Home /News /business /Business Idea: માત્ર 850 રૂપિયાનું મશીન વસાવી શરૂ કરો આ બિઝનેસ, થશે અઢળક આવક

Business Idea: માત્ર 850 રૂપિયાનું મશીન વસાવી શરૂ કરો આ બિઝનેસ, થશે અઢળક આવક

અહિં તિજોરી મુકવાથી નહિં પડે પૈસાની તકલીફ

Very Low Investment Business: આજકાલ બિઝનેસ કરવો દરેક લોકોની ઈચ્છા હોય છે. તેમાં પણ લોકો એવો બિઝનેસ શોધતા હોય છે જેમાં ઓછામાં ઓછા રોકાણમાં કમાણી વધુ થઈ શકે, અને ખરેખર એવા કેટલાક બિઝનેસ હોય છે જેમાં તમે સાવ સામાન્ય રોકાણથી શરુઆત કરીને મોટી કમાણી કરી શકો છો.

વધુ જુઓ ...
મુંબઈઃ ઘણા લોકોને નોકરી કરતા ધંધામાં વધુ રસ છે અને કોરોનાકાળે વેપારનું મહત્વ બમણું કરી દીધું છે. જેથી આજે અમે ઓછા રોકાણે વધુ વળતર આપતા બિઝનેસ વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. આ બિઝનેસથી તમે સારા પૈસા કમાઈ શકો છો. આ બિઝનેસ બટાકાની ચિપ્સ બનાવવાનો છે. બટાકાની ચિપ્સનો ઉપયોગ નાસ્તા તરીકે થાય છે. માત્ર 850 રૂપિયાનું મશીન ખરીદીને તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. પાછળથી તેમાં વધુ રોકાણ કરી વ્યાપ વધારી શકો છો અને જો ધંધો મોટો હોય તો આવક વધુ વધી શકે છે.

આ પણ વાંચોઃ ઘરે બેઠા શરૂ કરો મસાલાનો બિઝનેસ, ખૂબ જ નાના રોકાણમાં તગડી કમાણીના ચાન્સ

ફક્ત 850 રુપિયામાં મળી શકે વેફર્સ બનાવવાનું મશીન


સામાન્ય રીતે કોઈ પણ કોઈ ધંધો શરૂ કરતી વખતે તેના મશીનોની કિંમત 10,000-15,000 રૂપિયા હોવાની ધારણા હોય છે. પરંતુ આજે અહીં અમે જે મશીનની વાત કરી રહ્યા છીએ તેની કિંમત માત્ર 850 રૂપિયા છે, આ સિવાય તેને કાચા માલ માટે પણ થોડોક ખર્ચ કરવો પડશે.

જો કે, શરૂઆતના તબક્કામાં કાચો માલ 100-200 રૂપિયામાં મળશે. આ બિઝનેસ માટે મશીન સરળતાથી ઓનલાઇન મળી જશે. તમે મશીનને કોઈપણ ટેબલ પર મૂકીને ચિપ્સને સરળતાથી કાપી શકો છો. આ મશીન વધારે જગ્યા રોકતું નથી અને તેને ચલાવવા માટે વીજળીની પણ જરૂર રહેતી નથી. તમે મશીનને સરળતાથી હાથથી ચલાવી શકો છો. મહિલાઓ અને બાળકો પણ આ મશીન ચલાવી શકે છે.

આ પણ વાંચોઃ ઘરમાં બેઠાં બેઠાં ટોપની વિદેશી કંપનીઓના શેરમાં રોકાણ કરીને કઈ રીતે કમાણી કરી શકાય? સમજો

કેવી રીતે થશે વેચાણ?


ઈન્સ્ટન્ટ તળેલી ચિપ્સ ખાવાનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. લોકો પોતાની સામે ચિપ્સ તળેલી હોય તેવી ચિપ્સ ખાય છે. આવી સ્થિતિમાં તમે લારી અથવા નાની દુકાન પણ ખોલી શકો છો અને ચિપ્સને તળીને વેચી શકો છો. બીજો રસ્તો એ છે કે, તમે ચિપ્સને નાના પેકેટમાં ભરીને લોકોને આપી શકો છો. આ ઉપરાંત ચિપ્સ વગેરે વેચતા દુકાનદારોનો સંપર્ક કરીને ધીરે ધીરે તમારું નેટવર્ક વધારી શકો છો.

કેટલી કમાણી થઈ શકે?


બટાકાની ચિપ્સ બનાવવા માટે વધુ કાચા માલની જરૂર પડતી નથી. તમે જેટલો કાચો માલ ઉપયોગ કરશો તેનાથી 7થી 8 ગણી કમાણી થઈ શકે છે. ઉદાહરણ તરીકે એક દિવસમાં 10 કિલો બટાકાની ચિપ્સમાંથી તમને હજાર રૂપિયા જેટલી કમાણી કરી શકો છો અને વધુ રોકાણની પણ જરુર રહેશે નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Business idea, Business news, Investment tips, Low cost Business Idea

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन