દેશમાં નવો મોટર વાહન અધિનિયમ-2019 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ચુક્યો છે. આ સાથે જ ડ્રાઈવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટીફિકેટને લઈ પણ નિયમ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હવે નવા નિયમ હેઠળ દેશના તમામ વાહન ચાલકોએ ડ્રાઈવિંગ લાયસન્સ અને RC બુકને પોતાના મોબાઈલ નંબર સાથે લિંક કરાવવું પડશે. દિલ્હી અને ગુજરાત માટે તો ફરજિયાત લાગુ કરી દેવામાં આવ્યું છે. પરંતુ હવે ધીરે-ધીરે તેને પૂરા દેશમાં લાગુ કરવામાં આવશે, જેની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.
વધારેમાં વધારે પાંચ વાહન થઈ શકે છે રજિસ્ટર તમને જણાવી દઈએ કે, એક નંબર પર વધારેમાં વધારે પાંચ વાહન રજિસ્ટર થઈ શકે છે. હવે યૂપી-બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવા વાહનના પંજીકરણ અને ડ્રાઈવિંગ લાયસન્સમાં આરટીઓ દ્વારા જ મોબાઈલ નંબરને લિંક કરવામાં આવી રહ્યું છે. જુના વાહન અથવા ડિએલ ધારકોએ ખુદ અથવા ઓનલાઈન અથવા આરટીઓ કાર્યાલય જઈ મોબાઈલ નંબર અપડેટ કરાવવો પડશે.
ઓનલાઈન પણ કરી શકો છો લિંક તેને ઓનલાઈન પણ લિંક કરવામાં આવી શકે છે. તેના માટે તમારે કેન્દ્ર સરકાર સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના પરિવહન સેવા પોર્ટલ, https://parivahan.gov.in/parivahan/ પર લોગ ઈન આઈડી બનાવવું પડશે, ત્યારબાદ (Vehicle Registration Related Services) પર ક્લિક કરી તમે પોતાના વાહનના પંજીકરણમાં મોબાઈલ નંબરને સામેલ કરી શકો છો. અહીં તમારે રજિસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર અને ચેસિસ નંબર આપવો પડશે. આજ રીતે લારથી કેટેગરી અંતર્ગત ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધી સેવાઓ (Driving License Related Services) પર ક્લિક કરી પોતાના ડ્રાઈવિંગ લાયસન્સમાં મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો.
ધીરે-ધીરે ઓનલાઈન કરવામાં આવશે તમામ સેવાઓ કેન્દ્ર સરકારની કોશિસ છે કે, વાહન ચાલકોને પરિવહન વિભાગ સંબંધી સેવાઓ ઓનલાઈન પ્રદાન કરવામાં આવશે. આનાથી વાહન ચાલકોનો સમય પણ બચશે અને કરપ્શનને ઓછુ કરવામાં પણ મદદ મળશે. આ સિવાય કેન્દ્ર સરકાર અથવા અન્ય સરકારી સંસ્થાઓ પાસે તમામ વાહનો અને ડ્રાઈવિંગ લાયસન્સનો પૂરો ડેટા, મોબાઈલ નંબર સહિત ઉપલબ્ધ હશે. જરૂરત પડવા પર પોલીસ અથવા આરટીઓ અથવા કોઈ અન્ય એજન્સી સરળતાથી વાહન ચાલક અથવા વાહન માલિકનો સંપર્ક કરી શકે છે. તેના માટે દેશબરના આરટીઓને ઓનલાઈન કરવાની દિશામાં ઝડપથી કામ ચાલી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર