર છે. જો આપણે શેર દીઠ રૂ. 38ના ઘટાડા પર નજર કરીએ તો તેમની સંપત્તિમાં રૂ. 388 કરોડનો ઘટાડો જોવા મળે છે. તેની પાસે મેટ્રો બ્રાન્ડ્સમાં (તેમની પત્ની દ્વારા) 39,153,600 શેર છે. જો આપણે શેર દીઠ રૂ. 39ના ઘટાડા પર નજર કરીએ તો એક મહિનામાં તેમને રૂ. 152 કરોડનું નુકસાન થયું છે. આ રીતે તેમની કુલ સંપત્તિમાં રૂ. 540 કરોડનો ઘટાડો થયો છે.
આજે, મેટ્રો બ્રાન્ડ્સમાં નિફ્ટીમાં લગભગ 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ શેર શરૂઆતના કારોબારમાં રૂ. 545ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. સ્ટાર હેલ્થના શેરમાં પણ 1 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ શેર સોમવારે સવારે 670 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર